બજેટમાં ખાતરને લઈને મોટી જાહેરાત કરી શકે છે સરકાર, ખેડૂતોને થશે ફાયદો

બજેટમાં ખાતરને લઈને મોટી જાહેરાત કરી શકે છે સરકાર, ખેડૂતોને થશે ફાયદો
બજેટમાં ખાતરને લઈને મોટી જાહેરાત કરી શકે છે સરકાર, ખેડૂતોને થશે ફાયદો

ભારત ડીએપી માટે 95 ટકા કાચો માલ આયાત કરે છે

  • Share this:
    નવી દિલ્હી : આગામી 1 ફેબ્રુઆરીને રજુ થનાર સામાન્ય બજેટ (Budget 2020)માં કેન્દ્ર સરકારે ફર્ટીલાઇઝર(Fertlizer)ને લઈને મોટી જાહેરાત કરી શકે છે. CNBC આવાજે સૂત્રોના હવાલાથી કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખાતરના આયાતના બદલે ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર આપી રહી છે. આ સંબંધમાં સરકાર બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. સંભવ છે કે DAP માટે ઉપયોગ કરતા કાચા માલ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટીને ઘટાડી શકે છે. વર્તમાનમાં DAP આયાત કરવા પર કાચા માલ પર 5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. ભારત ડીએપી માટે 95 ટકા કાચો માલ આયાત કરે છે.

    સબસિડી પેમેન્ટનો પણ રોડમેપ તૈયાર કરી રહી છે સરકાર


    ભારતમાં 29 ટકા યૂરિયા પણ ઇમ્પોર્ટ કરવું પડે છે. ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા સિવાય બજેટમાં સરકાર એ પણ જાહેરાત કરી શકે છે કે ખાતર પર સબસિડી પેમેન્ટ માટે ચીની મોડલને અપનાવવામાં આવે. સૂત્રોના મતે સરકાર આ વિશે વિચાર કરી રહી છે. બધા પ્રકારની ખાતર સબસિડી ઇન્પુટના આધારે નક્કી કરવાનો પ્રસ્તાવ છે. સાથે કેન્દ્ર સરકાર સમય પર સબસિડી પેમેન્ટ કરવા માટે રોડમેપની પણ જાહેરાત કરી શકે છે.

    આ પણ વાંચો - હિંસાથી સમાધાન શોધી રહેલા લોકોને અપીલ છે કે તે પાછા ફરે : PM મોદી

    ખેડૂતોના ખાતામાં ખાતરની સબસિડી નાખવા ઉપર પણ વિચાર
    ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં ખાતર સબસિડી નાખવાની વ્યવસ્થા કરી શકે છે. જો કેન્દ્ર સરકાર કોઈ એવી વ્યવસ્થા લાવે છે તો તેમાં ગેસ સિલિન્ડરની જેમ ખાતર માટે પણ ખેડૂતોના ખાતામાં સબસિડીના પૈસા સીધા નાખવામાં આવશે. આને અંદાજ જણાવતા ઇફ્કો (IFFCO)ના પ્રબંધ નિર્દેશક યુ એસ અવસ્થીએ કહ્યું હતું કે આનાથી ખેડૂત પોતાનું મનપસંદ ખાતર ખરીદવા માટે સ્વતંત્ર થઈ જશે.

    Published by:News18 Gujarati
    First published:January 26, 2020, 20:39 pm

    ટૉપ ન્યૂઝ