Home /News /business /

Budget 2018: 10 પરિવર્તન જે તમારી જિંદગી પર કરશે અસર

Budget 2018: 10 પરિવર્તન જે તમારી જિંદગી પર કરશે અસર

પ્રતિકાત્મક તસવીર

    નવી દિલ્હીઃ નાણા મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19 માટે વ્યક્તિગત ટેક્સમાં કોઇ ફેરફાર કર્યો નથી. જેટલીએ આવક વેરા ટેક્સની મુક્તિ રૂ. 2.5 લાખ જ રાખી છે. જોકે, જેટલીએ અમુક એવા ફેરફાર કર્યા જે પગારદાર લોકોની લાઇફસ્ટાઇલને અસર કરશે. સિનિયર સિટિઝન્સ માટે પણ અમુક બદલાવ કરવામાં આવ્યા છે. મેડિક્લેઇમમાં 50 હજારની છૂટ આપવામાં આવી છે. જેટલીએ કહ્યું કે, આ વર્ષે ડાયરેક્ટ ટેક્સમાં 12.6 ટકાનો વધારો થયો છે. ટેક્સ ભરનાર લોકોની સંખ્યા 19.25 લાખ વધી તેમજ 90 હજાર કરોડથી વધારે કલેક્શન થયું છે.

    જેટલીના બજેટની મુખ્ય વાતોઃ

    - ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, નોકરીયાત વર્ગને ટેક્સમાં કોઈ છૂટ નહીં.
    - સિનિયર સિટિઝન્સને 50 હજાર સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ નહીં. અમુક ખાસ બીમારીમાં ટેક્સ છૂટ વધી. મેડિક્લેઇમ પર 50 હજાર સુધીની છૂટ.
    - સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજાર કરવામાં આવ્યું, મેડિકલ ખર્ચ 15 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કરવામાં આવ્યું.
    - કોર્પોરેટ ટેક્સમાં કંપનીઓને મોટી છૂટ.
    - એક લાખ સુધીના લોંગ ટર્મ કેપિટલ પર 10 લાખ સુધીની છૂટ.
    - 250 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને રાહત, હવે આપવો પડશે ફખ્ત 25% ટેક્સ.
    - આ વર્ષે સીધા ટેક્સમાં 12.6 ટકાનો વધારો થયો.
    - કાળા નાણા સામે પગલાને લઈને સીધા ટેક્સ કલેક્શનમાં થયો વધારો.
    - ઈપીએફમાં નવા કર્મચારીઓને સરકાર 12% આપશે, પહેલા સરકાર 8.33% આપતી હતી.
    - 2 વીમા કંપની સહિત 14 સરકારી કંપની શેર બજારમાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: #Budget2018 #Budgetwithnews18, Arun Jaitely, Budget 2018, Income tax slab

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन