બજેટ 2019: મોદી સરકાર રોજગારીને લઈને કરી શકે છે મોટી જાહેરાત

News18 Gujarati
Updated: January 15, 2019, 3:24 PM IST
બજેટ 2019: મોદી સરકાર રોજગારીને લઈને કરી શકે છે મોટી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: વડાપ્રધાન મોદીએ 2014માં લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન દર વર્ષે 1 કરોડ નવી રોજગારીનું સર્જન કરવાનું વચન આપ્યું હતું. એકતરફ દેશમાં કરોડો યુવાનો નોકરીઓ માટે તૈયાર થી રહ્યા છે, ત્યારે બીજીતરફ ઓટોમેશન અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સને પગલે કેટલાક સેક્ટર્સમાં રોજગારીમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે મોદી સરકાર મિશન 2019ને ધ્યાનમાં રાખતાં નવી રોજગારીને લઈને આગામી સામાન્ય બજેટમાં મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે.

દેશની મોટાભાગની વસતી યુવાનો છે ત્યારે પર્યાપ્ત નોકરીઓનો અભાવ જણાય છે. જેને પગલે દરેક ક્ષેત્ર, શહેરી-ગ્રામીણ, જાતિ અને ધર્મના લોકો માટે આ મુદ્દો મહત્વનો બન્યો છે. આ એવો મુદ્દો છે જે આવનારી કેટલીક વિધાનસભા ચૂંટણી તેમજ 2019 લોકસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ બીજેપીને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો, વચગાળાનું નહિ, 2019માં 'પૂર્ણ બજેટ' રજુ કરશે મોદી સરકાર

બજેટ 2018-19 મોદી સરકાર માટે એક સુવર્મ તક છે, જેને લઈને સરકાર રોજગારીના પ્રશ્નને દૂર કરીને મતદારોનો પાયો વધુ મજબૂત કરી શકે છે. નવી નોકરીઓ છેલ્લા છ વર્ષમાં નીચેના સ્તરે છે. શ્રમ મંત્રાલયના લેબર બ્યૂરોના ડેટા મુજબ 2015માં 1,35,000, 2014માં 4,21,000 અને 2013માં 4,19,000 નવી રોજગારીનું સર્જન થયું છે. જ્યારે લેબર બ્યૂરોના એક સર્વે મુજબ બેરોજગારી દર પણ વિતેલા પાંચ વર્ષમાં સૌથી ઊંચો રહ્યો છે. 2016માં 5%, 2015 4.9% અને 2014માં 4.7% ટકા બેરોજગારી દર હતો.

આ પણ વાંચો, બજેટ 2019: શું વધશે Income tax છૂટની મર્યાદા અને ખર્ચ કરવાની ક્ષમતા?

આગામી લોકસભા ચૂંટણી પૂર્વે પીએમ મોદી સરકારનું આ અંતિમ બજેટ હશે, જેને પગલે સરકાર આ બજેટમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓને વધુ પ્રાધાન્ય આપી શકે છે. આ બજેટમાં સરકાર ખેડૂતોના મુદ્દે વધુ ધ્યાન આપશે એવી અપેક્ષા છે. જ્યારે ખેડૂતો બાદ અન્ય સૌથી મોટો મુદ્દો રોજગારીનો રહેશે.સરકાર નોકરીઓને લઈને મોટી જાહેરાત કરી શકે છે તેવા સંકેત મળી રહ્યા છે. સરકાર આગામી બજેટમાં રાષ્ટ્રીય રોજગાર નીતિની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ નીતિમાં જુદા-જુદા સેક્ટરમાં વધુ નોકરીઓનું સર્જન કરવા માટેનો રોડમેપ તૈયાર કરાશે.
First published: January 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading