Airport ઉપર ડ્યૂટી ફ્રી સ્ટોરથી હવે માત્ર એક જ બોટલ દારુ ખરીદી શકાશે, આ છે કારણ

News18 Gujarati
Updated: January 19, 2020, 7:45 PM IST
Airport ઉપર ડ્યૂટી ફ્રી સ્ટોરથી હવે માત્ર એક જ બોટલ દારુ ખરીદી શકાશે, આ છે કારણ
ફાઈલ તસવીર

સરકાર દેશમાં બિનજરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવાના વિવિધ ઉપાયોગ ઉપર ધ્યાન આપી રહી છે. સરકારનું માનવું છે કે, બિનજરૂરી વસ્તુઓની આયાતથી દેશનો વ્યાપાર ખાધ ઘટી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ એરપોર્ટ (Airports) ઉપર સ્થિત શુલ્ક મુક્ત સ્ટોર (Duty Free Store) ઉપર આગામી દિવસોમાં એક બોટલ દારૂ જ ખરીદી શકાશે. સરકાર બિન જરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવા માટે આ સીમા લગાવવા માટે વિચાર કરી રહી છે. સુત્રોએ આ અંગે જાણકારી આપી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વાણિજ્ય મંત્રાલયે પહેલી ફેબ્રુઆરીએ રજુ થનારા સામાન્ય બજેટને ધ્યાનમાં રાખીને નાણાંમંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણને આ સલાહ આપી છે. મંત્રાલયે ડ્યૂટી ફ્રી સ્ટોરથી એક કાર્ટન સિગારેટ ખરીદવાની સુવિધા બંધ કરવાની સલાહ આપી છે. અત્યાર સુધી જે વ્યવસ્થા છે એ અંતર્ગત વિદેશથી આવનારા મુસાફરો એરપોર્ટ ઉપર સ્થિત ડ્યૂટી ફ્રી સ્ટોરથી બે લીટર દારૂ (liquor bottle) અને એક કાર્ટન સિગારેટ ખરીદી શકે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ ભાઈની વર્દી પહેરી રોફ જમાવવા નીકળ્યો ડુપ્લિકેટ ફોરેસ્ટ ઓફિસર પછી થઈ જોવા જેવી

એક લીટર દારૂ ખરીદવાની મંજૂરીઃ સુત્રોના જણાવ્યા પ્રમાણે અનેક દેશ અત્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધુમાં વધું એક લિટર દારુ ખરીદવાની મંજૂરી આપે છે. ભારત પણ આને અપનાવી શકે છે. સરકાર દેશમાં બિનજરૂરી વસ્તુઓની આયાતને ઓછી કરવાના વિવિધ ઉપાયોગ ઉપર ધ્યાન આપી રહી છે. સરકારનું માનવું છે કે, બિનજરૂરી વસ્તુઓની આયાતથી દેશનો વ્યાપાર ખાધ ઘટી શકે છે.

આ પણ વાંચોઃ-Airtelનો નવો પ્લાન, રૂ.179માં અનલિમિટેડ કોલની સાથે મળશે 2 લાખનો વીમો

50,000 રૂપિયાના સામાનની ખરીદી પર કોઈ ઇમ્પોર્ટ ડ્યૂટી નહીંડ્યૂટી ફ્રી દુકાનોથી દેશમાં આવનારા વિદેશી યાત્રીઓ સામાન્ય રીતે 50,000 રૂપિયાનો સામાન ખરીદી શકે છે. આ ઉપર તેમને આયાત શુલ્ક આપવો પડતો નથી. આ સામાનો ઉપર કસ્ટમ ડ્યૂટી વધવાની શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ-1 લાખથી વધારે કિંમતનો છે સ્માર્ટ પંખો, TVની જેમ કરશે કામ, જુઓ તસવીરો

સુત્રોના જણાવ્યા પ્રમાણે વાણિજ્ય મંત્રાલયે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે વિનિર્માણની વૃદ્ધિને ગતિ આપવા માટે આગામી બજેટમા કાગળ, બૂટ-ચપ્પલ, રબરના સામાન અને રમકડા વગેરે ઉપર સીમા શુલ્ક વધારવાની સલાહ આપી છે.

મંત્રાલય ફર્નિચર, રસાયણ, રબર, કોટેડ કાગજ અને પેપર બોર્ડ સહિત વિવિધ ક્ષેત્રોમાં 300થી વધારે સામાન ઉપર સીમા શુલ્કને તાર્કિક બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.
First published: January 19, 2020
વધુ વાંચો
अगली ख़बर