બજેટ 2019: ફરી મળશે ઈન્કમ ટેક્સમાં છૂટ?

મોદી સરકાર બજેટની ગોપનીયતા રાખવા માટે નાણા મંત્રાલયમાં સોમવારથી જ કરંટાઈન લાગૂ કરી ચુકી છે. આ હેઠળ બજેટ બનાવવામાં લાગેલા અધીકારીઓ અને કર્મચારીઓ પર બહારના લોકો સાથે સંપર્ક પર પાબંધી લગાવી દેવામાં આવી છે.

News18 Gujarati
Updated: June 7, 2019, 6:25 PM IST
બજેટ 2019: ફરી મળશે ઈન્કમ ટેક્સમાં છૂટ?
નિર્મલા સીતારમન (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: June 7, 2019, 6:25 PM IST
કેન્દ્રમાં એકવાર ફરી પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવ્યા બાદ મોદી સરકાર દેશનું પૂર્ણ બજેટ તૈયાર કરવામાં લાગી ગઈ છે. ચૂંટણી પહેલા મોદી સરકારે પોતાના બજેટમાં મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખતા ઈન્કમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો હતો. હવે પ્રશ્ન એ થાય છે કે, શું મોદી સરકાર આ વખતે ફરી આવકમાં કોઈ છૂટ આપવાની તૈયારીમાં છે? જોકે, આ મુદ્દે સરકાર તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે, દર વખતની જેમ આ વખતે પણ નાણા મંત્રાલયના અધીકારીઓ બજેટ બનાવવામાં લાગી ગયા છે. મોદી સરકાર બજેટની ગોપનીયતા રાખવા માટે નાણા મંત્રાલયમાં સોમવારથી જ કરંટાઈન લાગૂ કરી ચુકી છે. આ હેટલ બજેટ બનાવવામાં લાગેલા અધીકારીઓ અને કર્મચારીઓ પર બહારના લોકો સાથે સંપર્ક પર પાબંધી લગાવી દેવામાં આવી છે. આ પાબંધી પાંચ જુલાઈના રોજ બજેટ રજૂ થાય ત્યાં સુધી રહેશે.

આ દરમ્યાનમાં વિઝિટર્સ અથવા મીડિયાને નાણા મંત્રાલયમાં આવવાની મનાઈ રહેશે. યાદ હશે કે, મોદી સરકારે આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા એક ફેબ્રુઆરીએ અંતરીમ બજેટ રજૂ કર્યું હતું. આ દરમ્યાન થોડા મહિનાના ખર્ચની રકમ મંજૂર કરવામાં આવી હતી. હવે લોકસભા ચૂંટણી બાદ દેશમાં નવી સરકાર સંભાળી ચુકી છે. આ વખતે પૂર્ણ બજેટ દેશની નવી નાણામંત્રી નિર્મલા સિતારમન એવા સમયે રજૂ કરવા જઈ રહી છે, જ્યારે આર્થિક વૃદ્ધિ દર સુસ્ત પડીને પાંચ વર્ષના નીચા સ્તર પર આવી ગયો છે. સીતારમનના બજેટ ટીમમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમ પણ સામેલ છે.

અધિકારીક ટીમની આગેવાની નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ કરી રહ્યા છે. આ ટીમમાં વ્યય સચિવ ગિરીશ ચંદ્ર મુર્મૂ, રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડેય, દીપમના સચિવ અતનુ ચક્રવર્તી અને નાણા સેવા સચિવ રાજીવ કુમાર સામેલ છે. પૂરી બજેટ પ્રક્રિયાને ગોપનીય રાખવા માટે નોર્થ બ્લોકમાં કડક સુરક્ષા વ્યવસ્થા હશે. દેખરેખ રાખવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણ લગાવવામાં આવશે, અને મંત્રાલયમાં મોટાભાગના કમ્પ્યુટર પર ઈ-મેઈલની સેવા બ્લોક રહેશે. કૈરનટાઈનનો સમયગાળા દરમ્યાન મંત્રાલયમાં પ્રવેશ અથવા બહાર નીકળવાના તમામ રસ્તા પર સુરક્ષાકર્મી રહેશે.

દિલ્હી પોલીસના સહયોગથી આઈબીના લોકો બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓના રૂમમાં જતા લોકો પર દેખરેખ રાખશે. પોતાના પહેલા બજેટમાં સીતારમનને અર્થવ્યવસ્થામાં સુસ્તી, નાણાકીય ક્ષેત્રના સંકટના મુદ્દા, ગેર બેન્કીંગ નાણાકીય કંપનીઓમાં રોકડની સંકટ, રોજગાર સૃજન, પ્રાવેટ રોકાણ, નિકાસમાં સુધાર, કૃષિ ક્ષેત્રના સંકટ પર ધ્યાન આપવું પડશે. નવગઠિત 17મી લોકસભાનું પહેલુ સત્ર 17 જૂનથી 26 જુલાઈ સુધી ચાલશે. જ્યારે આર્થીક સમીક્ષા 2019-20 ચાર જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે અને અગામી દિવસે બજેટ રજૂ થશે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...