Home /News /business /Share Market: આજે બજારમાં દબાણ, 150 પોઈન્ટ તૂટીને ખૂલ્યું; પ્રોફિટ બુકિંગ વચ્ચે તમારે શું કરવું?

Share Market: આજે બજારમાં દબાણ, 150 પોઈન્ટ તૂટીને ખૂલ્યું; પ્રોફિટ બુકિંગ વચ્ચે તમારે શું કરવું?

આજે ભારતીય શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા છે.

Share Market Today Update: શેરબજારમાં આજે મોટા ઘટાડાની શક્યતા છે. વૈશ્વિક માર્કેટમાં દબાણ અને તેના પગલે સ્થાનિક બજારમાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર બજારમાં આજે વેચવાલી વધુ જોવા મળી શકે છે. જેના કારણે ઈન્ડેક્સ આજે 62 હજારને સ્પર્શી સકશે નહીં.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Stock Market) પર આજે વૈશ્વિક માર્કેટનું દબાણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહમાં પહેલા કારોબારી સત્રમાં ઘટાડા બાદ બીજા જ દિવસે બજારે ફરી પોતાની સ્થિતિ મજબૂત કરી હતી અને ઉછળ્યું હતું, પરંતુ આજે ઘટાડાની શક્યતા જોવા મળી રહી છે. વૈશ્વિક માર્કેટમાં ચાલી રહેલી વેચવાલીની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી શકે છે અને તેઓ પ્રોફિટ બુકિંગ તરફ જઈ શકે છે.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં બે-બે પ્લાન્ટ ધરાવતી આ ફાર્મા કંપનીના શેરમાં 43%ના ઉછળાનો બ્રોકરેજ હાઉસને છે વિશ્વાસ

  સેન્સેક્સ છેલ્લા કારોબારી સત્રમાં 250 અંક વધીને 61,873 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 74 અંકની તેજી સાથે 18403 પર બંધ થઈ હતી. એક્સપર્ટનું કહેવું છે કે આજે ગ્લોબલ માર્કેટમાં આવેલા ઘટાડાની અસરને જોતા સેન્સેક્સ 62 હજારના આંક સુધી નહીં પહોંચી શકે, કારણ કે બજારના રોકાણકારોનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થશે તેઓ વેચવાલી તરફ જશે.

  અમેરિકાના બજારોની સ્થિતિ


  છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ શેરબજારમાં તેજી આવી છે, કારણ કે ઓક્ટોબરના ફુગાવાના ડેટામાં રાહત જોવા મળી છે. તેનાથી રોકાણકારોમાં આશા જાગી છે કે ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો ઘટાડશે. આ જ કારણ હતું કે છેલ્લા સત્રમાં યુએસ માર્કેટમાં ઘણી ખરીદી જોવા મળી હતી, જેણે મુખ્ય શેરબજારમાં સમાવિષ્ટ NASDAQ પર 1.45 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો.

  આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

  યુરોપના બજારમાં પણ તેજી


  અમેરિકાની જેમ યુરોપના મોટાભાગના શેરબજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન ઉછાળો જોવા મળ્યો હતો. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.47 ટકા વધીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.49 ટકા વધવામાં સફળ રહ્યું હતું. જોકે, લંડન સ્ટોક એક્સચેન્જમાં અગાઉના સત્રમાં 0.21 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

  એશિયન બજારોને નુકસાન


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર ખુલ્યા હતા અને માત્ર લાલ નિશાન પર જ ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.50 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.62 ટકાનો ઘટાડો દર્શાવે છે. હોંગકોંગના શેરબજારમાં પણ 0.95 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે તાઈવાનના શેરબજારમાં 0.15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાના કોસ્પી પર 0.99 ટકા અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.01 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચોઃ શેરબજારમાં બંપર કમાણી માટે લક્ષ્મી ઐય્યરની સ્ટ્રેટેજી અપનાવો પછી બેઠાં બેઠાં રુપિયા ગણો

  આજે શેરોમાં કમાણીની શક્યતા


  નિષ્ણાતો કહે છે કે દબાણની વચ્ચે પણ આજે ઘણા શેરો તમને મોટો નફો કરાવી શકે છે. આ શેરોને ઉચ્ચ ડિલિવરી ટકાવારીની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને આજના ઉચ્ચ ડિલિવરી ટકાવારી શેરોમાં Infosys, HDFC, IDFC, Hindustan Unilever અને Voltas જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, જેના પર તમે સટ્ટાબાજી કરીને પૈસા કમાઈ શકો છો.

  વિદેશી રોકાણકારોએ પણ શેર વેચ્યા


  છેલ્લા કેટલાક સત્રોથી સતત ખરીદી કરી રહેલા વિદેશી રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વેચવાલી કરી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે શેર વેચીને ભારતીય મૂડી બજારમાંથી રૂ. 221.32 કરોડ પાછા ખેંચી લીધા હતા. બીજી તરફ આ જ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 549.28 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन