બજેટની જાહેરાતોને લઈ શેર બજારમાં આવ્યું 'જોશ', સેન્સેક્સ 36,600ને પાર
News18 Gujarati Updated: February 1, 2019, 2:23 PM IST

પ્રતીકાત્મક તસવીર
Budget 2019: સામાન્ય લોકો સાથે જોડાયેલી જાહેરાતો બાદ શેર બજારે વેગ પકડ્યો
- News18 Gujarati
- Last Updated: February 1, 2019, 2:23 PM IST
લોકસભામાં અરૂણ જેટલીને સ્થાને કાર્યવાહક નાણા મંત્રી પિયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું. ગોયલે બજેટમાં ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા પહોંચાડવાથી લઈને મધ્યમ વર્ગને ટેક્સ છૂટ આપવાની જાહેરાત કરી છે. સામાન્ય લોકો સાથે જોડાયેલી જાહેરાતો બાદ શેર બજારે વેગ પકડ્યો છે. સેન્સેક્સમાં 500 પોઇન્ટનો વધારો નોંધાયો છે. બીજી તરફ, નિફ્ટીમાં પણ 130 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ બપોરે 1 વાગ્યે લગભગ 36,720ના સ્તરે પાર કરી ગયું છે.
જોકે, શરૂઆતના ભાષણ દરમિયાન શેર બજારની ચાલમાં સુસ્તી જોવા મળી રહી હતી. બજેટ ભાષણના 1 કલાક બાદ લગભગ 12.10 વાગ્યે સેન્સેક્સ 120 પોઇન્ટના ઉછાળા સાથે 36,380ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો. બીજી તરફ નિફ્ટી 35 પોઇન્ટના વધારા સાથે 10,865ના સ્તરે ટ્રેડ કીર રહ્યો હતો.
આ પણ વાંચો, Budget 2019: બજેટ ભાષણ દરમિયાન ગૂંજ્યો 'How's The Josh', નાણા મંત્રી બોલ્યા 'ઉરી' જોઈ મજા આવીઆ પહેલા બજેટ પહેલા શેર બજારની શરૂઆત વધારા સાથે થઈ. શરૂઆતના ટ્રેડમાં સેન્સેક્સ 150 પોઇન્ટના વધારા સાથે 36,420ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. આ હિસાબે બજટેને લઈને બજારમાં કોઈ ઉત્સાહ જોવા નહોતો જોવા મળ્યો. બીજી તરફ, નિફ્ટી 10,890ના સ્તરે પર આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ સેન્સેક્સમાં લગભગ 665 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો.

Loading...