ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા મળતી સ્કિમ પર બજેટમાં કાતર ચાલી શકે છે!

News18 Gujarati
Updated: February 10, 2020, 1:57 PM IST
ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા મળતી સ્કિમ પર બજેટમાં કાતર ચાલી શકે છે!
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર આગામી સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં 20 ટકા જોગવાઈ ઘટાડી લગભગ 60,000 કરોડ કરી શકે છે

  • Share this:
કેન્દ્ર સરકાર આગામી સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં 20 ટકા જોગવાઈ ઘટાડી લગભગ 60,000 કરોડ કરી શકે છે. તેનું કારણ આ યોજનાને કેટલાક અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં પડી રહેલી મુશ્કેલી છે. સૂત્રોએ આ મામલે જાણકારી આપી છે. કેન્દ્રએ 2019-20ના બજેટમાં આ યોજના માટે બજેટ અનુમાનમાં 75,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પીએમ કિસાન યોજના હેઠળ કિસાનોને વાર્ષિક ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે.

જોકે, સૂત્રો અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં સંશોધિત અનુમાન 61000 કરોડ રૂપિયા પર આવી શકે છે. તેનું કારણ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો દ્વારા યોજનાને લાગુ નહી કરવામાં આવી છે. સાથે કેટલાક રાજ્યો પાસે ખેડૂતોનું સાચુ કોઈ લિસ્ટ જ નથી. આ સ્કિમનો લાભ ઉઠાવનારા ખેડૂતોનું લક્ષ્ય 14.5 કરોડથી ઘટાડી 14 કરોડ કરી દેવામાં આવ્યું છે.

ફેબ્રુઆરી 2019માં અંતરીમ બેજટમાં થઈ હતી શરૂઆત

એક સૂત્રએ કહ્યું, સરકાર 2020-21 માટે લગભગ 61,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવી શકે છે. આ 2019-20ના સંશોધિત અનુમાનના લગભગ બરાબર છે. સરકારે ફેબ્રુઆરી 2019માં રજૂ કરેલા અંતરિમ બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. તેમાં 2 હેક્ટર સુધી જમીન હોય તેવા નાના અને સિમાંત ખેડૂતોને સામેલ કરવામાં આવ્યા હતા.

કૃષિ લોન ફાળવવામાં થઈ શકે છે વધારો. આ સિવાય સરકાર એગ્રિકલ્ચર લોન ફાળવવાના લક્ષ્યમાં 10 ટકાનો વધારો કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડ રૂપિયા વિતરણનું લક્ષ્ય હતું. ચાલુ નાણાકિય વર્ષમાં કૃષિ દેવા વિતરણના લક્ષ્ય અનુરૂપ રહ્યું છે.

કૃષિ વિમા યોજનાને મળી શકે છે 15 હજાર કરોડસૂત્રોએ એ પણ કહ્યું છે કે, સરકાર કૃષિ વિમા યોજના માટે ફાળવણી 15000 કરોડ રૂપિયા કરી શકે છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં 14000 કરોડ રૂપિયા છે. સરકાર પહેલા જ ડિસેમ્બર 2019 સુધી 12,135 કરોડ રૂપિયા ફાળવણી કરી ચુકી છે.

લાભ મેળવવા માટે આ છે શરત
ગત નાણાકીય વર્ષમાં ઈનકમ ટેક્સની ચૂકવણી કરનાર આ લાભથી વંચિત રહેશે. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, ચોથા વર્ગના કર્મી, સમૂહ ડી કર્મચારીને આ યોજનાનો લાભ મળશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં અધિકારી અથવા 10 હજારથી વધારે પેન્શન મેળવતા ખેડૂતને લાભ નહી મળે. વ્યવસાયે ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કિટેક, જે ક્યાંક ખેતી પણ કરતા હોય તો તેને પણ લાભ નહી મળે. એમપી, એમએલએ, મંત્રી અને મેયરને પણ લાભ નહી મળે.

First published: January 31, 2020, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading