Home /News /business /BSE Sensex Today's Update: બજારમાં આગઝરતી તેજી; સેન્સેક્સ 800 અંક ઉછળીને ખૂલ્યો તો નિફ્ટી 241 અંક ઉછળી

BSE Sensex Today's Update: બજારમાં આગઝરતી તેજી; સેન્સેક્સ 800 અંક ઉછળીને ખૂલ્યો તો નિફ્ટી 241 અંક ઉછળી

શેરબજારમાં ભારે તેજી, તમામ સેક્ટરમાં રોકાણકારો માલામાલ થયા.

Indian Stock market: ભારતીય શેરબજાર સતત બે કારોબારી સત્રમાં ઘટ્યા બાદ આજે જબરો ઉછાળો મારી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવેલી તેજીની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી શકે છે અને પોઝિટિવ સેન્ટિમેન્ટ બની રહેશે. જેથી બજારની શરુઆત આજે બંપર ઉછાળા સાથે થઈ શકે છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ ભારતીય શેરબજાર પાછલા બે સત્રોમાં સતત તૂટ્યા પછી આજે ફરી એકવાર ઉછાળો મારી શખે છે. વૈશ્વિક માર્કેટમાં આવેલી તેજીના કારણે શુક્રવારે સ્થાનિક બજારમાં ભારે ખરીદી જોવા મળી શકે છે અને ફરી એકવાર સેન્સેક્સ 61 હજારને પાર જઈ શકે છે. પાછલા બે કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સમાં લગભગ 600 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

    અમેરિકામાં બજારે કરી આખલાની સવારી


    અમેરિકામાં ફુગાવો અને રોજગારીના આંકડા જોઈને રોકાણકારો ઉત્સાહિત જણાય છે. ભલે ફેડ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપ્યો હોય, પરંતુ શેરબજારે તાજેતરના આર્થિક ડેટા તરફ સકારાત્મક વલણ અપનાવ્યું છે અને છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન મુખ્ય બજારોમાં સમાવિષ્ટ નાસ્ડેક પર 7.35 ટકાનો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકાના.

    આ પણ વાંચોઃ અમેરિકામાં મોંઘવારી ઘટવાના સંકેતથી ડાઉ જોન્સ 800 અંક ઊછળ્યો, ભારતમાં શું પડશે અસર?

    યુરોપના બજારો પણ પોઝિટિવ


    યુએસ માર્કેટમાં ઉછાળાની અસર યુરોપિયન બજારો પર જોવા મળી હતી અને છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન મોટાભાગના શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા સત્રમાં 3.51 ટકાના બમ્પર જમ્પ સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 1.86 ટકાનો ઉછાળો નોંધાયો હતો. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 1.08 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચોઃ એક વર્ષમાં આટલું બમ્પર રિટર્ન, 1 લાખ મૂક્યા અને 9.50 લાખ મળ્યા, જાણો આ શેરનું નામ

    આ શેર્સ કરાવશે કમાણી કરશે


    નિષ્ણાતોના મતે, આજના કારોબારમાં એવા ઘણા શેર્સ હશે જે રોકાણકારોને ખૂબ રુપિયા કમાવી શકે છે. આવા સ્ટોકને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. આજે આ કેટેગરીના શેરોમાં UPL, HDFC, ICICI Bank, Kotak Mahindra Bank અને Hindustan Unilever નો સમાવેશ થાય છે. આ શેરો પર દાવ લગાવીને રોકાણકારો ઇન્ટ્રા-ડે દરમિયાન મોટો નફો કમાઈ શકે છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Expert opinion, Share market, Stock market

    विज्ञापन
    विज्ञापन