Budget 2019: બજેટથી શું છે ઈન્ડસ્ટ્રીઝને આશા?

સરકાર આ વખતે બજેટ જુલાઈના પહેલા અઠવાડીયામાં રજૂ કરી શકે છે. જોકે, અત્યાર સુધી સરકાર તરફથી કોઈ તારીખ જાહેર નથી કરવામાં આવી

News18 Gujarati
Updated: June 7, 2019, 4:44 PM IST
Budget 2019: બજેટથી શું છે ઈન્ડસ્ટ્રીઝને આશા?
સરકાર આ વખતે બજેટ જુલાઈના પહેલા અઠવાડીયામાં રજૂ કરી શકે છે. જોકે, અત્યાર સુધી સરકાર તરફથી કોઈ તારીખ જાહેર નથી કરવામાં આવી
News18 Gujarati
Updated: June 7, 2019, 4:44 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજાના કાર્યકાળમાં બજેટની તૈયારીઓ જોર શોર પર ચાલી રહી છે, અને નાણા મંત્રાલયની ઈન્ડસ્ટ્રીઝ સાથે બેઠકો પણ શરૂ શઈ ગઈ છે. ઉદ્યોગ સંગઠન CIIએ લોનના વ્યાજ દર ઘટાડવાની વકાલત કરી છે. CIIના ભાવી અધ્યક્ષ ઉદય કોટકનું કહેવું છે કે સિસ્ટમમાં રોકડની અછત નથી પરંતુ તેનો ખર્ચ વધારે છે. નાની બચત યોજનાઓ પર વધતા વ્યાજથી અસંતુલન પેદા થયું છે. બેન્કો પણ ડિપોઝિટ પર વ્યાજ વધારવા લાગી છે. તેમનું કહેવું છે કે, નાની બચત યોજનાઓ પર વ્યાજ પર સંતુલિત વલણ અપનાવવું જોઈએ.

ઓટો સેક્ટરમાં મંદી છે, અને લોકો પૈસા ખર્ચ નથી કરી રહ્યા. ટીવીએસ મોટરના ચેરમેન વેણુ શ્રીનિવાસને નેટવર્ક 18 સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું સિસ્ટમમાં રોકડની ઘણી અછત છે. નવી મોદી સરકારનું સૌથી વધારે ફોકસ ડિમાંડ વધારવા પર હશે.

મોદી સરકારની વાપસી બાદ હવે સરકારની નજર જુલાઈમાં આવી રહેલા પૂર્ણ બજેટ પર છે. સૂત્રોનું માનીએ તો, સરકાર આ વખતે બજેટ જુલાઈના પહેલા અઠવાડીયામાં રજૂ કરી શકે છે. જોકે, અત્યાર સુધી સરકાર તરફથી કોઈ તારીખ જાહેર નથી કરવામાં આવી

શું હોય છે પૂર્ણ બજેટ
નવી સરકાર બન્યા બાદ વર્ષભરના ખર્ચના લેખા-જોખા જાહેર કરવામાં આવે છે. આને જ પૂર્ણ બજેટ કહેવામાં આવે છે. તેના દ્વારા સરકારની ઈનકમ અને ખર્ચનો હિસાબ સરકાર રજૂ કરે છે. આ સિવાય આ પૂરા વર્ષ માટે હોય છે. પૂર્ણ બજેટમાં આંકડાઓ દ્વારા સરકાર સંસદને જણાવે છે કે, તે આવનારા નાણાંકીય વર્ષમાં કઈ વસ્તુ પર કેટલો ખર્ચ કરવાની છે.

અંતરીમ બજેટ પૂરા વર્ષ માટે રજૂ કરવામાં આવે છે, જ્યારે અંતરીમ બજેટ થોડા જ મહિનાઓ માટે રજૂ કરવામાં આવે છે. અંતરિમ બજેટના થોડા મહિના બાદ નવી સરકાર તરફથી તેજ વર્ષે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવે છે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...