બજેટ 2019: શું વધશે Income tax છૂટની મર્યાદા અને ખર્ચ કરવાની ક્ષમતા?

News18 Gujarati
Updated: January 15, 2019, 3:24 PM IST
બજેટ 2019: શું વધશે Income tax છૂટની મર્યાદા અને ખર્ચ કરવાની ક્ષમતા?
પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી (ફાઇલ ફોટો)

બજેટમાં સરકાર હોમ લોનના મૂળધન અને વ્યાજ પર મળનાર ટેક્સની મર્યાદાને પણ વધારવા પર વિચાર કરી શકે છે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સામાન્ય બજેટમાં ઈન્કમ ટેક્સની છૂટની મર્યાદા વધારવાની જાહેરાત કરી શકે છે. આ અંગેના સંકેત નાણા મંત્રાલય અને ઈન્કમ ટેક્સ વિભાગ વચ્ચે વચગાળાના બજેટના અંતિમ તબક્કાની વાતચીત બાદ મળ્યા છે. આ સાથે બજેટમાં સરકાર હોમ લોનના મૂળધન અને વ્યાજ પર મળનાર ટેક્સની મર્યાદાને પણ વધારવા પર વિચાર કરી શકે છે.

ઈન્કમ ટેક્સની મર્યાદા
હાલ નિયમો અનુસાર વાર્ષિક 2.50 લાખ રૂપિયા સુધીની આવક ઈન્કમ ટેક્સની મર્યાદાથી મુક્ત છે, જ્યારે ઈન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ બચાવનાર રોકાણ વિકલ્પ દ્વારા 1.5 લાખ રૂપિયાની રકમ સુધી ઈન્કમ ટેક્સમાં છૂટ મેળવી શકાય છે. એક જાણીતા અંગ્રેજી બિઝનેસ અખબારના હેલાઓ અનુસાર આ વર્ષના વચગાળાના બજેટમાં હાઉસિંગ લોનના વ્યાજ પર વાર્ષિક બે લાખ સુધીની રકમ પર ઈન્કમ ટેક્સમાં રાહત મળવાની આશા છે.

આ પણ વાંચો, વચગાળાનું નહિ, 2019માં 'પૂર્ણ બજેટ' રજુ કરશે મોદી સરકાર

વધી શકે છે ટેક્સ રાહત
રૂ. 2.50 લાખ રૂપિયા વાર્ષિક આવક ઈન્કમ ટેક્સના દાયરાથી મુક્ત છે. ચૂંટણીના વર્ષને જોતાં સરકાર આ વખતે વાર્ષિક ઈન્કમ મર્યાદાને વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. ગત વર્ષે બિહારના નાણા મંત્રી સુશીલ કુમારે મોદીને કેંદ્વ સરકારને બજેટમાં આ પ્રકારનો પ્રસ્તાવ આપ્યો હતો. જોકે સરકારે તેને માન્યો નહી.આ પણ વાંચો, મોદી સરકાર માટે સારા ન્યૂઝ: 2018-19માં 7.3% રહેશે દેશનો વિકાસ દર

વચગાળાનું કે પૂર્ણ કદનું બજેટ?
સામાન્ય રીતે કોઈપણ સરકાર પોતાના પૂર્ણ થઇ રહેલા કાર્યકાળવાળા વર્ષમાં વચગાળાનું બજેત રજૂ કરે છે. આ સ્થિતિમાં કોઇ મોટી જાહેરાત ન કરી શકાય જેને આગળ સંસદમાંથી મંજૂરી લેવાની હોય અથવા કાયદામાં ફેરફારની જરૂરિયાત પડે. આ પરિસ્થિતિમાં આ બજેટ ચૂંટણીના વર્ષમાં થોડા સમય માટે દેશની વ્યવસ્થાને ચલાવવા માટે થનાર ખર્ચની વ્યવસ્થાની જાહેરાત ઔપચારિકતા માત્ર છે. સામાન્ય બજેટ નવી સરકારના શપથ લીધા બાદ રજૂ કરવામાં આવે છે.
First published: January 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading