ઓનલાઇન શોપિંગ માટે આ બજેટમાં નવા નિયમ લાવી શકે છે મોદી સરકાર

News18 Gujarati
Updated: June 11, 2019, 11:16 AM IST
ઓનલાઇન શોપિંગ માટે આ બજેટમાં નવા નિયમ લાવી શકે છે મોદી સરકાર
ગ્રાહકો માટે ઓનલાઇન શોપિંગ કરવું સરળ થવા જઈ રહ્યું છે

ગ્રાહકો માટે ઓનલાઇન શોપિંગ કરવું સરળ થવા જઈ રહ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગ્રાહકો માટે ઓનલાઇન શોપિંગ કરવું સરળ થવા જઈ રહ્યું છે. કન્સ્યૂમર અફેર્સ મંત્રાલય ઈ-કોમર્સ કંપનીઓ માટે ટૂંક સમયમાં એક્સચેન્જ, રિફન્ડ, રિટર્નની ગાઇડલાઇન્સ જાહેર કરવા જઈ રહ્યું છે. તેની સાથોસાથ કન્સ્યૂમર ફોરમનું મોર્ડનાઇઝેશન પણ કરવામાં આવશે. શું છે કન્સ્યૂમર અફેર્સ મંત્રાલયનો 100 દિવસનો એજન્ડા તેની પર કન્સ્યૂમર અફેર્સ સચિવ અવિનાશ શ્રીવાસ્તવથી ણળણ આવાજના સંવાદદાતા અસીમ મનચંદાએ ખાસ વાતચીત કરી છે.

આવો જાણીએ 100 દિવસના એજન્ડા વિશે...

- કન્સ્યૂમર અફેર્સ મંત્રાલયે 100 દિવસનો એજન્ડા તૈયાર કર્યો છે

- તમામ કન્સ્યૂમર ફોરમનું આધુનિકીકરણ કરવામાં આવશે.
- તમામ સ્થળે જૂના કોમ્પ્યુટર બદલવામાં આવશે.
- દાળના ભાવ કાબૂમાં રાખવા માટે બફર સ્ટોક બનશે.- 16 લાખ ટનનો બફર સ્ટોક બનશે
- ઓનલાઇન શોપિંગ માટે નવી ગાઇડલાઇન્સ આવશે
- રિટર્ન, એક્સચેન્જ, રિફન્ડમાં પારદર્શિતા આવશે
- કન્સ્યૂમર અફેર્સ મંત્રાલય નવી ગાઇડલાઇન્સ જાહેર કરશે.
- ગ્રાહકોને ઈ-કોમર્સ કંપનીઓની છેતરપીંડીથી ગાઇડલાઇન્સ બચાવશે.
- વિભાગનું 100 દિવસની અંદર ગાઇડલાઇન્સ જાહેર કરવાનું લક્ષ્ય છે.

આ પણ વાંચો, બજેટ 2019: ફરી મળશે ઈન્કમ ટેક્સમાં છૂટ?

આપને જણાવી દઈએ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી ચલાવવામાં આવી રહેલા રુપે કાર્ડ પેમેન્ટ સ્કીમનો ઓનલાઇન શોપિંગ માટે ઉપયોગ ઘણો વધ્યો છે. તે હવે રિટેલ આઉટલેટ્સના ટર્મિનલ્સ પર થનારા સ્વાઇપના સામાન સુધી પહોંચી ગયો છે. ડિજિટલ પેમેન્ટસ માર્કેટ માટે તે એક રસપ્રદ ટ્રેન્ડ છે કારણ કે રુપે કાર્ડને આ પહેલા મેટ્રો શહેરોની બહારના કસ્ટમર્સ વધુ ઉપયોગ કરતાં હતા.
First published: June 11, 2019, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading