સામાન્ય લોકોને મળી શકે છે મોટી રાહત, આ માટે બજેટમાં સરકાર ઇન્કમ ટેક્સ દર ઘટાડી શકે : રિપોર્ટ

News18 Gujarati
Updated: February 10, 2020, 1:44 PM IST
સામાન્ય લોકોને મળી શકે છે મોટી રાહત, આ માટે બજેટમાં સરકાર ઇન્કમ ટેક્સ દર ઘટાડી શકે : રિપોર્ટ
નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA તરફથી જાહેર રિપોર્ટ પ્રમાણે અર્થવ્યવસ્થા (Indian Economy)માં પ્રાણ ફૂંકવા માટે સરકાર આ વખતે વ્યક્તિગત ઇન્કમ ટેક્સ (Income Tax Rate)માં ઘટાડો કરી શકે છે.

  • Share this:
Budget-2020 : પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા સામાન્ય બજેટ (Budget 2020)માં નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે આ વખતે સરકાર પર્સનલ ઇન્કમ ટેક્સના દરો ઘટાડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇન્કમ ટેક્સ દરોમાં ઘટાડો કરવાથી ખપત પર આધારિક કંપનીઓને ફાયદો થશે. કારણ કે સરકાર ખપતને વધારવા માંગે છે. આ માટે ટેક્સના દરોમાં ઘટાડાની આશા છે.

ટેક્સ કલેક્શનમાં 20 ટકાનો ઘટાડો શક્ય

CLSAના રિપોર્ટમાં આપવામાં આવેલા અનુમાન પ્રમાણે આ વખતે ઇન્કમ ટેક્સ કલેક્શનમાં 20 ટકાનો એટલે કે એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. પરંતુ વધારે ટેક્સ કેમ્પ્લાયન્સ અને નવા કરદાતાઓને જોડવાથી વાર્ષિક ધોરણે આ ઘટાડો પાંચ ટકા રહેશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં રાજકોષીય ખાધ 3.4 ટકાની અંદર રાખવામાં આવી શકે છે. બીપીસીએલ સહિત અનેક મોટા પીએસયૂના ડિસઇન્વેસ્ટમેન્ટથી સરકાર 1.3 લાખ કરોડ રૂપિયા એકઠા કરી શકે છે. ટેકીકૉમ સેક્ટરથી પણ આવક વધવાની આશા છે. જેનાથી ઇન્કમટેક્સના કલેક્શનમાં થયેલા ઘટાડાને સરભર કરી શકાશે.ઇન્કમ ટેક્સના દરોમાં ઘટાડાથી આ કંપનીઓને ફાયદો થશે 

વ્યક્તિગત કરમાં જો છૂટ આપવામાં આવશે તો જીવનજરૂરી ન હોય તેવી વસ્તુઓ તેમજ શહેરના ગ્રાહકો પર ફોકસ કરતી કંપનીઓને સીધો ફાયદો થશે. આ કંપનીઓમાં મારુતિ, ટાઇટન, એશિયન પેઇન્ટ, યૂનાઇટેડ સ્પ્રિટ્સ,જૂબિલેન્ડ ફૂડવર્ક્સ અને હેવેલ્સ સામેલ છે.આ ઉપરાંત લૉંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ (LTCG) અને ડિવિડન્ટ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને ખતમ કરવાની જાહેરાત પણ બજેટમાં થઈ શકે છે, જેનાથી શેરબજારમાં મોટી તેજીની આશા છે.

જો સરકાર ગ્રામ્ય ક્ષેત્રમાં ખર્ચ વધારવાનો વિકલ્પ પસંદ કરે છે તો હિન્દુસ્તાન યુનિલીવર, કોલગેટ-પામોલિવ ઇન્ડિયા અને ડાબરને ફાયદો થશે.

First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर