Tax Calculator : સરકારે ટેક્સ સ્લેબ બદલ્યો, એક ક્લિકમાં જાણો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે

News18 Gujarati
Updated: February 1, 2020, 4:31 PM IST
Tax Calculator : સરકારે ટેક્સ સ્લેબ બદલ્યો, એક ક્લિકમાં જાણો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે
પ્રતિકાત્મક તસવીર

નિર્મલા સીતારમણે કહ્યુ કે (Nirmala Sitharaman) નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થા વૈકલ્પિક રહેશ, કરદાતાએ નવી અને જૂની ટેક્સ વ્યવસ્થામાંથી પસંદગી કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કરદાતાઓને મોટી રાહત આપતા કર કાયદાને સરળ બનાવવા માટે વૈકલ્પિક વ્યક્તિગત ટેક્સ વ્યવસ્થા (Income Tax 2020) રજૂ કરી છે. Budget 2020માં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 2.5 લાખ સુધીની આવક કર મુક્ત રહેશે. 2.5 લાખથી પાંચ લાખ સુધીની આવક પર પાંચ ટકા ટેક્સ લાગશે, પરંતુ 12,500 રૂપિયાની છૂટ ચાલુ રહેતા પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.

નવી કર વ્યવસ્થા પ્રમાણે 0થી 5 લાખ સુધીની આવક કર મુક્ત રહેશે. પાંચથી 7.50 લાખ સુધી 10 ટકા, 7.5 થી 10 લાખ સુધી 15 ટકા, 10થી 12.5 લાખ સુધી 20 ટકા, 12.5થી 15 લાખ સુધી 25 ટકા અને 15 લાખથી વધારેની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

આવી રીતે ગણતરી કરો



નાણા મંત્રીએ કહ્યુ કે કોઈ વ્યક્તિ પ્રતિવર્ષ 15 લાખ રૂપિયાની કમાણી કરે છે તો તેણે પહેલા કોઈ પણ કપાત વગર 2.73 લાખ રૂપિયા ચુકવવા પડતા હતા, નવા સ્લેબ પ્રમાણે તેણે 1.95 લાખ રૂપિયા આપવા પડશે. જોકે, ટેક્સની ગણતરી સંખ્યા અને પ્રકાર કપાતના આધાર અલગ અલગ હોય છે. જોકે, નવા ટેક્સનો લાભ ઉઠાવવા માટે કોઈ પણ પ્રકારની છૂટ નહીં મળે.
First published: February 1, 2020, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading