Budget 2019: 10 લાખ રૂપિયા સુધીની કમાણી ટેક્સ ફ્રી! આ છે પૂરું ગણિત

News18 Gujarati
Updated: February 2, 2019, 10:53 AM IST
Budget 2019: 10 લાખ રૂપિયા સુધીની કમાણી ટેક્સ ફ્રી! આ છે પૂરું ગણિત
પ્રતીકાત્મક તસવીર

નવી જાહેરાતને લીધે વ્યક્તિગત કરદાતાઓને આગામી નાણાકીય વર્ષમાં 12 હજાર રૂપિયાનો ફાયદો થશે. હાલ આ ફાયદો અઢી હજાર રૂપિયાનો છે

  • Share this:
નાણા મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ 2019માં ઇન્કમ ટેક્સ આપનારાઓ માટે રાહત આપતાં પાંચ લાખ રૂપિયા સુધીની કમાણી પર પૂરી છૂટ આપવાની જાહેરાત કરી. આ પગલાને મધ્યમ વર્ગ માટે મોટી રાહતના રૂપમાં જોવામાં આવી રહી છે. આ પહેલા સાડા ત્રણ લાખ સુધીની કમાણી પર છૂટ મળતી હતી.

નવી જાહેરાતને લીધે વ્યક્તિગત કરદાતાઓને આગામી નાણાકીય વર્ષમાં 12 હજાર રૂપિયાનો ફાયદો થશે. હાલ આ ફાયદો અઢી હજાર રૂપિયાનો છે. પરંતુ આ ફાયદો માત્ર પાંચ લાખ રૂપિયા વાર્ષિક કમાણીવાળા લોકોને જ મળશે. જોકે, વર્તમાન બજેટમાં મૂળભૂત છૂટની સીમા અને ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 2.50 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.

પીયૂષ ગોયલે બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની સીમાને પણ 40 હજારથી વધીને 50 હજાર રૂપિયા કરી દીધો છે. આ રાહત પણ માત્ર પાંચ લાખ રૂપિયાની યોગ્ય કમાણીવાળાને જ મળશે. જૂના તમામ ટેક્સ સ્લેબ ચાલુ રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો જો તમારી કમાણી પાંચ લાખ રૂપિયાથી વધુ છે તો તમારે જૂનો રેટ ઉપર જ ટેક્સ ભરવો પડશે.

10 લાખ રૂપિયાની આવક પર ટેક્સ બચાવવાનું પૂરું ગણિત


પરંતુ શું તમને ખબર છે કે તમે 10 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો. ફિનસેફના સંસ્થાપાક મૃણ અગ્રવાલ મુજબ, માની લો કે તમારી કુલા આવક 10 લાખ રૂપિયા છે. હવે તેમાંથી તમને 1.50 લાખ રૂપિયા સુધી સેક્શન 80C હેઠળ છૂટ મળે છે. પછી 50 હજાર રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન, બે લાખ રૂપિયા સુધી હોમ લોનનું વ્યાજ, 50 હજાર રૂપિયા નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) અને 50 હજાર રૂપિયા સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં આવતાં પાંચ લાખ રૂપિયા સીધે-સીધા છૂટ મળી જશે.

તેના કારણે ટેક્સના દાયરમાં માત્ર પાંચ લાખ રૂપિયાની કમાણી આવશે. આ રકમ નવી જાહેરાત હેઠળ છૂટના દાયરમાં આવી જશે. એવામાં તમે 12,500 રૂપિયા ટેક્સ રૂપે જમા કરાવશો પરંતુ સેક્શન 87A હેઠળ મળતી છૂટથી આ રકમ પરત મળી જશે. પરંતુ તેના માટે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે.આ પણ વાંચો, ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનાં બજેટમાં કરી આ 10 મહત્વની જાહેરાતો
First published: February 2, 2019
વધુ વાંચો
अगली ख़बर