Home /News /business /

Budget 2019: ઘર ખરીદનારાઓને બજેટમાં મોટી રાહત આપી શકે છે મોદી સરકાર

Budget 2019: ઘર ખરીદનારાઓને બજેટમાં મોટી રાહત આપી શકે છે મોદી સરકાર

5 જુલાઈએ રજૂ થનારા પૂર્ણ બજેટમાં હોમ લોન લેનારાઓને મોટી રાહત મળી શકે છે

5 જુલાઈએ રજૂ થનારા પૂર્ણ બજેટમાં હોમ લોન લેનારાઓને મોટી રાહત મળી શકે છે

    ન્યૂઝ18 ગુજરાતી : મોદી સરકાર આગામી બજેટમાં ઘર ખરીદનારાઓ માટે મોટી રાહત આપવાની તૈયારીમાં છે. CNBC આવાજની એક્સક્લૂસિવ જાણકારી મુજબ, 5 જુલાઈએ રજૂ થનારા પૂર્ણ બજેટમાં હોમ લોન લેનારાઓને મોટી રાહત મળી શકે છે. સરકાર બજેટમાં હોમ લોનની પ્રિન્સિપલ, વ્યાજ પર ટેક્સ છૂટ વધારવા વિશે વિચાર કરી શકે છે. આ ઉપરાંત રિઅલ એસ્ટેટ સેક્ટર માટે પણ પગલાઓનું એલાન થઈ શકે છે. સૂત્રો મુજબ, નાણા મંત્રાલયે CREDAI પાસે આંકડા માંગ્યા છે. મંત્રાલય ટેક્સ છૂટના ભારનું આકલન કરી રહ્યું છે.

    રિઅલ એસ્ટેટ સેક્ટરને મંદીથી બહાર લાવવાનો પ્રયાસ

    મૂળે, મોદી સરકાર રિઅલ એસ્ટેટ સેક્ટરને મંદીથી બહાર લાવવા માંગે છે. તેથી આ પ્રકારના મજબૂત પગલા બજેટમાં જોવા મળી શકે છે. તેથી અલગ-અલગ વિકલ્પો પર નાણા મંત્રાલય વિચાર કરી રહ્યું છે. સૂત્રો મુજબ, આ વિકલ્પોમાં સરકાર જે એક વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે તે એ છે કે ઘર ખરીદનારાઓને હોમ લોનના વ્યાજ દરોમાં અને પ્રિન્સિપલ પર ટેક્સ છૂટની સીમા વધારવામાં આવશે. હવે કેટલો વધારવામાં આવે તેના અલગ-અલગ રસ્તા હોઈ શકે છે.

    આ પણ વાંચો, ઓનલાઇન શોપિંગ માટે આ બજેટમાં નવા નિયમ લાવી શકે છે મોદી સરકાર

    નાણા મંત્રાલયે CREDAI પાસે આંકડા માંગ્યા

    નાણા મંત્રાલયે રિઅલ એસ્ટેટ સંગઠનોની સંસ્થા CREDAIને પૂછ્યું છે કે હજુ સુધી કેટલા ઘર છે જેની પર હોમ લોન ચાલી રહી છે અને કેટલા ઘર તમે તૈયાર કરવાના છો તેની પર આપનું અનમાન છે હોમ લોન થવાની છે. જેથી મંત્રાલય એવું આકલન લઈ શકે કે ટેક્સ છૂટની સીમા વધારે છે તો આર્થિક રીતે ભારણ કેટલું વધશે.

    CREDAIએ આટલી છૂટની માંગ કરી હતી

    જોકે, CREDAIએ માંગ કરી હતી કે સેક્શન 80 C હેઠળ 5 લાખ પ્રિન્સિપલ પર વાર્ષિક 5 લાખ માટે ટેક્સ છૂટ આપવામાં આવે અને જે વ્યાજ દર છૂટ છે તેને બે લાખ રુપિયાથી વધારીને 4 લાખ રૂપિયા કરી દેવામાં આવે. નાણા મંત્રાલયના સૂત્રો કહે છે કે આટલી મોટી છૂટ આપવી શક્ય ન થાય, પરંતુ કેટલી છૂટ આપવામાં આવે, તેનું આકલન કરવામાં આવી રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Finance ministry, Real estate, Union Budget 2019, મોદી સરકાર, હોમ લોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन