Home /News /business /Stock Market Update Today: ભારે દબાણ વચ્ચે પણ સું આજે બજારમાં તેજી દેખાશે? રોકાણકારો કેમ બુલિશ બન્યા?

Stock Market Update Today: ભારે દબાણ વચ્ચે પણ સું આજે બજારમાં તેજી દેખાશે? રોકાણકારો કેમ બુલિશ બન્યા?

બજારમાં આજે સતત ચાર દિવસની મંદી પછી તેજીનો ચમકારો જોવા મળી શકે છે.

BSE Sensex Today: વૈશ્વિક બજારના દબાણ છતાં ભારતીય શેરબજાર આજે ફરી તેજી તરફ જવા માટે તૈયાર દેખાય છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા ચાર કારોબારી સત્રોથી સતત ઘટાડા તરફ જઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે છેલ્લા બે કામકાજના સત્રમાં સેન્સેક્સને 2,000 પોઈન્ટથી વધુનું નુકસાન થયું છે, પરંતુ આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે અને બજાર આજે તેજી સાથે શરૂઆત કરી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ સતત ચાર કારોબારી સેશનથી શેરબજારમાં તીવ્ર ઘટાડાને ભારતીય શેરબજારમાં આજે બ્રેક લાગી શકે છે. વૈશ્વિક બજારના દબાણ છતાં સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 954 પોઈન્ટ ઘટીને 57,145 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 311 પોઈન્ટ ઘટીને 17,016 પર બંધ થઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા, યુરોપ સહિત તમામ વૈશ્વિક બજારોમાં છેલ્લા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો જેનું દબાણ આજે પણ બજારમાં જોવા મળશે. તેમ છતાં ભારતીય રોકાણકારોનું સેન્ટિમેન્ટ આજે સકારાત્મક જોવા મળી રહ્યું છે અને આજે બજારની શરુઆત ઉછાળા સાથે થઈ શકે છે.

  આ પણ વાંચોઃ આ પાવડરનો ધંધો કરોડપતિ બનાવશે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરશો શરૂઆત

  અમેરિકન બજારોમાં સતત ડરનો માહોલ


  અમેરિકામાં સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો અને વિકાસ દરમાં સતત મંદીના કારણે રોકાણકારોમાં મંદીનો ભય ઘેરો બની રહ્યો છે. આ જ કારણ છે કે યુએસ શેરબજારમાં સતત વેચવાલીનો તબક્કો જોવા મળી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ મુખ્ય યુએસ શેરબજારો ડાઉ જોન્સ 1.11% અને S&P 500 1.03% તૂટ્યા હતા. ઉપરાંત Nasdaq Composite 0.6% ઘટીને બંધ થયો.

  આ પણ વાંચોઃ અમદાવાદની આ કંપનીએ પાંચ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ અને કરોડોપતિ બનાવ્યા, આપ્યું છપ્પરફાડ રિટર્ન

  યુરોપમાં પણ મંદીનો ભય


  અમેરિકાના પગલે પર યુરોપના શેરબજારોમાં છેલ્લા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તમામ મુખ્ય શેરબજારો લાલ નિશાન પર બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.46 ટકા ઘટીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.24 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ 0.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોઃ એક્સપર્ટ વિનય રાજાણીએ કહ્યું - 'ભારતીય માર્કેટ અંગે બહુ ચિંતા કરવાની જરુર નથી, દુનિયામાં સૌથી વધુ સ્ટ્રોન્ગ'

  એશિયન બજારોમાં તેજી


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે વધારા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.21 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.67 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં પણ 0.57 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ દક્ષિણ કોરિયાનો કોસ્પી આજે સવારે 0.11 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે.

  આ પણ વાંચોઃ એક્સપર્ટે જણાવેલા આ શેરમાં દાવ રમી જુઓ, તગડી કમાણીના ચાન્સ વધી જશે

  વિદેશી રોકાણકારો વેચવાલી તરફ વળ્યા


  ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે છેલ્લા કેટલાક સત્રોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 5,101.30 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 3,532.18 કરોડના શેર ખરીદ્યા હતા.

  રોકાણકારો આ શેરો પર દાવ રમી શકે


  આજે બજાર પર દબાણ હોવા છતાં, કેટલાક એવા શેરો છે, જેના પર રોકાણકારોની સૌથી વધુ નજર રહી શકે છે. આ શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. આજના ટ્રેડિંગમાં Abbott India, ICICI Bank, HDFC, Axis Bank અને Godrej Consumer Products જેવા શેરો ઉચ્ચ ડિલિવરી ટકાવારી શેરોની યાદીમાં સામેલ છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन