Home /News /business /શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 350 અંત તૂટ્યો તો નિફ્ટી 18100ની નીચે પહોંચી ગઈ

શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 350 અંત તૂટ્યો તો નિફ્ટી 18100ની નીચે પહોંચી ગઈ

બજારમાં ઘટાડાની શક્યતા વચ્ચે આ શેર કરાવી શકે છે કમાણી, જુઓ લિસ્ટ

BSE Sensex Update: શેરબજારમાં આજે વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે મોટો ઘટાડો જોવા મળી શકે છે. બજાર આજે 61 હજારની નીચે ઉતરી શકે છે. જોકે વિદેશીરોકાણકારોની સતત ખરીદીના કારણે બજાર દબાણ વચ્ચે પણ ટકી રહેવા માટે મજબૂત દેખાઈ રહ્યું છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ આજે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટના ઘટાડા અને વૈશ્વિક રોકાણકારોમાં ફફડાટની સ્થિતિમાં ભારતીય શેરબજારમાં પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટીવ જોવા મળી શકે છે. તેમજ છેલ્લા કેટલાક સેશનની તેજીનો લાભ ઉઠાવવા રોકાણકારો પ્રોફિટ બુકિંગ તરફ વળી શકે છે. જેના કારણે બજારનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ઘટીને 61 હજાર નીચે આવી શકે છે.

  આ પણ વાંચોઃ  એક નહીં આ પાંચ-પાંચ શેરમાં મળી શકે છે છપ્પરફાડ રિટર્ન, એક્સપર્ટને છે પૂરો વિશ્વાસ

  છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 152 પોઇન્ટનો ઘટાડો થયો હતો અને તે 61,033 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 46 પોઈન્ટ ઘટીને 18,157 પર બંધ રહી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આજે પણ વૈશ્વિક બજારમાં દબાણ દેખાઈ રહ્યું છે અને તેના કારણે રોકાણકારના સેન્ટિમેન્ટ પર વેચવાલી અને પ્રોફિટ બુકિંગ પ્રભુત્વ જમાવી શકે છે. જો રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટિવ રહેશે તો આજે માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થશે. જો કે, આ ઘટાડો માત્ર થોડા સમય માટે છે અને ટૂંક સમયમાં બજાર તેમાંથી રિકવર થશે.

  અમેરિકાના બજારોની સ્થિતિ


  યુએસમાં ફેડ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો ત્યારથી રોકાણકારો દબાણમાં છે, જ્યારે ફુગાવાના આંકડા તો હજુ આવવાના બાકી છે. આ પહેલા રોકાણકારો ધ્યાનપૂર્વક નાણાંનું રોકાણ કરતા હોય છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ યુએસ માર્કેટ દબાણ હેઠળ રહ્યું હતું અને અમેરિકાના શેરબજાર મુખ્ય ઇન્ડેક્સ પૈકી એક નાસ્ડેક પર 2.48 ટકાનો મોટો ઘટાડો સામેલ હતો.

  આ પણ વાંચોઃ સસ્તી કાર ખરીદવી હોય તો બસ થોડી રાહ જુઓ, બજેટમાં ફીટ થઈ જશે આ મોડેલ્સ

  યુરોપિયન બજારોમાં પણ ઘટાડો


  અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વેચવાલી અને પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા હતા. યુરોપના તમામ મુખ્ય શેરબજારો અગાઉના સત્ર દરમિયાન ઘટ્યા હતા. જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 0.16 ટકા ઘટીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ માર્કેટમાં 0.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. લંડનનું સ્ટોક એક્સચેન્જ પણ 0.14 ટકાના ઘટાડા સાથે બંધ થયું.

  એશિયન માર્કેટ પણ લાલ નિશાન પર ખૂલ્યા


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લાલ નિશાન પર ખુલ્યા હતા અને તે ઘટાડા પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે 0.29 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે જાપાનનો નિક્કી 0.97 ટકા તૂટ્યો હતો. હોંગકોંગના શેરબજારમાં 1.84 ટકા અને તાઈવાનમાં 0.71 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય દક્ષિણ કોરિયાના શેરબજારમાં 0.32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચીનના શાંઘાઈ શેરબજારમાં 0.72 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચોઃ કંપનીની રેવન્યૂમાં થઇ શકે છે 12.6 ટકાનો વધારો, બ્રોકરેજ હાઉસે જણાવ્યું તમારે આ શેરમાં શું કરવું?

  વિદેશી રોકાણકારો ખરીદાર બન્યા


  વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સતત ખરીદી કરી રહ્યા છે અને આ જ કારણ છે કે દબાણ હોવા છતાં બજારમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી રોકાણકારોએ બજારમાં રૂ. 386.83 કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 1,060.12 કરોડનું વેચાણ કર્યું હતું.

  આજે આ શેરો પર દાવ લગાવી શકો


  બજારના દબાણ વચ્ચે પણ ઘણા શેરો રોકાણકારોને કમાણી કરાવી શકે છે. નિષ્ણાતો કહે છે કે આજે ઘણા એવા હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેર્સ છે, જેના પર રોકાણકારોની નજર રહેશે. SBI Life Insurance Company, Whirlpool, SBI Card, Bharti Airtel અને Kotak Mahindra Bank આ હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરોમાં અગ્રણી છે, જેના પર આજે સટ્ટાબાજી કરીને નફો મેળવી શકાય છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Investment tips, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन