નવી દિલ્હી : BSESએ એક ખાસ યોજના શરૂ કરી છે. જેના દ્વારા લોકોને વિજળી બચાવવામાં મદદ મળશે અને તેમનું લાઇટનું બિલ પણ ઓછું આવશે. બીએસઈએસ ડિસ્કોમ (BSES Discom)દિલ્હીમાં પોતાના ગ્રાહકોને ઉર્જાની બચત કરવા પર એર કંડીશનર અને પંખા એક્સચેન્જ ઓફરમાં ભારે ડિસ્કાઉન્ટ પર આપી રહ્યા છે. આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોએ ફક્ત એક હેલ્પલાઇન પર કોલ કરવો પડશે અથવા ડિસ્કોમની વેબસાઇટ પર જવું પડશે.
કંપનીના પ્રવક્તાના મતે બીએસઈએસ યમુના પાવર લિમિટેડ (બીવાઇપીએલ) અને બીએસઇએસ રાજધાની પાવર લિમિટેડ (બીઆરપીએલ) સુરક્ષિત અને સ્થાયી ટેકનોલોજીને પ્રોત્સાહન આપી ઉર્જા સંરક્ષણ વધારી રહ્યા છે.
જાણો આ એક્સચેન્જ ઓફર
- આ યોજના અંતર્ગત દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને મધ્ય દિલ્હીમાં ગ્રાહકો પોતાના જૂના એસીને નવા ઉર્જા કુશળ પાંચ સ્ટાર રેટેડ એસી સાથે 64 ટકા સુધીની છૂટ પર એક્સચેન્જ કરી શકે છો.
આ પણ વાંચો - સરકારનો મોટો નિર્ણય! બંધ થશે અંગ્રેજીના સમયથી આ પ્રથા, સાહેબોને નહીં મળે બંગલો Peon
- બીઆરપીએલે fan replacement યોજના પણ શરૂ કરી છે. જેમાં ગ્રાહકોને 67 ટકા સુધી છૂટ પર જૂના પંખાને નવા પંખા સાથે બદલી શકે છે. પૂર્વ અને મધ્ય દિલ્હીના બીવાઈપીએલ ગ્રાહકો માટે પણ આ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી શકે છે.
- આ સ્કીમ અંતર્ગત એસીના રનિંગ કોસ્ટ પર પ્રતિવર્ષ 1000 યુનિટ સુધી એક ગ્રાહકને આપી શકે છે. જોકે આ એસીના મોડલ અને તેના પ્રકાર પર નિર્ભર કરે છે.
- દરેક ગ્રાહક સિમિત સમયગાળાની આ યોજના અંતર્ગત ત્રણ એસી અને પંખા લગાવી શકે છે.
Published by:Ashish Goyal
First published:August 07, 2020, 15:22 pm