બજેટ 2020 : 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનશે, તેજસ ટ્રેનની સંખ્યા વધારાશે

બજેટ 2020 : 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનશે, તેજસ ટ્રેનની સંખ્યા વધારાશે
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને શનિવારે મોદી સરકારનું બીજું બજેટ 2.0 રજૂ કર્યું. અર્થશાસ્ત્રના મોરચે પડકારોનો સામનો કરી રહેલા મોદી સરકારના આ બજેટમાં ખાસ શું છે વાંચો

 • Share this:
  નવી દિલ્હી : નવી દિલ્હી : નાણાકીય વર્ષ 2020-21નું યૂનિયન બજેટ (ખાતાવહી) આજે સવારે 11 વાગ્યાથી રજૂ થઈ રહ્યું છે. નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બીજું યૂનિયન બજેટ (Budget 2020) રજૂ કર્યુ છે. આ બજેટમાં નાણામંત્રી સીતારમણે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રી જણાવ્યું છે કે દેશમાં જલ્દી બુલેટ ટ્રેન દોડશે અને સરકાર 100 નવા ઍરપોર્ટનું નિર્માણ કરશે

  બુલેટ ટ્રેન ટૂંક સમયમાં દોડશે, દેશમાં 100 એરપોર્ટ બનાવાશે: નિર્મલા સીતારમણ  1 દેશમાં માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા સરકાર ભારે રોકાણ કરશે. આ અંતર્ગત આધુનિક રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, લોજિસ્ટિક સેન્ટરો બનાવવામાં આવશે.

  2 ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને યુવાઓને તેમના સ્ટાર્ટઅપ્સમાં ઉમેરવાની અપીલ કરવામાં આવશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે, ચેન્નાઈ-બેંગ્લોર એક્સપ્રેસ વે ટૂંક સમયમાં પૂર્ણ થશે. 6000 કિ.મી. હાઈવે પર નજર રાખવામાં આવશે

  3 દેશમાં 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. 24000 કિ.મી. ટ્રેન નેટવર્કને ઇલેક્ટ્રીક બનાવવામાં આવશે.

  4 તેજસ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે, જે પર્યટક સ્થળે જશે. મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ ઝડપી કરવામાં આવશે.

  5 જળ વિકાસ માર્ગનો વિસ્તાર કરવામાં આવશે, આસામ સુધી આ માર્ગને વિસ્તૃત કરવાની યોજના છે. 1.70 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટમાં રોકવામાં આવશે.

  6 નાણાં પ્રધાને કહ્યું કે માનવરહિત રેલ ફાટક ખતમ કરવામાં આવ્યા છે . 27,000 કિલોમીટર લાંબી રેલ્વે લાઇનનું વીજળીકરણ કરવામાં આવશે. મુંબઇ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ્વેનું કામ ઝડપી કરવામાં આવશે. રેલવેની માલિકીની જમીન પર મોટા પાયે સૌર ક્ષમતા સ્થાપિત કરવાની પણ દરખાસ્ત છે.

  7 રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, સિંગલ વિંડો ઇ-લોજિસ્ટિક માર્કેટ બનાવવામાં આવશે

  ખેડૂતો માટે 16 સૂત્રની ફોર્મ્યુલા જાહેર કરી : ખેડૂતો માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે 16 સૂત્રની ફોર્મ્યુલા જાહેર કરી છે. નાણા મંત્રીએ કહ્યુ કે સરકાર તરફથી ખેડૂતો માટે મોટી યોજનાઓ લાગૂ કરવામાં આવી છે. સરકારનું લક્ષ્ય 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનું છે.

  આ પણ વાંચો 

  બજેટ 2020 : ખેડૂતો માટે 16 સૂત્રોની મોટી જાહેરાતો, વિમાનમાં અનાજની હેરફેર કરાશે

  Budget 2020 Live: 2022 સુધીમાં બનશે 100 નવા એરપોર્ટ, દરેક જિલ્લામાં મેડિકલ કાલેજ શરૂ થશે

  બજેટ 2020 : સ્વાસ્થ્ય યોજનાઓ માટે 70 હજાર કરોડની ફાળવણી, દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ

  બજેટ 2020 : નિર્મલા સીતારમણે બજેટના મુખ્ય અંશો, વિવિધ ક્ષેત્રો માટે કરી જાહેરાત
  Published by:News18 Gujarati
  First published:February 01, 2020, 12:42 pm

  ટૉપ ન્યૂઝ