Home /News /business /Budget 2019: બજેટ દરમિયાન સદનમાં કેમ લાગ્યા ‘મોદી-મોદી’ના નારા

Budget 2019: બજેટ દરમિયાન સદનમાં કેમ લાગ્યા ‘મોદી-મોદી’ના નારા

બજેટ દરમિયાન સદનમાં કેમ લાગ્યા ‘મોદી-મોદી’ના નારા

બજેટમાં એક સમય એવો આવ્યો હતો કે જ્યારે સદનમાં સત્તા પક્ષના સભ્યોએ ‘મોદી-મોદી’ના નારા લગાવવાનું શરુ કર્યું

    મોદી સરકાર તરફથી લોકસભામાં શુક્રવારે રજુ કરાયેલા વચગાળાના બજેટમાં એક સમય એવો આવ્યો હતો કે જ્યારે સદનમાં સત્તા પક્ષના સભ્યોએ ‘મોદી-મોદી’ના નારા લગાવવાનું શરુ કર્યું હતું. વિત્ત મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે 5 લાખ રુપિયા સુધીની આવક પર કોઈ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. આ પહેલા 2.5 લાખ રુપિયા સુધી ટેક્સ ન હતો. આ જાહેરાત પછી એનડીએના બધા સાંસદોએ જોર-જોરથી બેન્ચ થપથપાવાનું શરુ કર્યું હતું અને ‘મોદી-મોદી’ના નારા સદનમાં ગુંજી ઉઠ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બેન્ચ થપથપાવતા જોવા મળ્યા હતા. ઘણા સમય સુધી મોદી-મોદીના નારા લાગ્યા હતા. આ કારણે વિત્ત મંત્રી પીયુષ ગોયલે પોતાનું બજેટ ભાષણ રોકવું પડ્યું હતું. તે પોતાની સીટ ઉપર ઉભા થઈને નારા બંધ થાય તેની રાહ જોતા હતા.

    આ પણ વાંચો - Budget 2019: ઇન્કમ ટેક્સ છુટથી બચશે આટલા પૈસા, તમે આ 7 કામ કરી શકશો

    નોકરીયાત વ્યક્તિને સીધી રીતે આ ટેક્સ સ્લેબ અસર કરે છે. નોકરીયાત હોય કે કામ કરતા લોકો દરેકને પોતાની આવક પર ટેક્સ આપવો પડે છે. જોકે ચૂંટણીના વર્ષમાં સરકારે મોટી રાહત આપતા 5 લાખ સુધીની આવકને ઇન્કમ ટેક્સથી મુક્ત કરી દીધી છે. એટલે કે જેમની વાર્ષિક કમાણી 5 લાખથી ઓછી છે તેમને કોઈ ટેક્સ આપવો પડશે નહીં. દેશમાં મોટા ભાગના નોકરીયાતો આ મર્યાદાની અંદર આવી જાય છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Budget 2019, IT Return, Lok sabha election 2019, PIyush Goyal, Tax rebate, Union Budget 2019, નરેન્દ્ર મોદી, મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन