બજેટ 2020 : શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડ ફાળવવાની જાહેરાત, નવી શિક્ષણ નીતિ રજૂ થશે

પ્રતિકાત્મક તસવીર

બજેટ 2020: નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે શિક્ષણ ક્ષેત્ર વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કેન્દ્ર સરકાર ખૂબ જ જલ્દી નવી શિક્ષણ નીતિ લાવશે. તેમણે એ પણ જાહેરાત કરી કે આ ક્ષેત્રમાં વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) લાવવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી : નાણામંત્રી નિરામલા સીતારામને (Finance Minister Niramala Sitharaman) શનિવારે મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટમાં શિક્ષણ ક્ષેત્રને (Education Sector) લઈને અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્ર વિશે જણાવ્યું હતું કે, દેશમાં ખૂબ જ જલ્દી નવી શિક્ષણ નીતિ (New Education Policy) રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગે રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે અને તેની પ્રારંભિક પ્રક્રિયા પૂર્ણ થતાં જ નવી શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે સારા શિક્ષકો અને અન્ય સુવિધાઓ માટે મોટા પાયે મૂડી ઉભી કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને નાણાં પ્રધાને શિક્ષણ ક્ષેત્રે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) લાવવાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને કહ્યું કે માર્ચ 2021 સુધીમાં દેશભરની 150 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ (Apprenticeship Programme) શરૂ કરવામાં આવશે.

  શિક્ષણ ક્ષેત્ર માટે 99, 300 કરોડની જાહેરાત 

  બજેટ સ્પીચ 2020 (Budget Speech 2020) માં નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ (Skill Development Programmer) માટે 3 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

  શિક્ષણ ક્ષેત્ર માટેની મહત્ત્વની જાહેરાતો

  1 સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ (Study In India Programme) અંતર્ગત ઇન્ડ-એસએટી એશિયા અને આફ્રિકામાં કાર્ય કરશે.

  2 નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે પછાત વર્ગના યુવાનોની ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચ વધારવા માટે પણ કામગીરી કરવામાં આવશે.

  3 ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ડીગ્રી કક્ષાની ઓનલાઇન યોજના શરૂ કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે આ માટે દેશની ટોચની 100 સંસ્થાઓમાં જ આ સુવિધા આપવામાં આવશે.

  4 નાણામંત્રી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની દરખાસ્ત પણ કરી. તેમજ ડોકટરોની અછતને પહોંચી વળવા માટે દરેક જિલ્લા હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.

  5 બજેટમાં એવી ઘોષણા કરવામાં આવી હતી કે જિલ્લા કક્ષાએ મેડિકલ કોલેજ શરૂ કરવા કેન્દ્ર સરકાર PPP મોડેલ અપનાવશે

  6 યુવાન ઇજનેરોને સ્થાનિક સંસ્થાઓમાં કામ કરવા માટે ઇન્ટર્નશીપ સુવિધા આપવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે શિક્ષકો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની વિશાળ અછત છે.

  આ પણ વાંચો : બજેટ 2020 : નિર્મલા સીતારમણે બજેટના મુખ્ય અંશો, વિવિધ ક્ષેત્રો માટે કરી જાહેરાત

  આ પણ વાંચો : આમ આદમીને ઝટકો : લક્સ, લાઇફબૉય, લિરિક્સ અને રેક્સોના જેવા સાબુ મોંઘા થશે

  આ પણ વાંચો : બજેટ 2020 : 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનશે, તેજસ ટ્રેનની સંખ્યા વધારાશે

  આ પણ વાંચો : બજેટ 2020 : સ્વાસ્થ્ય યોજનાઓ માટે 70 હજાર કરોડની ફાળવણી, દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ

  આ પણ વાંચો :   Budget 2020 Live: LICનો આઈપીઓ આવશે, IDBI બેંકનો બચેલો હિસ્સો સરકાર વેચશે
  Published by:Jay Mishra
  First published: