Home /News /business /Stock Market: વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય બજારની ઘટાડા સાથે શરુઆત, કેમ અચાનક તૂટ્યું?

Stock Market: વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય બજારની ઘટાડા સાથે શરુઆત, કેમ અચાનક તૂટ્યું?

બજારમાં આજે કમાણીના પૂરા ચાન્સ છે, નિષ્ણાતોએ જણાવેલા આ શેર્સ પર નજર રાખો.

BSE Sensex Today's Update: વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતો અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ(FIIs) દ્વારા સતત ભારતીય બજારમાં ખરીદી સહિતના કેટલાક ફેક્ટર્સના કારણે બજાર ફરી એકવાર ધોમ તેજીની ઝોનમાં જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતો અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ(FIIs) દ્વારા સતત ભારતીય બજારમાં ખરીદી સહિતના કેટલાક ફેક્ટર્સના કારણે બજાર ફરી એકવાર ધોમ તેજીની ઝોનમાં જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં આજે સોમવાર 14 નવેમ્બરના દિવસે સ્થાનિક માર્કેટ તેજી સાથે સપ્તાહની શરુઆત કરી શકે છે. શુક્રવારે પણ બજાર તેજી સાથે બંધ થયું હતું અને તે ટ્રેન્ડ આજે પણ યથાવત રહી શકે છે. છેલ્લા કારોબારી દિવસમાં સેન્સેક્સ 1181 અંક ઉછળીને 16,795 પર અને નિફ્ટી 321 અંક વધીને 18,350 પર બંધ થયો હતો.

  મનીકંટ્રોલના એક એહવાલ મુજબ જો નિફ્ટી નીચે જાય પણ છે તો તેને 18284 પર જબરજસ્ત સમર્થન મળે છે, તેમજ જો ઉપરની તરફ વધવા માટે તેને 18,363ના સ્તેર રેઝિસ્ટન્સનો સામનો કરવો પડશે. જે બાદ 18387 અને 18427 પર દબાણ સહન કરવું પડી શકે છે.

  આ પણ વાંચોઃ શેરબજારમાં આ સપ્તાહમાં પણ તેજીનો આખલો દોડશે? આ છે મુખ્ય ટ્રિગર પોઇન્ટ્સ

  એશિયન બજારમાં મજબૂતીના સંકેત


  અમેરિકન બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજી બાદ આજે સવારથી જ એશિયન માર્કેટમાં તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી તેજી સાથે 2485.29 ના સ્તર પર છે. તેમજ ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.90 ટકા વધીને 3115 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જોકે, જાપાનના Nikkei 225માં 0.55 ટકા ઘટીને 28,108.70 પર ટ્રેડ કરી રહ્યો છે.

  આ પણ વાંચોઃ ટાટા ગ્રુપની આ કંપની થોડા જ દિવસોમાં આપી શકે છે 21% સુધી વળતર, ICICI ડાયરેક્ટે આપી ખરીદીની સલાહ

  કયા સ્ટોક પર નજર રાખવી


  આજે ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામ જાહેર થશે, જેના પર રોકાણકારોની નજર રહેશે. તેમાં ઓએનજીસી, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, બાયોકોન, ભારત ફોર્જ, એપોલો ટાયર્સ, આઈઆરસીટીસી, આરતી ઈન્ડસ્ટ્રીઝ, એબોટ ઈન્ડિયા, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, બીજીઆર એનર્જી સિસ્ટમ્સ, બિરલા ટાયર્સ, દિલીપ બિલ્ડકોન, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, લિંડે માઇન્ડ સ્પેસ બિઝનેસ પાર્ક, એનબીસીસી, રેડિકો ખેતાન, સોભા અને સ્પાઈસજેટ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.

  ભારતનો ફોરેક્સ રિઝર્વ ઘટ્યો


  12 નવેમ્બરના રોજ પૂર્ણ થયેલા કારોબારી સપ્તાહના અંતમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર એટલે ફોરેક્સ રિઝર્વ 1.08 અબજ ડોલર ઘટીને 529.99 અબજ ડોલર પર પહોંચી ગયો છે. જેના પહેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 6.56 અબજ ડોલર વધ્યો હતો જે છેલ્લા એક વર્ષમાં તેનો સૌથી મોટો ઉછાળો છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन