1 ફેબ્રુઆરી, 2020ના રોજ રજૂ થઈ શકે છે બજેટ, ઇનકમ ટેક્સમાં ઘટાડાની શક્યતા

News18 Gujarati
Updated: December 13, 2019, 4:03 PM IST
1 ફેબ્રુઆરી, 2020ના રોજ રજૂ થઈ શકે છે બજેટ, ઇનકમ ટેક્સમાં ઘટાડાની શક્યતા
'સરકાર અનેક સારી બાબતો પર વિચાર કરી રહી છે, ઇનકમ ટેક્સમાં ઘટાડો કરવો પણ તે પૈકી એક હોઈ શકે છે'

'સરકાર અનેક સારી બાબતો પર વિચાર કરી રહી છે, ઇનકમ ટેક્સમાં ઘટાડો કરવો પણ તે પૈકી એક હોઈ શકે છે'

  • Share this:
નવી દિલ્હી : મોદી સરકાર (Modi Government)ના બીજા કાર્યકાળનું બીજું બજેટ (Budget 2020) 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ થશે. આ બજેટ સેશન (Budget Session)ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ બજેટથી સૌથી વધુ આશાઓ છે. પરંતુ સરકારની સામે મોટો પડકાર દેશના આર્થિક ગ્રોથને પાટા પર લાવવાનો છે. જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આર્થિક ગતિવિધિમાં તેજી લાવવા માટે સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇનકમ ટેક્સને લઈને તેઓએ કહ્યું હતું કે તેમાં પણ સુધારની શક્યતા છે અને ટેક્સ રેટ ઘટાડવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદથી તેની માંગ વધુ ઉગ્ર બની છે. આપને જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણનું આ બીજું બજેટ હશે.

1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ થશે સામાન્ય બજેટ - સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીનું કહેવું છે કે સામાન્ય બજેટ આવતા વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે.

ટેક્સપેયર્સને મોટી રાહત મળી શકે છે - નાણા મંત્રીએ હિન્દુસ્તાન ટાઇમસ લીડરશીપ સમિટમાં કહ્યું હતું કે સરકાર અનેક સારી બાબતો પર વિચાર કરી રહી છે. ઇનકમ ટેક્સમાં ઘટાડો કરવો પણ તે પૈકી એક હોઈ શકે છે.>> જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલી જલદી સામાન્ય લોકોને ઇનકમ ટેક્સમાં ઘટાડાની ગિફ્ટ મળી શકે છે તો તેઓએ પોતાના જવાબમાં કહ્યું કે બજેટ સુધી રાહ જુઓ. આપની જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2021 માટે ફેબ્રુઆરી 2020માં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે.

>> કેન્દ્ર સરકોર સપ્ટેમ્બર મહિનામાં કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે સરકારના ખજાના પર લગભગ 1.45 લાખ કરોડ રૂપિયાની અસર પડી હતી. ભારતીય રિઝર્વ બેંકે ગત સપ્તાહે રૅપો રૅટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો,

દેશમાં સૌથી વધુ વેચાતી ગાડીઓ : જાણો કઈ કારે નવેમ્બરમાં ધૂમ મચાવી
દેશના આ પાંચ CEOsને દર મહિને મળે છે 5 કરોડ રૂપિયાથી વધુની સૅલરી!
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर