મધ્યમવર્ગ માટે ખુશખબરી! વધશે રોકાણ પર ટેક્સમાં છૂટની લીમિટ

લમ 80સી પ્રમાણે વર્તમાન લિમીટ 1.5 લાખને વધારી 2 લાખ કરી શકે છે...

લમ 80સી પ્રમાણે વર્તમાન લિમીટ 1.5 લાખને વધારી 2 લાખ કરી શકે છે...

  • Share this:
2018ના બજેટમાં મીડલ ક્લાસ, ખાસ કરીને નોકરી કરતા લોકોને સરકાર મોટી રાહત આપી શકે છે. નાણામંત્રી અરૂણ જેટલી ઈન્કમટેક્સની કલમ 80સી પ્રમાણે વર્તમાન લિમીટ 1.5 લાખને વધારી 2 લાખ કરી શકે છે. આવું થયા બાદ 2 લાખ સુધીનું રોકાણ કર મુક્ત રહેશે. આને આવી રીતે સમજી શકાય કે, તમારી વર્ષની ઈન્કમ 10 લાખ રૂપિયા છે તો ટેક્સની ગણતરી 8 લાખ રૂપિયા પર કરવામાં આવશે, માત્ર શરત એ રહેશે કે, તમે 2 લાખ રૂપિયાનું રોકામ કરો.

આ સ્કીમમાં રોકામ રહેશે કર મુક્ત
પ્રોવિડંડ ફંડ, નેસનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, પાંચ વર્ષની ફિક્સ ડિપોઝીટ, હોમ લોનની પ્રિસિપલી એમાઉન્ટના રિપેમેન્ટ પર, બે બાળકોની સ્કૂલ ફી, પીપીએફ, ખાસ રીતના મ્યુચ્યુઅલ ફંડ, લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસીમાં રોકાણ કર મુક્ત રહેશે.

શું થશે ફાયદો?
સરકારનો ઉદ્દેસ્ય છે કે, ઓછી થઈ રહેલ સેવિંગ્સને લોકો વધારે. સેવિંગ્સ વધવાથી સરકાર પાસે ઈન્પ્રાથી લઈ અલગ-અલગ વેલ્ફેયર માટે ઈકોનોમિક પ્રોગ્રામ માટે વધારે પૈસા હશે, જેના કારણે ઈકોનોમી ગ્રોથને મજબૂતાઈ મળશે અને નવી રોજગારની દીશા ખુલશે.

2014માં વધી હતી લીમિટ
જુલાઈ 2014માં રજૂ કરવામાં આવેલ પોતાના પહેલા બજેટમાં અરૂણ જેટલીએ 80સી પ્રમાણે વાર્ષિક રોકાણની લીમિટ 1 લાખથી વધારી 1.5 લાખ કરી હતી.

બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ભલામણ કરી છે
હાલમાં બજેટ પહેલાની મીટિંગમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ટોપ એક્ઝીક્યુટીવે 80સી પ્રમાણે વાર્ષીક રોકાણની લીમિટ વધારી 2 લાખ કરવાની ભલામણ કરી છે. જેથી ઘરેલુ રોકાણમાં વધારો થાય. જેથી ઈકોનોમી ગ્રોથને બૂસ્ટ મળે.

શું છે વર્તમાન સેવિંગ?
2015-16માં દેશની ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ 33.3 ટકા હતી. જ્યારે હાઉસહોલ્ડ સેક્ટરની સેવિંગ આ વર્ષે 19.2 ટકા હતી.
First published: