BSNLએ રૂ. 299, રૂ.399 અને રૂ.555ના ત્રણ પ્લાન કર્યા લોન્ચ, 1 માર્ચથી થશે ઉપલબ્ધ, આવા છે ફાયદા

BSNLએ રૂ. 299,  રૂ.399 અને રૂ.555ના ત્રણ પ્લાન કર્યા લોન્ચ, 1 માર્ચથી થશે ઉપલબ્ધ, આવા છે ફાયદા
પ્રતિકાત્મક તસવીર

આ પ્લાન અંદામાન અને નિકોબાર સિવાય દેશમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. આ પ્લાન માત્ર 6 મહિના માટે ઉપલબ્ધ છે.

  • Share this:
    નવી દિલ્હીઃ BSNLએ ત્રણ નવા DSL બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યા છે. જે રૂ. 299, 399 અને 555ના ત્રણ પ્લાન છે. આ પ્લાન સાથે BSNL 500GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ આપી રહ્યું છે. આ પ્લાન સાથે 10Mbpsની સ્પીડ ઓફર કરી છે. આ પ્લાન યુઝર્સ માટે 1 માર્ચથી ઉપલબ્ધ થશે.

    BSNLના આ DSL પ્લાનનું નામ 100GB CUL છે. ડેટા લિમિટ પૂર્ણ થયા બાદ પ્લાનમાં મળનાર સ્પીડ ઘટીને 2Mbps થઈ જાય છે. આ પ્લાન અંદામાન અને નિકોબાર સિવાય દેશમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.



    આ પ્લાન માત્ર 6 મહિના માટે ઉપલબ્ધ છે. જેમાં દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. રૂ. 299નો પ્લાન માટે નવા યુઝર્સે રૂ. 500 સિક્યોરીટી ડિપોઝીટ આપવાની રહેશે.

    આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

    આ પણ વાંચોઃ-કોરોનામાંથી જીવ બચ્યો તો તિરુપતિને ચઢાવ્યું સાડા ત્રણ કિલો સોનું, 3 હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન

    રૂ. 399વાળા DSL પ્લાનમાં કુલ 200GB ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં 10Mbps સ્પીડ આપવામાં આવશે. પ્લાનમાં લિમિટ પૂર્ણ થયા બાદ પ્લાનમાં મળનાર સ્પીડ ઘટીને 2Mbps થઈ જશે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

    આ પણ વાંચોઃ-દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

    પ્લાન માટે સિક્યોરિટી ડિપોઝીટ રૂપે રૂ. 500 જમા કરવાની રહેશે. આ પ્લાન મિનિમમ એક મહિના માટે સબસ્ક્રાઈબ કરવાનો રહેશે. આ પ્લાનમાં કંપની યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગનો ફાયદો આપી રહી છે.



    રૂ. 555વાળા DSL પ્લાનમાં કુલ 500GB ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં સબસ્ક્રાઈબર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગનો ફાયદો મળશે. રૂ. 555 અને રૂ. 299નો પ્લાન જૂના યુઝર્સ સાથે નવા યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ બંને પ્લાનને લોન્ગ પિરિયડ માટે સબસ્ક્રાઈબ કરી શકાય છે. આ પ્લાન 1 માર્ચથી ઉપલબ્ધ થશે.
    Published by:ankit patel
    First published:February 26, 2021, 19:12 pm

    ટૉપ ન્યૂઝ