બજેટ 2019: 3 પૂર્વસૂરિઓને અનુસરી શકશે અરુણ જેટલી?

News18 Gujarati
Updated: January 15, 2019, 3:24 PM IST
બજેટ 2019: 3 પૂર્વસૂરિઓને અનુસરી શકશે અરુણ જેટલી?
નાણા મંત્રી અરુણ જેટલી (ફાઇલ ફોટો)

1 ફેબ્રુઆરી 2019ના રોજ નાણામંત્રી અરૂણ જેટલી પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરી શકે છે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: આગામી 1 ફેબ્રુઆરી 2019ના રોજ નાણામંત્રી અરૂણ જેટલી પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરી શકે છે. આ બજેટ સરકારની જૂની પરંપરાને નિભાવતાં નાણાકીય વર્ષ 2020 માટે વિઝન ડોકયુમેન્ટ હોઈ શકે છે. આ સાથે જ ગત નાણાકીય વર્ષમાં સરકારે કયા મોટા કામ કર્યા છે તેના લેખા-જોખાને રજૂ કરવામાં આવશે. જો વચગાળાના બજેટ હશે તો તેમાં નવી જાહેરાતો નહિ થાય. પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર કેટલાક પગલાં ભરી શકે છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે બજેટમાં ટેક્સ રેટને લઇને થોડી રાહત આપવામાં આવી શકે છે. અત્યાર સુધી સરકારે આ બધા સમાચારોને નકારી કાઢયા છે. તેનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે ટેક્સ રેટ્સમાં થોડા ફેરફાર કરવામાં આવી શકે છે. આ પ્રથમવાર હશે કે જ્યારે વચગાળાના બજેટમાં આવું થશે. પરંતુ સવાલ એ છે કે શું અરૂણ જેટલી ઈતિહાસને પુનરાવર્તિત કરશે ?

નાણાકીય વર્ષ 2015 માટે વચગાળાના બજેટમાં તત્કાલીન નાણામંત્રી પી ચિદંબરમે ઓટોમોબાઇલ સેક્ટર માટે સેંટ્રલ એક્સાઇઝ ટેક્સને ઘટાડ્યો હતો. વર્ષ 2010 માટે વચગાળાના બજેટ માટે તત્કાલીન નાણામંત્રી પ્રણવ મુખર્જીએ લેખાનુદાન પર પોતાના જવાબમાં એક્સાઇઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સના દરમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો.

આ પણ વાંચો, બજેટ 2019: મોદી સરકાર રોજગારીને લઈને કરી શકે છે મોટી જાહેરાત

2004માં તત્કાલીન નાણામંત્રી જસવંત સિંહે લેખાનુદાનના થોડા દિવસો પહેલાં ઇનડાયરેક્ટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી. હાલના નાણામંત્રી અરૂણ જેટલી પાસે ઇનડાયરેક્ટ ટેક્સમાં ફેરફાર કરવાનો વિકલ્પ નથી. કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST લાગૂ થતાં કસ્ટમ્સ ડ્યૂટી અથવા ડાયરેક્ટ ટેક્સેઝમાં જ ફેરફારનો અવકાશ નથી.

હવે જોવાનું એ રહેશે કે નાણામંત્રી અરૂણ જેટલી નાણાકીય વર્ષ 2020 માટે રજૂ થનાર વચગાળાના બજેટમાં ટેક્સ રેટ્સમાં કોઇ કરે છે કે નહી.

આ પણ વાંચો, બજેટ 2019: શું વધશે Income tax છૂટની મર્યાદા અને ખર્ચ કરવાની ક્ષમતા?નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર, આ વચગાળાનું બજેટ હશે. હજુ સુધી આ બજેટ પર ચર્ચા શરૂ થઇ નથી. વચગાળાના બજેટને લેખાનુદાન એટલે કે વોટ ઓન એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. 21 નવેમ્બરે નાણા મંત્રાલયને વિભિન્ન કેન્દ્રીય મંત્રાલયો પાસેથી અરૂણ જેટલીના બજેટ ભાષણ માટે ઇનપુટ માંગ્યા હતા. મળતી માહિતી મુજબ સરકાર ગત વર્ષની માફક આ વખતે પણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે.
First published: January 9, 2019
વધુ વાંચો
अगली ख़बर