બજેટ-2019: પ્રત્યક્ષ અને પરોક્ષ કર, રાજકોષીય ખાધ એટલે શું?

News18 Gujarati
Updated: January 15, 2019, 3:24 PM IST
બજેટ-2019: પ્રત્યક્ષ અને પરોક્ષ કર, રાજકોષીય ખાધ એટલે શું?
પ્રતીકાત્મક તસવીર

બજેટમાં વપરાતા કેટલાક શબ્દો સામાન્ય લોકો માટે સમજવા ક્યારેક અઘરાં થઇ પડે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બજેટમાં વપરાતા કેટલાક શબ્દો સામાન્ય લોકો માટે સમજવા ક્યારેક અઘરાં થઇ પડે છે. હવે સામાન્ય અંદાજપત્ર (જનરલ બજેટ)ને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમે એ પ્રયત્ન કર્યો છે કે, કેટલીક પાયાની બાબતો વિષે લોકો વાકેફ થાય.

વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદા
વાર્ષિક અઢી લાખથી ઓછી આવક ધરાવતા નાગરિકોને હાલ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.જોકે, વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં વધારો કરવા સરકાર વિચારતી હોવાનું અનુમાન છે.

દાખલા તરીકે, મુક્તિમર્યાદામાં સરકાર 50,000 રૂપિયાનો વધારો કરશે તો વાર્ષિક ત્રણ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા નાગરિકોને આવકવેરો ચૂકવવામાંથી મુક્તિ મળશે. તેથી લાખો કરદાતાઓને રાહત થશે.

આ પણ વાંચો, બજેટ 2019: મોદી સરકાર રોજગારીને લઈને કરી શકે છે મોટી જાહેરાત

પ્રત્યક્ષ અને પરોક્ષ કરપ્રત્યક્ષ કર એટલે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવવામાં આવતો વેરો. એ વેરો વ્યક્તિએ તેમની વ્યક્તિગત આવક સંબંધે ચૂકવવાનો હોય છે. તેને અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતો નથી. પ્રત્યક્ષ કરમાં ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે. પરોક્ષ કરમાં ચૂકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર કરી શકાય છે. તેમાં સર્વિસ પ્રોવાઈડર કે ઉત્પાદક દ્વારા આપવામાં આવતી સેવા કે સામગ્રીના અંતિમ વપરાશકર્તા પર કર ટ્રાન્સફર કરવામાં આવે છે.
પરોક્ષ કરમાં જીએસટીનો સમાવેશ થાય છે. વેલ્યૂ એડેડ ટેક્સ, સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, લક્ઝરી ટેક્સ, એન્ટરટેઈન્મેન્ટ ટેક્સ અને ઓક્ટ્રોય વગેરે જેવા વિવિધ પરોક્ષ વેરાનું સ્થાન હવે જીએસટીએ લીધું છે.

આ પણ વાંચો, બજેટ 2019: શું વધશે Income tax છૂટની મર્યાદા અને ખર્ચ કરવાની ક્ષમતા?

લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ
કોઈ રોકાણકારને તેણે જે શેર ખરીદ્યા હોય તેની ખરીદીની તારીખના એક વર્ષથી ઓછા સમયમાં જે લાભ થાય તેના પર વસૂલવામાં આવતા કરને શોર્ટ ટર્મ કેપિટલ ગૅઈન કહેવામાં આવે છે.
વર્તમાન વ્યવસ્થા અનુસાર, શૉર્ટ ટર્મ કેપિટલ ગૅઈન્સ ટેક્સનો દર 15 ટકા છે. એક વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખેલા શેર પર થતા કેપિટલ ગૅઈનને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ઓળખવામાં આવે છે. એ કેપિટલ ગૅઈન કરમુક્ત છે.
લૉન્ગ ટર્મ કેપિટલ ગૅઈન ટેક્સ માટેના હોલ્ડિંગ પીરિયડમાં વધારો કરવાની સરકારની યોજના હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. તેથી કેપિટલ ગૅઈન્સમાંથી કરમુક્તિ મેળવવા માટે શેર્સ લાંબા સમય સુધી, કદાચ ત્રણેક વર્ષ સુધી જાળવી રાખવા પડશે.

આ પણ વાંચો, બજેટ 2019: 3 પૂર્વસૂરિઓને અનુસરી શકશે અરુણ જેટલી?

રાજકોષીય ખાધ
સરકારની કુલ મહેસુલી આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે રાજકોષીય ખાધ સર્જાતી હોય છે. તેમાં ઉછીના લીધેલા નાણાં એટલે કે સરકારે લીધેલી લોનનો સમાવેશ થતો નથી.

નાણાકીય વર્ષ
ભારતમાં નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને 31 માર્ચે તે પુરું થાય છે. આ વર્ષનું બજેટ 2020ના નાણાકીય વર્ષનું હશે, જે પહેલી એપ્રિલ, 2019થી 31 માર્ચ, 2020ના સમયગાળાને દર્શાવે છે.
First published: January 9, 2019
વધુ વાંચો
अगली ख़बर