BSNLએ લૉન્ચ કર્યા 3 જોરદાર પ્લાન, અનલિમિટેડ કૉલિંગ અને 75GB વધુ ડેટા!

BSNLએ લૉન્ચ કર્યા 3 જોરદાર પ્લાન, અનલિમિટેડ કૉલિંગ અને 75GB વધુ ડેટા!
પ્રતિકાત્મક તસવીર

BSNL એ તેના ગ્રાહકો માટે પણ ખાસ પ્લાન રજૂ કર્યા છે. તમે પણ જો બીએસએનએલ ગ્રાહક હોવ તો આ પ્લાન વિષે જરૂર જાણો.

  • Share this:
    બીએસએનએલ (BSNL)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. કારણ કે બીએસએનએલએ તેના ગ્રાહકો માટે 3 નવા પોસ્ટપેડ પ્લાન લૉન્ચ કર્યા છે. કંપનીએ આ ત્રણ પોસ્ટપેડ પ્લાન્સની કિંમત 199, 798 અને 999 રાખી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે ગ્રાહકોને તેમાં અનલિમિટેડ કોલિંગ મળે છે. અને સાથે ગ્રાહકોને અન્ય એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. જાણો આ ત્રણેય પ્લાન વિષે ડિટેલમાં.

    199 રૂપિયાવાળો પ્લાન


    BSNLએ પોતાના 199 રૂપિયાવાળા પ્લાનમાં BSNL નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. જ્યાં બીજી કંપની બીજા નેટવર્ક પર કોલિંગ માટે કંપનીમાં 300 મિનિટ્સ આપે છે. ગ્રાહકો પાસે આ પ્લાનમાં 25 GB ડેટા આપવામાં આવે છે. આ સાથે જ ગ્રાહકોને 75 જીબી રોલ ઓવરની પણ સુવિધા આપવામાં આવી છે. જાણકારી માટે કહી દઇએ કે ડેટા લિમિટેડ પૂરી થયા પછી યુઝર્સને 10.24 રૂપિયા પ્રતિ જીબી હિસાબે પૈસા આપવા પડશે. આ સિવાય આ પ્લાનમાં 100 SMSની પણ ઓફર આપવામાં આવે છે.

    798 રૂપિયાનો પ્લાન
    BSNLના આ પ્લાનમાં પણ અનલિમિટેડ વોઇ્સ કોલિંગની સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકો 50 GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ સિવાય આ પ્લાનમાં 150 જીબી સુધી ડેટા રોલ ઓવર પણ આપવામાં આવ્યું છે. જાણકારી માટે કહી દઇએ કે ડેટા લિમિટ પૂરી થઇ ગયા પછી ગ્રાહકોને 10.24 રૂપિયા પ્રતિ GBના હિસાબે પૈસા આપવા પડશે. આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 100 SMS પણ મળશે. આ સિવાય ખાસ વાતએ છે કે ગ્રાહકોને તેમાં 2 ફેમીલી કનેક્શન પણ આપવામાં આવશે. ફેમિલિ કનેક્શનમાં કંપની અનલિમિટેડ વોઇસની સુવિધા 50 GB ડેટા અને દર રોજ 100 SMS આપે છે.

    999 રૂપિયાનો પ્લાન
    આ પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકો માટે દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ આપવામાં આવે છે. ગ્રાહકોની પાસે આ રિચાર્જ પ્લાનમાં 75 GB ડેટા હોય છે. જે 225 જીબી સુધી રોલ ઓવરની સુવિધા આપે છે. દર રોજ 100 SMSની સુવિધા પણ તેમાં મળે છે.

    ગ્રાહકોને આ પ્લાનમાં 3 ફેમીલી કનેક્શનની પણ ઓફર આપવામાં આવે છે. તેવામાં દર ફેમિલી કનેક્શનને 75 જીબી ડેટા અને દર રોજ 100 SMS મળે છે.
    Published by:Chaitali Shukla
    First published:December 03, 2020, 15:19 pm

    ટૉપ ન્યૂઝ