Home /News /business /Budget 2019: ઇન્કમ ટેક્સ છુટથી બચશે આટલા પૈસા, તમે આ 7 કામ કરી શકશો

Budget 2019: ઇન્કમ ટેક્સ છુટથી બચશે આટલા પૈસા, તમે આ 7 કામ કરી શકશો

Budget 2019: ઇન્કમ ટેક્સ છુટથી બચશે આટલા પૈસા, તમે આ 7 કામ કરી શકશો (પ્રતિકાત્મક ચિત્ર)

મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા પોતાના અંતિમ બજેટમાં 5 લાખની વાર્ષિક કમાણી કરનાર લોકોને ટેક્સમાં પૂરી રીતે છુટ આપી

    મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા પોતાના અંતિમ બજેટમાં 5 લાખની વાર્ષિક કમાણી કરનાર લોકોને ટેક્સમાં પૂરી રીતે છુટ આપી છે. આ સિવાય જો તમે 1.5 લાખ રુપિયાનું રોકાણ પ્રોવિડેન્ટ ફંડ કે એલઆઈસી જેવા સ્થાનો ઉપર કરો તો 6.5 લાખની કમાણી પણ ટેક્સ ફ્રી રહેશે. એજ્યુકેશન લોન, હોમ લોન, મેડિકલ ઇન્સ્યોરન્સમાં પણ ટેક્સ છુટની ઘણી જાહેરાત કરવામાં આવી છે.

    અંદાજ પ્રમાણે નવો ટેક્સ સ્લેબ લાગુ થયા પછી 5 લાખની કમાણી કરનાર એક વ્યક્તિના લગભગ 12,500 રુપિયા બચી શકશે. 4% સેસ જોડી દેવામાં આવે તો બચત 13000 રુપિયા થઈ જાય છે. બીજી તરફ 5 થી 10 લાખની આવક મેળવનાર માટે હજુ પણ 20 અને 10 લાખથી વધારે આવકવાળા માટે 30 ટકા ઇન્કમ ટેક્સ લાગુ રહેશે.

    બચેલા 13 હજાર રુપિયામાં તમે શં-શું કરી શકશો?

    - 70 રુપિયા લીટર કિંમત પર 190 લીટર પેટ્રોલ ખરીદી શકો છો.
    - હવાઇ જહાજથી એક યાત્રા કરી શકો છો
    - ભારતમાં ક્યાંય પણ ફરવા જઈ શકો છો
    - નવો મિડ રેન્જ એન્ડ્રોઈડ ફોન ખરીદી શકો છો
    - 5 બ્રાન્ડેડ જિન્સ ખરીદી શકો છો
    - કોઇ 5 સ્ટાર હોટલમાં રાત પસાર કરી શકો છો
    - ત્રણ મિત્ર સનબર્ન ફેસ્ટિવલ અટેન્ડ કરી શકો છો

    આ પણ વાંચો - રૂ. 5 લાખની આવક ટેક્સ ફ્રી હોવાના ભ્રમમાં ન રહો, તમે વિચારો છો એવું પણ નથી!

    આ પહેલા અત્યાર સુધી કોઈપણ વચગાળાના બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો ન હતો. આ પહેલા 2.5 લાખ સુધી કોઈ ટેક્સ ન હતો. 3 કરોડ મિડિલ ક્લાસ ટેક્સ પેયરને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ છુટમાં ફેરફાર એક વાયદો છે. સરકાર ફરી બનવા પર જ તેનો ફાયદો મળશે. જુલાઈમાં આવનાર અનુપૂરક બજેટમાં તેને પાસ કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Budget 2019, IT Return, Lok sabha election 2019, PIyush Goyal, Tax rebate, Union Budget 2019, આયકર વિભાગ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन