Mutual Fundsમાં પૈસા રોકતા લોકો માટે મોટા સમાચાર, બજેટના આ નિર્ણયથી ઘટશે તમારો નફો

પ્રતિકાત્મક તસવીર

માની લો કે તમને કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી ડિવિડન્ટ મળે છે તો હવે સેક્શન 194K અંતર્ગત 10 ટકાના દરથી ડિવિડન્ટ પર TDS આપવો પડશે.

 • Share this:
  નવી દિલ્હી : મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)માં પૈસા રોકતા લોકો માટે આ વખતે બજેટમાં નિરાશા હાથ લાગી છે. સરકારે ડિવિડન્ટ ડિસ્ટ્રીબન્યૂશન ટેક્સ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકાર શુક્રવારે કંપનીઓ પર ડિવિડન્ટ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને હટાવવાનો પ્રસ્તાવ કર્યો છે. નવા નિર્ણય અંતર્ગત હવે ડિવિડન્ટ પર ટેક્સ રોકાણકારે ચૂકવવો પડશે. નોંધનીય છે કે હાલના સમયમાં કંપનીઓએ શેરધારકોને આપવામાં આવતા ડિવિડન્ટ પર ચૂકવણીના 15 ટકા ટીડીએસ ચૂકવવો પડે છે. આ ઉપરાંત તેના પર સરચાર્જ અને સેસ પણ લાગે છે.

  હવે શું થશે?

  માની લો કે તમને કોઈ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં ડિવિડન્ટ મળે છે, તો હવે સેક્શન 194K અંતર્ગત 10 ટકાના દરથી ટીડીએસ ચૂકવવો પડશે. આ સરકાર તરફથી ડીડીટીને હટાવીને રોકાણકાર પર ડિવિડન્ટ પર ટેક્સ લગાવવાની જૂની વ્યવસ્થા પ્રમાણે ઉઠાવવામાં આવેલું પગલું છે.

  મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારો નિરાશ

  બજેટમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને નિરાશા મળી છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર લૉંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સને ખતમ કરી નાખવામાં આવશે. પરંતુ આવું ન થયું. નાણા મંત્રીએ ઇક્વિટિ મ્યુચ્યુઅલ ફંડો પર એલટીસીજી ટેક્સને જેમનો તેમ રાખ્યો છે. માર્કેટના અનેક જાણકારોને આશા હતી કે એલટીસીજી ટેક્સને રૉલબેક કરવામાં આવશે. આવું ન થાય તો એલટીસીજી ટેક્સ માટે હોલ્ડિંગ પીરિયડને વધારવાની આશા હતી. શનિવારે નાણા મંત્રીએ પોતાનું બીજું બજેટ રજૂ કરતી વખતે આ બંને આશા પર પાણી ફેરવી દીધું હતું.

  જો ઇક્વિટિ મ્યુચ્યુઅલ ફંડને એક વર્ષથી વધારે સમય માટે રાખવામાં આવે છે તો તેના રિટર્નને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ માનવામાં આવે છે. કોઈ પણ નાણાકીય વર્ષમાં એક લાખથી વધારે રકમ પર આવા લાભ પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. 2016માં પોતાના બજેટ ભાષણમાં અરુણ જેટલીએ આ ટેક્સ ફરીથી શરૂ કર્યો હતો.

  ગત દિવસોમાં ટ્વિટર પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડો પર એલટીસીજીના પક્ષમાં વોટિંગ કર્યું હતું. જે બાદમાં સેક્સન 80સી અંતર્ગત ટેક્સ ડિડક્શનની સીમા વધારવા તેમજ પર્સનલ ઇન્કમ ટેક્સમાં ઘટાડો કરવાની તરફેણમાં વોટિંગ કર્યું હતું.  શનિવારે શું થયું?

  નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કરતા કહ્યુ કે ભારત રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે કહ્યુ, આ એક મહત્વપૂર્ણ સાહસિક કદમ છે, જેમાં ભારત રોકાણ માટે ગંતવ્ય સ્થળ બનશે. નાણા મંત્રીએ કહ્યું કે આનાથી 25 હજાર કરોડ રૂપિયાનું નુકસાન પણ થશે.

  કંપની કેવી રીતે કરે છે ડિવિડન્ટની જાહેરાત?

  મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ ત્યારે જ ડિવિડન્ટની જાહેરાત કરે છે જ્યારે તેના પોર્ટફોલિયોમાં નફો થાય છે. ફંડ મેનેજરો શેરને ખરીદે અને વેચે છે, જેનાથી પોર્ટફોલિયોને પ્રૉફિટ થાય છે. ડેટ્સ ફંડ્સના કેસમાં પોર્ટફોલિયોને બૉન્ડમાં રોકાણ પર વ્યાજ અથવા ડિવિડન્ટ મળે છે. આવી રકમને ફંડ મેનેજર ડિવિડન્ટના સ્વરૂપમાં રોકાણકારોને આપી દે છે.

  મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ દરરોજ, દર મહિને, દર ત્રણ મહિને અથવા વર્ષમાં એક વાર ડિવિડન્ટની જાહેરાત કરી શકે છે. આ સ્કિમની કેટેગરી પર આધાર રાખે છે. અનેક હાઇબ્રિડ પ્લાન માસિક આવક પર પ્લાન યુનિટહોલ્ડર્સને દર મહિને ડિવિડન્ટ આપવાનો પ્રયાસ કરે છે.

  જોકે, ડિવિડન્ટ મળશે જ તેવું નક્કી નથી હોતું, એ પણ નક્કી નથી હોતું કે ડિવિડન્ટના સ્વરૂપમાં કેટલી રકમ મળશે. ડિવિડન્ટ સ્કીમમાં નેટ અસેટ વેલ્યૂ (NAV)ને વધવા દેવામાં નથી આવતી. જ્યારે એનએવી એક નિશ્ચિત સ્તર પર પહોંચે છે ત્યારે અસેટ મેનેજમેન્ટ કંપની ડિવિડન્ટની જાહેરાત કરે છે.

  માની લો કે 14 રૂપિયાની એનએવી પર કોઈ રોકાણ કરે છે અને ડિવિડન્ટ સ્કિમનો લાભ લે છે. સ્કિમ સારું પ્રદર્શન કરે છે અને એનએવી વધીને 16 રૂપિયા પર પહોંચી જાય છે. આવા કેસમાં ફંડ હાઉસ બે રૂપિયા ડિવિડન્ટ સ્વરૂપમાં આપી દે છે. જેનાથી એનએવી ઘટીને ફરીથી 14 રૂપિયા થઈ જાય છે.

  નિષ્ણાતો કહે છે કે એવા રોકાણકારોને ડિવિડન્ટ સ્કીમમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે જે લોકો જોખમ ઉઠાવવા નથી માંગતા અને અમુક આવક ઈચ્છી રહ્યા છે. જે લોકો એસઆઈપીથી લાંબા સમયમાં મોટી સંપત્તિ બનાવવા માંગે છે તેમણે ગ્રોથ વિકલ્પ પસંદ કરવો જોઈએ.

  Published by:Vinod Zankhaliya
  First published: