BUDGET 2020: સારું શિક્ષણ, ઉત્તમ સ્વાસ્થ્ય- વાંચો નિર્મલા સીતારમણના બજેટની ખાસ વાતો

News18 Gujarati
Updated: February 1, 2020, 3:01 PM IST
BUDGET 2020: સારું શિક્ષણ, ઉત્તમ સ્વાસ્થ્ય- વાંચો નિર્મલા સીતારમણના બજેટની ખાસ વાતો
ન્યૂઝ18 ક્રિએટિવ

નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં જીએસટી (GST) માટે પૂર્વ નાણામંત્રી (સ્વ.) અરુણ જેટલીને યાદ કર્યા હતા. નિર્મલા સીતારમણે કહ્યું કે, જીએસટીને બનાવનારા આજે આપણી વચ્ચે નથી. હું અરુણ જેટલીને સલામી આપું છું.

  • Share this:
નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ પર્ણ બજેટ રજૂ કર્યું હતું. 11 વાગ્યે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પોતાનું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું. આ બજેટ નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરવામાં આવી રહ્યું છે.

નાણા મંત્રીના ભાષણના મુખ્ય અંશો :

અરુણ જેટલીને યાદ કર્યા : નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં જીએસટી (GST) માટે પૂર્વ નાણામંત્રી (સ્વ.) અરુણ જેટલીને યાદ કર્યા હતા. નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટીને બનાવનારા આજે આપણી વચ્ચે નથી. હું અરુણ જેટલીને સલામી આપું છું. દેશના લોકોની સેવા કરવા માટે અમારી સરકારે એક દેશ એક ટેક્સને લાગૂ કર્યો છે.

આ પણ વાંચો :  Union Budget 2020: LICનો IPO આવશે, સરકાર વેચશે પોતાની હિસ્સેદારી

દેશની આકાંક્ષાઓનું બજેટ : નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યુ કે, લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને બહુમતિ મળી છે. 2019ના પરિણામો અમારી નીતિઓ પર મળેલો જનાદેશ છે. લોકોએ અમારી સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. આ બજેટ દેશની આકાંક્ષાઓનું બજેટ છે.

આ પણ વાંચો : Budget 2020 : નાણા મંત્રીની જાહેરાત - આધાર કાર્ડ આપતાં તરત PAN મળશે 

મોદી સરકારની આગેવાનીમાં FDIમાં વધારો : નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યુ કે અમારી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની નીતિ પર આગળ વધે છે. ભારત આજે દુનિયામાં આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાઓની આગેવાની કરે છે. 2014 થી 2019 વચ્ચે મોદી સરકારની નીતિઓને કારણે 284 બિલિયન ડૉલરનું FDI આવ્યું, જેનાથી વેપાર વધ્યો.

આ પણ વાંચો : Budget 2020 : નાણા મંત્રીની મોટી જાહેરાત - બેંક ડૂબશે તો પાંચ લાખ સુધીની રકમ સુરક્ષિત

બજેટ ભાષણમાં કાશ્મીરી શેર : નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કાશ્મીરની એક શેર વાંચ્યો હતો. "હમારા વતન ખિલતા હૈ શાલીમાર બાગ જૈસા, હમારા વતન ડાલ ઝીલ મેં ખિલતા હુઆ કમલ જૈશા. નૌજવાનો કા ગર્મ ખૂન જૈસા, મેરા વતન, તેરા વતન, હમારા વતન, દુનિયા કા સબસે પ્યારા વતન."

આ પણ વાંચો : Budget 2020 : પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, જાણો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે

ખેડૂતો માટે 16 સૂત્રની ફોર્મ્યુલા જાહેર કરી : ખેડૂતો માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે 16 સૂત્રની ફોર્મ્યુલા જાહેર કરી છે. નાણા મંત્રીએ કહ્યુ કે સરકાર તરફથી ખેડૂતો માટે મોટી યોજનાઓ લાગૂ કરવામાં આવી છે. સરકારનું લક્ષ્ય 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનું છે.

આ પણ વાંચો : આમ આદમીને ઝટકો : લક્સ, લાઇફબૉય, લિરિક્સ અને રેક્સોના જેવા સાબુ મોંઘા થશે

સ્વાસ્થ્ય સુધારા માટે નાણા મંત્રીની જાહેરાત : બજેટમાં નાણામંત્રીએ સ્વાસ્થ્ય સુધારા માટે 70 હજાર કરોડની જાહેરાત કરી હતી. નાણા મંત્રીના કહેવા પ્રમાણે ફિટ ઇન્ડિયાને આગળ ધપાવવા માટે સરકાર મોટું પગલું ભરી રહી છે. આયુષમાન ભારતમાં હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવશે, જેનાથી T-2 અને T-3 શહેરોમાં મદદ મળી શકે. આ માટે પીપીપી મોડલની મદદ લેવામાં આવશે, જેમાં બે તબક્કામાં હૉસ્પિટલોનો જોડવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતા ઇન્દ્રધનુશ મિશનનો વિસ્તાર કરવામાં આવશે. મેડિકલ ડિવાઇસ પર જે ટેક્સ મળે છે તેનો ઉપયોગ મેડિકલ સુવિધાઓ વધારવા માટે કરવામાં આવશે. ટીબી વિરુદ્ધ દેશમાં અભિયાન ચલાવવામાં આવશે, 'ટીબી હારેગા દેશ જીતેગા.' સરકાર તરફથી દેશને 2025 સુધી ટીબી મુક્ત કરવાનો પ્રયાસ છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સેન્ટરોની સંખ્યા વધારવામાં આવશે. સ્વાસ્થ્ય યોજનાઓ માટે 70 હજાર કરોડની જાહેરાત.

આ પણ વાંચો : બજેટ 2020 : શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડ ફાળવવાની જાહેરાત, નવી શિક્ષણ નીતિ રજૂ થશે

શિક્ષણ માટે મોદી સરકારે પટારો ખોલ્યો : બજેટમાં જાહેરાત પ્રમાણે મેડિકલ કૉલેજ હવે ઑનલાઇન ડિગ્રી પ્રોગ્રામ ચલાવશે. બહુ ઝડપથી સરકાર તરફથી નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં હવે મેડિકલ કૉલેજો બનાવવાની યોજના બનાવવામાં આવશે. લોકલ બૉડીમાં કામ કરવા માટે હવે એન્જિનિયરોને ઇન્ટર્નશિપની સુવિધા આપવામાં આવશે. દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે. ભારતના વિદ્યાર્થીઓને પણ એશિયા, આફ્રિકા જેવા દેશોમાં મોકલવામાં આવશે. રાષ્ટ્રીલ પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન યુનિવર્સિટી બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ડૉક્ટરો માટે એક બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જેનાથી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો માટે પ્રોફેશનલ વાતો અંગે શીખવી શકાય.

આ પણ વાંચો : બજેટ 2020 : ખેડૂતો માટે 16 સૂત્રોની મોટી જાહેરાતો, વિમાનમાં અનાજની હેરફેર કરાશે

દેશ મેન્યુફેક્ચરિંગ હબ બનશે : નાણા મંત્રીએ પોતાના બજેટમાં જાહેરાત કરી કે ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલની રચના કરવામાં આવશે. જેના માધ્યમથી રોકાણ કરનારાઓની મદદ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે સરકારે નવી સ્કિમની જાહેરાત કરી છે. જેમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે. દરેક જિલ્લામાં એક્સપોર્ટ હબ બનાવવા માટે યોજના લાવવામાં આવશે. જેમાં નિર્વિક યોજના અંતર્ગત લોકને લોન આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 100 કરોડના રોકાણનું સરકારનું લક્ષ્ય છે.

આ પણ વાંચો : Budget 2020 : નાણા મંત્રીની મોટી જાહેરાત - બેંક ડૂબશે તો પાંચ લાખ સુધીની રકમ સુરક્ષિત

દેશમાં 100 નવા એરપોર્ટ બનશે : દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટું રોકાણ કરશે. જે અંતર્ગત મૉર્ડન રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, લોજિસ્ટિક સેન્ટર્સ બનાવવામાં આવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે, ચેન્નાઇ-બેંગલુરુ એક્સપ્રેસ વેનું કામ ઝડપથી પૂરું કરવામાં આવશે. 6,000 કિલોમીટરવાળા હાઇવેને મૉનિટાઇઝ કરવામાં આવશે. દેશમાં 2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. 24,000 કિલોમીટર ટ્રેન રસ્તાઓને ઇલેક્ટ્રૉનિક કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના કામમાં ઝડપ આવશે. જળ વિકાસ માર્ગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માર્ગને આસામ સુધી વધારવાની યોજના છે. ટ્રાન્સપોર્ટમાં 1.70 લાખ કરોડ રૂપિયાના રોકાણની સરકારની જાહેરાત.

મહિલાઓ માટે સરકારની મોટી જાહેરાત, માતૃત્વની ઉંમર બદલાઈ શકે!

નાણા મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે, 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજનાને ખૂબ સમર્થન મળ્યું છે. આ ઉપરાંત 10 કરોડ પરિવારોને ન્યૂટ્રિશન અંગે જાણકારી આપવમાં આવશે. છ લાખથી વધારે આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. મહિલાઓની લગ્નની ઉંમર વધારવામાં આવી હતી. હવે અમારી સરકાર માતા બનવાની ઉંમરને લઈને ચર્ચા કરી રહી છે. આ માટે એક ટીમની રચના કરવામાં આવશે. જે છ મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.

લદાખ માટે 5958 કરોડ રૂપિયાની જાહેરાત

2022માં ભારત જી-20 સંમેલનનું આયોજન કરશે. આ માટે સરકાર તરફથી 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકાર તરફથી લદાખ માટે 5958 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી છે.

ટેક્સમાં છૂટ પરંતુ શરતો લાગૂ

નિર્મલા સીતારમણે ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરી છે. જોકે, આ માટે કેટલીક શરતો લાગૂ રહશે. નાણા મંત્રીની જાહેરાત પ્રમાણે નવો ટેક્સ સ્લેબ લાગૂ કરવાની વ્યવસ્થા વૈકિલ્પક રહેશે. એટલે કે કોઈ રોકાણકારે નવા ટેક્સ સ્લેબનો લાભ લેવો હશે તો તેમણે ટેક્સમાં મળતી છૂટનો ત્યાગ કરવો પડશે. એટલે કે તમે પહેલા વીમો, રોકાણ, ઘરનું ભાડું, બાળકોની ફી વગેરે જેવા 70 મુદ્દા પર જે લાભ મેળવી રહ્યા હતા તેનો ત્યાગ કરવો પડશે. પહેલા ટેક્સ ભરતી વખતે આ વસ્તુઓ પર વળતર મળતું હતું.

સૌથી લાંબુ ભાષણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે અત્યાર સુધીનું સૌથી લાંબું ભાષણ આપ્યું છે. અઢી કલાક ભાષણ આપ્યા બાદ તેમનું ગળું ખરાબ થયું હતું, આથી બાકીનું ભાષણ તેમણે સંસદને મેજ પર મૂકી દીધું હતું. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિતના અનેક નેતાઓએ અપીલ કરી હતી કે તેણી પોતાનું ભાષણ મેજ પર મૂકી છે.

સરકાર LICમાંથી પોતાનો હિસ્સો વેચશે

નાણા મંત્રીએ કહ્યુ કે સરકાર એલઆઈસીમાથી પોતાનો અમુક હિસ્સો વેચશે. નાણા મંત્રીની આ જાહેરાત સાથે જ વિપક્ષે હંગામો કર્યો હતો. નાણા મંત્રીએ કહ્યુ કે, 15મા નાણા આયોગે રિપોર્ટ આપ્યો છે, જેને સરકારે સ્વીકારી લીધો છે. નાણા મંત્રીએ કહ્યુ કે 2020-21માં જીડીપીનો અંદાજ 10 ટકા છે. આ નાણાકીય વર્ષમાં ખર્ચનો અંદાજ 26 લાખ કરોડ રૂપિયા છે.
First published: February 1, 2020, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading