Home /News /business /Stock Market Today: 6 દિવસના ઘટાડા પછી આજે માર્કેટ ખૂલતાવેત ઉછળ્યું

Stock Market Today: 6 દિવસના ઘટાડા પછી આજે માર્કેટ ખૂલતાવેત ઉછળ્યું

શેરબજારમાં આજે ઘટાડાને બ્રેક લાગી શકે છે અને તેજી જોવા મળી શકે.

BSE Sensex Today Update: વૈશ્વિક દબાણના પગલે ભારતીય શેરબજાર પણ પાછલા 6 દિવસમાં તૂટીને ઊંધા માથે પડી ગયું છે. રોકાણકારોએ આ 6 કારોબારી સત્રમા 12 લાખ કરોડ ગુમાવ્યા છે. સેન્સેક્સ 60 હજારની સપાટી પરથી તૂટીને 56598.28 પર આવી ગયો છે અને જેના કારણે બીએસઈમાં લિસ્ટેટ કંપનીઓનો માર્કેટ કેપ 28,134,219 કરોડ રુપિયાથી ઘટીને 26,859,546 કરોડ રુપિયા પર આવી ગયો છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારે વૈશ્વિક દબાણ અને અમેરિકા - યુરોપમાં મંદીના ડરના કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા 6 સેશનમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આજે શેરબજારમાં ઘટાડાનો આ ટ્રેન્ડ તૂટ્યો હતો અને વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતોના પગલે ભારતીય બજાર પણ આજે મોટો કુદકો મારીને ખૂલ્યું હતું. આજે સેન્સેક્સ 0.88 ટકા ઉપર એટલે કે 498.42 અંક વધીને 57096.70 પર ખૂલ્યું હતું. જ્યારે નિફ્ટી 145.40 ટકા ઉછળીને 17,004 પર ખૂલી હતી. આ દરમિયાન લગભગ 1636 શેર તેજી સાથે ઉછળ્યા છે જ્યારે 294 શેરમાં ઘટાડો આવ્યો છે તો 75 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

  આ પણ વાંચોઃ ખૂબ જ ઓછાં રોકાણમાં કરો આ બિઝનેસ, લાખો રુપિયા આવક અને સરકાર આપશે 90% સબસિડી

  આ પહેલા સવારે અમે નિષ્ણાતોના મંતવ્યો સાથે  માર્કેટ પ્રીડિક્શન આપતાં જણાવ્યું હતું કે વૈશ્વિક દબાણ અને અમેરિકા - યુરોપમાં મંદીના ડરના કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા 6 સેશનમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આજે શેરબજારમાં ઘટાડાનો આ ટ્રેન્ડ તૂટી શકે છે. વૈશ્વિક બજારમાં દેખીતી વૃદ્ધિને કારણે ભારતીય બજારમાં પણ આજે સકારાત્મક અસર જોવા મળી શકે છે. તેમજ વૈશ્વિક રોકાણકારોના સકારાત્મક સેન્ટિમેન્ટની અસર સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે. મહત્વનું છે કે આ સપ્તાહમાં શેરબજાર બુધવારે સતત ત્રીજા દિવસે મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

  છેલ્લા 6 દિવસમાં BSE સેન્સેક્સ ઘટીને 56598.28 પર આવી ગયો છે. આ કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 28,134,219 કરોડથી ઘટીને રૂ. 26,859,546 કરોડ થયું છે. તેમજ નિફ્ટી 16858.60 ના સ્તર પર આવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન બજારના રોકાણકારોને લગભગ 12.74 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

  આ પણ વાંચોઃ Corporate Bonds : શું છે કોર્પોરેટ બોન્ડ્સ, તેમાં કેવી રીતે રોકાણ કરવું?

  અમેરિકન બજારની સ્થિતિ


  અમેરિકાના તમામ મુખ્ય શેરબજારો પર મોંઘવારી અને મંદીનો ડર આજે ઓછો થયો છે. છેલ્લા કેટલાક દિવસોના ઘટાડા બાદ અમેરિકન બજાર લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. S&P 500 1.97 ટકા વધીને 3,719.04 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જે સપ્તાહનું સર્વોચ્ચ સ્તર છે. તો આ તરફ NASDAQએ પણ 2.05 ટકાનો ઉછાળો દર્શાવ્યો છે.

  યુરોપિયન બજારમાં પણ તેજી


  યુરોપના શેરબજારોમાં પણ આજે લીલા રંગમાં જોવા મળી હતી. તમામ મુખ્ય શેરબજારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.36 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.19 ટકા અને લંડનનું શેરબજાર 0.30 ટકાના વધારા સાથે બંધ થયું હતું.

  આ પણ વાંચોઃ બજારના સતત ઘટાડા વચ્ચે આ સ્મોલ કેપ સ્ટોકમાં ભડકો, શેર રોકેટ થયા

  એશિયન માર્કેટ ગ્રીન ઝોનમાં


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે વધારા સાથે ખુલ્લા છે અને લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.98 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.88 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 1.01 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી 1.73 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

  આજે આ શેરો પર નજર રહેશે


  આજે બજાર પરનું દબાણ હળવું થતું જણાય છે. આવી સ્થિતિમાં આવા ઘણા શેરો છે, જ્યાં રોકાણકારો દાવ લગાવીને કમાણી કરી શકે છે. આવા સ્ટોકને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. Pidilite Industries, PI Industries, Axis Bank, REC અને HCL Technologies જેવી કંપનીઓ આજના બિઝનેસમાં હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરોમાં સામેલ છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन