Home /News /business /Stock Market Today: ચીનમાં કોરોનાના નવા સંક્રમણ વચ્ચે એશિયન બજારો દબાણમાં, સેન્સેક્સ નિફ્ટી પણ તૂટ્યા

Stock Market Today: ચીનમાં કોરોનાના નવા સંક્રમણ વચ્ચે એશિયન બજારો દબાણમાં, સેન્સેક્સ નિફ્ટી પણ તૂટ્યા

શેરબજારમાં આજે સપ્તાહની શરુઆત ઘટાડા સાથે, આ છે દબાણ પાછળના કારણો.

BSE Sensex Today's Update: ભારતીય બજાર માટે સપ્તાહનો પહેલો દિવસ નબળો રહી શકે છે. સ્થાનિક સ્તરે કોઈ ટ્રિગર પોઈન્ટ ન હોવા સાથે વૈશ્વિક માર્કેટમાં દબાણની સ્થિતિ અને ઉપરથી એશિયન બજારોમાં ચીનમાં ફરી માથું ઉંચકી રહેલા કોરોનાની ચિંતાથી આવેલા ઘટાડાની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ આજે ભારતીય શેરબજારની શરુઆત એશિયાના તમામ બજારોની જેમ દબાણ સાથે થઈ શકે છે. જેની પાછળનું પ્રમુખ કારણ ચીનમાં કોરોનાના નવા વધતા સંક્રમણ અને તેના કારણે ફરીથી લોકડાઉન જેવી સ્થિતિ જવાબદાર છે. જેને શંઘાઈ કંપોઝિટ સહિત એશિયાના તમામ બજારમાં ખળભળાટ મચાવ્યો છે. આજે ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર તેની સ્પષ્ટ અસર જોવા મળશે.

  આ પણ વાંચોઃ Archean Chemicalનો GMP રુ.100ને પાર થયો, આજે લિસ્ટિંગ પછી શું કરવું અહીં સમજો

  અગાઉના ટ્રેડિંગ સેશનમાં પણ સેન્સેક્સ 87 પોઈન્ટ ઘટીને 61,663 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 36 પોઈન્ટ ઘટીને 18,308 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં કોરોનાથી મોતનો પહેલો કેસ સામે આવ્યા બાદ એશિયન માર્કેટમાં રોકાણકારો અસમંજસમાં આવી ગયા છે. અમેરિકા અને યુરોપમાં તેજી છતાં આજે સવારે એશિયાના તમામ બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને તેઓ શરૂઆતથી જ પ્રોફિટ-બુકિંગ તરફ જઈ શકે છે.

  અમેરિકાના બજારોમાં તેજી


  અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો અને ફુગાવા અને છૂટક વેચાણ અંગેના નિરાશાજનક ડેટા હોવા છતાં, રોકાણકારો ઉત્સાહિત છે અને ભારે ખરીદી કરી રહ્યા છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ NASDAQ પર 0.01 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોઃ Share Market Weekly Update: આજથી શરું થતાં બજારમાં આ 10 બાબતો નક્કી કરશે ચાલ

  યુરોપિયન માર્કેટ પણ પોઝિટિવ


  અમેરિકાના પગલે યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી જોવા મળી હતી. યુરોપના મોટાભાગના શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. જર્મનીના સ્ટોક એક્સચેન્જે છેલ્લા સત્રમાં 1.16 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.04 ટકાના વધારા સાથે બંધ થયું હતું. આ સિવાય લંડનના સ્ટોક એક્સચેન્જમાં પણ 0.53 ટકાનો વધારો થયો છે.

  એશિયન બજારો દબાણ હેઠળ


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.32 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.01 ટકાના મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના માર્કેટમાં 1.88 ટકાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, તો તાઈવાનનું શેરબજાર 0.12 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં પણ આજે 1.09 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચોઃ રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો

  આ શેર્સ પર દાવ ફાયદો આપી શકે


  નિષ્ણાતોના મતે દબાણ હોવા છતાં આજના કારોબારમાં એવા ઘણા શેર્સ છે જે રોકાણકારોને નફાકારક બનાવી શકે છે. આ શેર હાઈ ડિલિવરી પર્સન્ટેજની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આજના ટ્રેડિંગમાં ઉચ્ચ ડિલિવરી ટકાવારી ધરાવતા સ્ટોક્સમાં ICICI Bank, NTPC, Atul, SBI Life Insurance Company અને Havells India નો સમાવેશ થાય છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन