Home /News /business /કર્મચારીઓને સરકારની ભેટ, ગ્રેચ્યુઇટીની મર્યાદા વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી

કર્મચારીઓને સરકારની ભેટ, ગ્રેચ્યુઇટીની મર્યાદા વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી

ન્યૂઝ18 ક્રિએટિવ

Union Budget 2019: ગ્રેચ્યુઇટીસંશોધન અધિનિયમન લાગુ થવા પહેલાં ગ્રેચ્યુઇટીની ચુકવણીની મર્યાદા રૂપિયા 10 લાખ હતી જેમાં વધારો કરવાની જાહેરાત નાણા મંત્રીએ કરી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: કેન્દ્ર સરકારના વચગાળાના બજેટમાં નાણા મંત્રી પીયૂશ ગોયલે નોકરિયાતો માટે રાહત આપી છે. નાણા મંત્રી બેજટમાં ગ્રેચ્યુઇટીની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. પીયૂશ ગોયલે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે હવે પછી ગ્રેચ્યુટીની મર્યાદા રૂપિયા 20 લાખ સુધીની રાખવામાં આવશે. વર્ષ 2018માં આવેલા ગ્રેચ્યુઇટી સંશોધન અધિનિયમન બાદ કર્મચારીઓની ગ્રેચ્યુઇટીની મર્યાદા વધારી દેવામાં આવી છે.

    જે સંસ્થાઓમાં 10 કે તેથી વધારે કર્મચારી હોય તે ગ્રેચ્યુઇટીની સીમામાં આવે છે, અને તે સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ચુકવવી પડે છે. કર્મચારીઓના નિવૃત થયા બાદ તેમને સામાજિક સુરક્ષા આપવા માટે ગ્રેચ્યુઇટી ચુકવવામાં આવે છે, જેના અંતર્ગત અત્યાર સુધી ટોચની મર્યાદા રૂપિયા 10 લાખ હતી જે વધારીને રૂપિયા 20 લાખ કરાઈ છે. આ મર્યાદામાં વધારો સાતમાં પગાર પંચના લાગુ થવાની સાથે કરવામાં આવ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gratuity, Union Budget 2019, કર્મચારી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन