ખુશખબર! મ્યુચ્યુઅલ ફંડથી કમાણી કરનારાને મળી શકે છે આ ટેક્સથી રાહત

ખુશખબર! મ્યુચ્યુઅલ ફંડથી કમાણી કરનારાને મળી શકે છે આ ટેક્સથી રાહત
બજેટમાં LTCGમાં મોટી છૂટ આપતાં સરકાર ઇક્વિટી અને નૉન ઇક્વિટી પ્રોડક્ટ પર મોટી રાહત આપી શકે છે

બજેટમાં LTCGમાં મોટી છૂટ આપતાં સરકાર ઇક્વિટી અને નૉન ઇક્વિટી પ્રોડક્ટ પર મોટી રાહત આપી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : બજેટ થી જોડાયેલી મોટી ખબર, છેલ્લા બે વર્ષોથી ઇક્વિટી માર્કેટ (Equity Market) જે લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (Long Term Capital Gain Tax) એટલે કે LTCGથી પરેશાન છે તેનાથી બજેટમાં મોટી રાહત મળી શકે છે. સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ સરકાર બજેટમાં કેટલીક શરતોની સાથે LTCGનો પ્રભાવી દર શૂન્ય કરી શકે છે.

  સૂત્રો મુજબ, બજેટમાં LTCGમાં મોટી છૂટ આપતાં સરકાર ઇક્વિટી અને નૉન ઇક્વિટી પ્રોડક્ટ પર મોટી રાહત આપી શકે છે. બજેટમાં મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds), રિઅલ એસ્ટેટને પણ મોટી રાહતની શક્યતા છે. સૂત્રો મુજબ બજેટમાં લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (Long Term Capital Gain Tax)ના મોર્ચે મોટી જાહેરાત થઈ શકે છે. તેના માટે મુસદ્દો પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.  આ પણ વાંચો, પેન્શનધારકો માટે મોટા સમાચાર! બજેટમાં ટેક્સ છૂટ વધીને થઈ શકે છે 50 હજાર રૂપિયા

  LTCG પર શું છે વિકલ્પ?

  સૂત્રો મુજબ, LTCG Tax હેઠળ એક વર્ષની સમય મર્યાદા વધારીને 3 વર્ષ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. એક વર્ષ સુધી માત્ર 15 ટકા LTCGની જોગવાઈ હોઈ શકે છે. 1-3 વર્ષ સુધી 10 ટકા LTCG રાખી શકાય છે અને એક લાખ રૂપિયા સુધીની કમાણી ટેક્સ ફ્રી કરવામાં આવી શકે છે. ત્રણ વર્ષથી વધુની અવધિ પર કોઈ LTCG નહીં લગાવવાના નિર્ણયની શક્યતા છે.

  (લક્ષ્મણ રૉય, ઇકોનૉમિક પૉલિસી એડિટર- CNBC આવાજ)

  આ પણ વાંચો, જાણો કેવી રીતે તૈયાર થાય છે દેશનું બજેટ, 7 દિવસ ઓફિસમાં 'કેદ' રહે છે અધિકારી!

  Published by:Mrunal Bhojak
  First published:January 24, 2020, 11:31 am

  ટૉપ ન્યૂઝ