Home /News /business /

Budget 2020 : પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, જાણો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે

Budget 2020 : પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, જાણો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે

ન્યૂઝ18 ક્રિએટિવિટી.

ટેક્સ માળખાને પાંચ હિસ્સામાં વહેંચવામાં આવ્યું છે, પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે. 15 લાખથી વધારેની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

    નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2020 રજૂ કર્યું હતું. જેમાં ઇન્કમ ટેક્સના સ્લેબને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે હવે પાંચ લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા પાંચથી દશ લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગતો હતો. જોકે, નાણા મંત્રીએ શરતોની સાથે ટેક્સમાં છૂટ આપી છે.

    નવું ટેક્સ માળખું :

    • 5 લાખથી 7.5 સુધીની આવક : 10% ઇન્કમ ટેક્સ

    • 7.5 લાખથી  10 લાખ સુધીની આવક : 15%  ઇન્કમ ટેક્સ

    • 10 લાખથી 12.5 લાખ સુધીની આવક :  20% ઇન્કમ ટેક્સ

    • 12.5 લાખથી 15 લાખ સુધીની આવક 25% ઇન્કમ ટેક્સ

    • 15 લાખથી વધારેની આવક પર 30% ઇન્કમ ટેક્સ  લાગશે




    કેટલી બચત થશે: 

    જૂના માળખા પ્રમાણે જો કોઈ વ્યક્તિની આવક 15 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તે કોઈ જ ટેક્સ છૂટનો લાભ નથી લેતો તો તેણે  2.73 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવો પડતો હતો. નવા ટેક્સ માળખા પ્રમાણે આવી વ્યક્તિએ હવે 1.95 લાખ રૂપિયા ટેક્સ  ચુકવવો પડશે. એટલે કે 78 હજાર રૂપિયાનો ફાયદો થશે.

    ટેક્સમાં છૂટ પરંતુ શરતો લાગૂ

    નિર્મલા સીતારમણે ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરી છે. જોકે, આ માટે કેટલીક શરતો લાગૂ રહશે. નાણા મંત્રીની જાહેરાત પ્રમાણે નવો ટેક્સ સ્લેબ લાગૂ કરવાની વ્યવસ્થા વૈકિલ્પક રહેશે. એટલે કે કોઈ રોકાણકારે નવા ટેક્સ સ્લેબનો લાભ લેવો હશે તો તેમણે ટેક્સમાં મળતી છૂટનો ત્યાગ કરવો પડશે. એટલે કે તમે પહેલા વીમો, રોકાણ, ઘરનું ભાડું, બાળકોની ફી વગેરે જેવા 70 મુદ્દા પર જે લાભ મેળવી રહ્યા હતા તેનો ત્યાગ કરવો પડશે. પહેલા ટેક્સ ભરતી વખતે આ વસ્તુઓ પર વળતર મળતું હતું.

    પહેલા કેટલો ટેક્સ લાગતો હતો?

    >> વર્તમાન ટેક્સ સ્લેબમાં 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી.
    >> અઢીથી પાંચ લાખની આવક પર પાંચ ટકા ટેક્સ.
    >> પાંચથી દશ લાખની આવક પર 20 ટકા ટેક્સ .
    >> 10 લાખથી વધારેની આવક પર 30 ટકા ટેક્સ.

    કરદાતાઓને ઓછીમાં ઓછી મુશ્કેલી પડશે

    નાણામંત્રીએ કરદાતાઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે કાયદા આધારિત ટેક્સ ચાર્ટર બનાવવાની જાહેરાત કરી હતી. આ કાયદો બનાવવાનો ઉદેશ્ય કરદાતાઓની મુશ્કેલી ઓછો કરવાનો છે.

    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Budget 2020, Union Budget 2020, આયકર વિભાગ, બજેટ, મોદી સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन