Home /News /business /વૈશ્વિક દબાણ હેઠળ આજે ફ્લેટ શરુઆત પછી આજે પણ શેરબજાર દોડ્યું, બનાવ્યો નવો ઓલ ટાઈમ હાઈ

વૈશ્વિક દબાણ હેઠળ આજે ફ્લેટ શરુઆત પછી આજે પણ શેરબજાર દોડ્યું, બનાવ્યો નવો ઓલ ટાઈમ હાઈ

બજારની ફ્લેટ શરુઆત, બાદ સામાન્ય ઉછાળો.

BSE Sensex Today: શેરબજારમાં આજે શું થશે તેવો દરેક રોકાણકારોના મનમાં પ્રશ્ન હશે કારણ કે બજારે સોમવારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. જોકે નિષ્ણાતો મુજબ બજાર હાલ ઓવરવેલ્યુડ છે અને આ સમયે નાના રોકાણકારોએ સાવધાની સાથે દાવ રમવો જોઈએ.

  મુંબઈઃ ભારતીય શેરબજાર માટે ગઈકાલે સોમવારનો જાણે દિવાળી હતી તેમ બજારે તમામ વૈશ્વિક દબાણોને દૂર હડસેલી નવી આકાશી છલાંગ લગાવી હતી. જોકે આજે મંગળવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ નીચે આવી શકે છે. આજે વૈશ્વિક બજારમાં ઘટાડાનું દબાણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને તેઓ શરૂઆતથી જ પ્રોફિટ બુકિંગ તરફ જઈ શકે છે. નિષ્ણાતો માને છે કે બજાર હાલમાં ઓવરવેલ્યુડ છે અને ગમે ત્યારે કરેક્શન આવી શકે છે. તેથી, નાના રોકાણકારોએ ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે.

  આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસ CLSAએ પેટીએમના શેર્સ વેચવાની જગ્યાએ હવે ખરીદવાનું કહ્યું, પણ કેમ?

  છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ વધીને 62,505 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પોઈન્ટ વધીને 18,563 પર બંધ થઈ હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજના કારોબારમાં વૈશ્વિક બજારનું દબાણ સ્પષ્ટપણે જોવા મળશે. છેલ્લા સત્રમાં પણ વૈશ્વિક બજારના દબાણને કારણે બજારમાં પ્રાથમિક ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ રોકાણકારોના સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે ફરી ખરીદી વધી હતી અને બજાર તેની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યું હતું.

  આ પણ વાંચોઃ Dharmaj Crop Guard IPO: આ એગ્રોકેમિકલ કંપનીમાં રોકાણ કરાય? એંકર રોકાણકારોએ તો ધૂમ મચાવી

  અમેરિકામાં શેરબજાર ઊંધા માથે


  ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે યોજાઈ રહેલા દેખાવોની અસર એપલના યુનિટને પણ થઈ છે, જેના કારણે યુએસ શેરબજારમાં આ કંપનીના શેર તૂટ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અમેરિકાના તમામ સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. S&P 500માં 1.54 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટમાં 1.58 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ડાઉ જોન્સ પણ 1.45 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

  યુરોપીયન માર્કેટમાં ઘટાડો


  અમેરિકાની જેમ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટાડો નોંધાયો હતો અને તમામ મુખ્ય શેરબજારો નુકસાન સાથે બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન 1.09 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.70 ટકાના નુકસાનમાં બંધ રહ્યું હતું. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 0.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોઃ શેરબજારમાં તોફાની તેજી, એક્સપર્ટે કહ્યું આ શેર્સમાં રુપિયાના વરસાદની હજુ પણ શક્યતા

  એશિયન માર્કેટ પણ ઘટાડામાં


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.44 ટકાનું નુકસાન છે, જ્યારે જાપાનના નિક્કેઇ પર 0.52 ટકાનું નુકસાન છે. હોંગકોંગ શેરબજાર આજે સવારે 1.57 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે તાઈવાન 0.55 ટકા ડાઉન હતું. દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ આજે 0.26 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

  આ પણ વાંચોઃ માર્કેટ નવી ઉડાન માટે છે તૈયાર, આ 10 શેર્સ મહિના દિવસમાં નસીબ અને તિજોરી બંને ચમકાવશે

  આ શેર પર આજે દાવ લગાવી શકો


  નિષ્ણાતો કહે છે કે આજના કારોબારમાં એવા ઘણા શેર છે, જે દબાણ હોવા છતાં તમને નફો આપી શકે છે. આ શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે અને આજે ITC, ICICI Lombard General Insurance, ICICI Prudential Life Insurance, ICICI Bank અને Dabur India જેવી કંપનીઓના શેર આ શ્રેણીમાં રહેશે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन