Home /News /business /ઉતાર-ચડાવ સાથે બજારનું ફ્લેટ ઓપનિંગ, Paytm, Nykaa, Bajaj Autoના શેર ફોકસમાં

ઉતાર-ચડાવ સાથે બજારનું ફ્લેટ ઓપનિંગ, Paytm, Nykaa, Bajaj Autoના શેર ફોકસમાં

આજે બજારમાં મોટા ઉછાળાની શક્યતા, તગડી કમાણી કરવી હોય તો એક્સપર્ટે સૂચવેલા શેર પર નજર રાખો

Indian Stock Market Today: આજે ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા સત્રમાં તેજી નોંધાવી શકે છે અને ગઈકાલના સેશનની નુકસાનીની ભરપાઈ કરી શકે છે. આ દરમિયાન બજાર 62 હજારના સ્તરને પાર કરી શકે છે.

  મુંબઈઃ આજે ભારતીય શેરબજારમાં તેજીની પૂરેપૂરી શક્યતાઓ છે. વૈશ્વિક બજારમાં સુધારાની અસર શુક્રવારે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળશે અને ખરીદીમાં વધારો થવાની પૂરેપૂરી અપેક્ષા છે, જેના કારણે બજાર અગાઉના સત્રમાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે. જો આજે બજાર વધશે તો સેન્સેક્સ 62 હજારને પાર કરી શકે છે.

  છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાડા સાથે 61,751 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 66 પોઈન્ટ ઘટીને 18,344 પર પહોંચી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આજના કારોબારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક રહેવાની અપેક્ષા છે અને તેઓ શરૂઆતથી જ ખરીદી તરફ જશે. આ અઠવાડિયે બે ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી, જ્યારે બેમાં અત્યાર સુધીમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, જો આજે બજાર વધશે તો સેન્સેક્સ 62 હજારનો આંકડો પાર કરશે.

  આ પણ વાંચોઃ  કુબેરનો ખજાનો છે આ અમેરિકન સુપરફૂડની ખેતી, એક વીઘામાં લાખોની આવક

  અમેરિકાના બજારમાં ઘટાડો


  યુએસ શેરબજારના રોકાણકારો ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વધારો કરવાના સંકેતોથી નર્વસ છે. તેઓ વ્યાજદરમાં સતત વધારાને કારણે મંદીની કટોકટી જોઈ રહ્યા છે અને બજારમાંથી તેમના પૈસા પાછા ખેંચી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકાના મુખ્ય શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 0.02% ઘટીને બંધ થયો, જ્યારે S&P 500 એ 0.31% અને નાસ્ડેક કમ્પોઝિટ 0.35% ની ખોટ દર્શાવી.

  યુરોપિયન માર્કેટ પણ ઘટ્યું


  અમેરિકાના પગલે યુરોપના મોટાભાગના શેરબજારોમાં છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ અગાઉના ટ્રેડિંગ સેશનમાં 0.23 ટકાના વધારા સાથે બંધ થયું હતું, પરંતુ ફ્રેન્ચ શેરબજારમાં 0.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને લંડન સ્ટોક એક્સચેન્જ પણ 0.06 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું.

  આ પણ વાંચો:Midcap Stocks: આ 8 મિડકેપ્સ શેરમાં તમારા રુપિયા 'રાજાની કુંવરી'ની જેમ ધડાધડ વધશે, નિષ્ણાતોના છે ફેવરિટ 

  એશિયન બજારોમાં તેજી


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે વધારા સાથે ઓપન અને ગ્રીન માર્ક પર ટ્રેડ થઈ રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.34 ટકાનો ઉછાળો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.31 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં આજે 0.66 ટકાનો ઉછાળો છે, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.13 ટકાનો ઉછાળો આવ્યો છે.

  આ શેર પર રાખો નજર


  નિષ્ણાતોનું કહેવું છે કે આજે બજારના સકારાત્મક સેન્ટિમેન્ટને કારણે ફાયદો થવાની પૂરી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં કેટલાક શેરો જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે. આજના હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરોમાં Marico, SBI Card, ICICI Bank, SBI Life Insurance Company અને NTPC જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં જબરદસ્ત જામી શકે છે આ બિઝનેસ, ઓછા રોકાણમાં થશે બમ્પર કમાણી

  વિદેશી રોકાણકારોએ ફરી ખરીદી તરફ


  આ અઠવાડિયે દબાણ હેઠળ રહેલા વિદેશી રોકાણકારોએ અગાઉના ટ્રેડિંગ સેશનમાં વિશ્વાસ દર્શાવ્યો હતો અને પછા ખરીદી તરફ પાછા ફર્યા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા સત્રમાં રૂ. 618.37 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ સમાન સમયગાળા દરમિયાન રૂ. 449.22 કરોડના શેર ખરીદ્યા હતા.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन