હવે BSNL ગ્રાહકો માટે લાવ્યું 299નો પ્લાન, જાણો શું શું મળશે લાભ

News18 Gujarati
Updated: October 10, 2018, 10:14 PM IST
હવે BSNL ગ્રાહકો માટે લાવ્યું 299નો પ્લાન, જાણો શું શું મળશે લાભ
બીએસએનએલના આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ નેશનલ અને લોકલ કોલિંગના ફાયદા મળશે. તે ઉપરાંત ફ્રી મેસેજ અને ડેટા પણ મળશે.

બીએસએનએલના આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ નેશનલ અને લોકલ કોલિંગના ફાયદા મળશે. તે ઉપરાંત ફ્રી મેસેજ અને ડેટા પણ મળશે.

  • Share this:
સરકારી ટેલિકોમ કંપની BSNL એ 299 રૂપિયાનો નવો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ આ પ્લાન માત્ર નવા યુઝર્સ માટે જ રજુ કર્યો છે. એસએનએલના આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ નેશનલ અને લોકલ કોલિંગના ફાયદા મળશે. તે ઉપરાંત ફ્રી મેસેજ અને ડેટા પણ મળશે. બીએસએનએલે 299 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનમાં યુઝર્સને દર મહિને 31 જીબી ડેટા મળશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે જો કે આ પ્લાનમાં FUP સ્પીડ 80 Kbps હશે. તે ઉપરાંત યુઝર્સને અનલિમિટેડ વિયસ કોલિંગની સુવિધા મળશે. સાથે રોજના 10 એસએમએસ ફ્રી મળશે. તાજેતરમાં બીએસએનએલે તેના પ્રી-પ્રેડ યુઝર્સ માટે જુના પ્લાનને રિવાઈઝ કર્યો છે. આ પ્લાનમાં કંપની પોતાના યુઝર્સ્ને 3.2 જીબી રોજ ડેટા આપી રહી છે.

બીએસએનએલના આ પ્લાન રૂ.186 રૂપિયા વાળો છે, જે પ્રીપેડ યુઝર્સ માટે બીજી વખત રજુ કર્યો છે. તેની વેલીડીટી 28 દિવસની છે. પહેલા આ પેકમાં યુઝર્સને દર મહિને 1જીબી ડેટા મળતો હતો, પરંતુ હવે આ સીમા વધારીને 3.2 જીબી કરી દેવામાં આવી છે. એટલે કે હવે યુઝર્સ પ્રતિદિન 3.2 જીબી ડેટાનો લાભ લઈ શકે છે. યુઝર્સ હવે 30 જીબીની જગ્યાએ 89.2જીબી ડેટા 28 દિવસ માટે મળશે. આ પ્રકારે 1જીબી ડેટા માટે યુઝર્સને 2.08 રૂપિયા ચુકવવા પાડશે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોયસ કોલિંગ નેશનલ રોમિંગ સાથે મળશે.
First published: October 10, 2018, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading