BSNLના 1 લાખથી વધુ કર્મીઓ માટે ખૂશખબર! આજથી આ સ્કિમ લાગૂ પડશે

News18 Gujarati
Updated: November 4, 2019, 12:22 PM IST
BSNLના 1 લાખથી વધુ કર્મીઓ માટે ખૂશખબર! આજથી આ સ્કિમ લાગૂ પડશે
પ્રતીકાત્મક તસવીર

આ રિપૉર્ટ અનુસાર BSNL આ VRS વિન્ડો સોમવારથી લઈને આગળના 30 દિવસ માટે ખોલશે. આ વખતે સમયથી પહેલા રિટાયર થવા ઈચ્છતા કર્મચારીઓ આ સ્કિમ માટે આવેદન કરી શકે છે.

  • Share this:
લાંબા સમયથી BSNL ઘણાં નાણાકીય સંકટથી ઝઝૂમી રહી હતી. હાલમાં જ સરકારે કંપનીને સંકટમાંથી બચાવવા માટે 15 હજાર કરોડ રૂપિયાની નાણાકીય રાહત પેકેજ આપવાનું એલાન કર્યું છે. એ પણ કહેવામાં આવ્યું છે કે પોતાના કર્મચારીઓને આકર્ષક VRS ઑફર પણ આપશે. BSNLના 1 લાખથી વધુ કર્મીઓ માટે ખૂશખબર! આજથી આ સ્કિમ લાગૂ પડશે..

ધ હિન્દુ બિઝનેસ લાઈને પોતાનાએક રિપૉર્ટમાં કહ્યું હતું કે સોમવારથી નાણાકીય કર્મચારીઓ માટે VRS વિન્ડો ખોલવામાં આવશે. તેનો અર્થ એ છે કે જે કર્મચારી રિટાયર્મેન્ટથી પહેલાં જ પોતાની મરજીથી રિટાયર થવા ઈચ્છતા હોય તો તેઓ રિટાયર્મેન્ટ લઈ શકે છે. BSNL ને આશા છે કે 50 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ વીઆરએસ માટે જરૂર એપ્લિકેશન આપશે.

મેનેજમેન્ટ અને યૂનિયને કર્મચારીઓને કરી અપીલ

આ રિપૉર્ટ અનુસાર BSNL આ VRS વિન્ડો સોમવારથી લઈને આગળના 30 દિવસ માટે ખોલશે. આ વખતે સમયથી પહેલા રિટાયર થવા ઈચ્છતા કર્મચારીઓ આ સ્કિમ માટે આવેદન કરી શકે છે. કંપનીના મેનેજમેન્ટ અને યૂનિયને પણ કર્મચારીઓને આ માટે અપીલ કરી છે.

BSNL ના આ સ્કિમમાં કર્મચારીઓને નોકરીના બચેલા વર્ષોના 100 થી 125 ટકા સેલરી આપવામાં આવશે. જેમાં પેન્શન પણ શામેલ છે. તેને અમલમાં લાવવા માટે લગભગ 3 મહીનાનો સમય લાગશે. કંપનીની સર્વિસ પર તેની કોઈ જ અસર નહીં પડે.

BSNL ને આશા છે કે જો તેના 80 હજાર કર્મચારી VRS વિકલ્પ પસંદ કરે છે તો કંપનીને 7500 કરોડ રૂપિયાની બચત થશે. હાલમાં 1.59 લાખ કર્મચારીઓ કાર્યરત છે. તેમાં લગભગ 1.06 લાખ કર્મચારીઓ 50 વર્ષથી વધુ ઉંમરના VRS માટે આવેદન કરવા યોગ્ય છે. રિપોર્ટમાં એ પમ કહેવામાં આવ્યું છે કે જો આ સ્કિમ સફળ રહી તો સરકારી કંપની રિટાયર્મેન્ટની ઉંમર ઘટાડીને 58 વર્ષ કરવાની યોજના ટાળી શકે છે.આ પણ વાંચો- કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
આ પણ વાંચો-
 
 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading