Home /News /business /Stock Market: શેરબજારમાં આજે પણ ઘટાડાની શક્યતા, રોકાણકારોની માઠી બેઠી કે શું?

Stock Market: શેરબજારમાં આજે પણ ઘટાડાની શક્યતા, રોકાણકારોની માઠી બેઠી કે શું?

શેરબજાર આજે પણ સતત 8માં દિવસે તૂટી શકે છે.

BSE Sensex Update: શેરબજારમાં તો જાણે માઠી બેઠી હોય તેમ આજે સતત 8માં દિવસે પણ દબાણ જોવા મળી શકે છે. એક તરફ ગ્લોબલ માર્કેટમાં મંદીના ભણકારા વચ્ચે વિદેશી રોકાણકારો સતત વેચવાલી તરફ વળ્યા છે તો તેનાથી ડરીને સ્થાનિક રોકાણકારો પણ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. આ કાણે સેન્સેક્સ ગઈકાલના સેશનમાં બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

વધુ જુઓ ...
    મુંબઈઃ શેરબજારમાં મંદીને જાણે કે બ્રેક જ નથી તેમ ગઈકાલે ગુરુવારે સતત 7માં દિવસે પણ ઘટાડો શરું રહ્યો હતો. આ દરમિયાન શેર બજાર બે મહિનાની નીચલી સપાટીએ બંધ થયું છે. 29 સપ્ટેમ્બરે બીએસઈ સેન્સેક્સ 188 અંક તૂટીને 56410 પર પહોંચી ગયું છે જ્યારે નિફ્ટી 16,818 પર પહોંચી ગઈ હતી. પાછલા 7 દિવસમાં સેન્સેક્સ 4.58 ટકા અને નિફ્ટી 4.90 ટકા તૂટી છે. શક્યતા છે કે આજે પણ વૈશ્વિક દબાણને પગલે સતત 8માં દિવસે માર્કેટ તૂટી શકે છે. કારણ કે વૈશ્વિક બજારમાં મંદીનું સેન્ટિમેન્ટ સ્થાનિક રોકાણકારો પર પણ અસર કરી શકે છે.

    આ પણ વાંચોઃ એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

    મોંઘવારી દર પણ આરબીઆઈના ટાર્ગેટથી ઉપર પહોંચી ગયો છે. તેવામાં એક્સપર્ટ માને છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોંઘવારી પર લગામ લગાડવા માટે ટૂંક સમયમાં જ રેપો રેટમાં 0.35થી 0.50 ટકાનો વધારો કરી શકે છે. RBIની મોનિટરી પોલિસીની કમિટીની શુક્રવારે બેઠક યોજવાની છે. તેવામાં કોઈ દાવ ખેલતા પહેલા મોટાભાગના રોકાણકારો આ બેઠકના પરિણામની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે.

    અમેરિકન બજારની સ્થિતિ


    એક દિવસના ઉછાળા બાદ ફુગાવો અને મંદીની આશંકાથી યુએસના તમામ મુખ્ય શેરબજારો આજે ફરી ઘટાડા સાથે બંધ થયા છે. આજે S&P 500 2.11 ટકા ઘટીને 3,640.47 પોઈન્ટ પર બંધ થયો છે. જે સાથે તે 6 મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. તો આજે NASDAQ 314.13 પોઈન્ટ ઘટીને 10,737.51 પર બંધ થયો છે.

    આ પણ વાંચોઃ  5G આવવાથી કઇ રીતે થશે લોકોનું જીવન પરીવર્તન, જાણો એક ક્લિકમાં બધું જ

    યુરોપિયન બજારોની ખરાબ સ્થિતિ


    યુરોપના તમામ મુખ્ય શેરબજારોમાં પણ આજે રોકાણકારોને નુકસાન થયું છે. એક દિવસની તેજી બાદ આજે તમામ બજારો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. યુરોપના મુખ્ય શેરબજારમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ સવારે 7:30 વાગ્યા સુધીમાં 1.71 ટકા, ફ્રાન્સનું શેરબજાર 1.53 ટકા અને લંડનનું શેરબજાર -1.77 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું.

    શું છે એશિયન બજારોની સ્થિતિ?


    એશિયાના મોટાભાગના શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જ -0.23 ટકાના ઘટાડા સાથે, જાપાનનો નિક્કેઈ 1.46 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ -1.50 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.09 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Share market, Stock market

    विज्ञापन
    विज्ञापन