Budget 2019: મજૂરોને સરકારની ભેટ, દર મહિને રૂ. 3,000 પેન્શન આપશે

નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે ગ્રેચ્યુટીની મર્યાદા વધારીને રૂપિયા 20 લાખ કરાઈ છે.

Union Budget 2019: નાણા મંત્રી પિયૂશ ગોયલે વચગાળાના બજેટમાં વડા પ્રધાન શ્રમયોગી માનધન નામથી મજૂરો માટે પેન્શન યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત દર મહિને રૂપીયા 15,000 પગાર મેળવનાર વ્યક્તિ લાભ મેળવી શકશે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: નાણા મંત્રી પીયૂશ ગોયલે વચગાળાના બજેટમાં વડા પ્રધાન શ્રમઆયોગી માનધન નામની મજૂરો માટેની પેન્શન યોજાનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા 15,000નો પગાર મેળવનાર લોકોને દર મહિને 100 રૂપિયા આપીને પેન્શનનો લાભ મળશે. તેમણે જણાવ્યું હતું કે આ યોજનાથી10 કરોડ લોકોને ફાયદો પહોંચશે.

    સરકાર દર મહિને 3,000 પેન્શન આપશે

    વડા પ્રધાન શ્રમ આયોગી માનધન યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર પાર કરી ગયેલા મજૂરોને રોજના રૂપિયા 1,00 હિસાબથી દર મહિને રૂપિયા 3,000 આપવામાં આવશે. સરકાર આ યોજના માટે રૂપિયા 5,00 કરોડ ફાળવશે.

    હાઇલાઇટ્સ

    >> રૂપિયા 21,000ના પગાર પર બોનસની ફાળવણી
    >> ગ્રેચ્યુટીની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરાઈ
    >> નવી પેન્શન સ્કીમમાં સરકારની ભાગીદારી 14%
    >> મજૂરોનું અકાળે અવસાન થાય તો રૂપિયા 6 લાખનું વળતર
    Published by:Jay Mishra
    First published: