Home /News /business /Share Market: વૈશ્વિક દબાણ વચ્ચે માર્કેટનું ફ્લેટ ઓપનિંગ, નિફ્ટી સેન્સેક્સમાં પ્રોફિટ બુકિંગ

Share Market: વૈશ્વિક દબાણ વચ્ચે માર્કેટનું ફ્લેટ ઓપનિંગ, નિફ્ટી સેન્સેક્સમાં પ્રોફિટ બુકિંગ

શેરબજારમાં આજે તેજીની લહેર વચ્ચે થોડું દબાણ જોવા મળશે.

Bse Sensex: ભારતીય શેરબજાર હાલ રેકોર્ડ લેવલ પર કારોબાર કરી રહ્યું છે. છેલ્લા સત્રમાં સેન્સેક્સ 62 હજારના ઐતિહાસિક લેવલને પાર કરી ગયું હતું. એક્સપર્ટ મુજબ આમ તો રોકાણકારોનું સેન્ટિમેન્ટ આજે પણ પોઝિટિવ છે પરંતુ ગ્લોબલ માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું છે. જે બજારની ચડતીમાં બ્રેક મારી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભારતીય શેરબજારમાં (Indian Stock Market) છેલ્લા કામકાજી દિવસમાં રેકર્ડ હાઈ જોવા મળ્યો હતો અને બજારે 62 હજાની સપાટી પાર કરી હતી. પરંતુ આજે વૈશ્વિક દબાણ હેઠળ શેર માર્કેટ દબાણમાં રહી શકે છે. એક્સપર્ટનું અનુમાન છે કે રોકાણકારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જ છે પરંતુ શરુઆતના કારોબારમાં વેચવાલી તરફ જઈ શકે છે. જેનાથી માર્કેટ ઘટાડાનો સામનો કરી શકે છે.

  આ પણ વાંચોઃ બિગ બોય ટોયઝ કાર બ્રાન્ડનું ગુજરાતમાં આગમન, અમદાવાદમાં રૂ. 25 કરોડનું રોકાણ કર્યું

  સેન્સેક્સ છેલ્લા કોરોબારી સત્રમાં 762 અંકના મોટા ઉછાળા સાથે 62273 ના રેકોર્ડ હાઈ લેવલે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 217 અંકની તેજી સાથે 18484 પર પહોંચી ગઈ હતી. બીજી તરફ ગુરુવારે બજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગની એક્સપાયરી પણ હતી અને આ દરમિયાન રોકાણકારો ભારે શેર ખરીદ્યા હતા જેનાથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એક્સપર્ટનું કહેવું છે કે આમ તો રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ બની રહેશે પરંતુ આજના શરુઆતના કારોબારમાં ગ્લોબલ માર્કેટના દબાણ હેટળ બજારમાં થોડો સમય માટે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.

  અમેરિકન બજારમાં તેજી


  યુએસ શેરબજારમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. મંદીનું જોખમ હોવા છતાં, રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન, યુએસ મુખ્ય સ્ટોક એક્સચેન્જમાં સામેલ S&P 500 0.59 ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે, જ્યારે ડાઉ જોન્સ 0.28 ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તો નાસ્ડેક 0.99 ટકાની તેજી સાથે બંધ થયો હતો.

  આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું 'અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય'

  યુરોપમાં પણ સળંગ ત્રીજા દિવસે તેજી


  અમેરિકાના પગલે યુરોપિયન બજારોમાં પણ છેલ્લા સત્ર દરમિયાન તેજી જોવા મળી હતી અને તમામ મુખ્ય શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. જર્મનીના શેરબજારમાં છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન 0.78 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.42 ટકાનો વધારો જોવા મળ્યો હતો. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 0.02 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

  એશિયન બજારો દબાણ હેઠળ


  ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને કડક લોકડાઉનના કારણે એશિયન બજારો આજે દબાણ હેઠળ છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.28 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.15 ટકાના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હોંગકોંગમાં 0.07 ટકા અને તાઇવાનમાં 0.04 ટકાનો વધારો થયો છે, પરંતુ દક્ષિણ કોરિયાના કોસ્પી પર 0.09 ટકાનો ઘટાડો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ આજે 0.33 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

  આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું 'પાણી વેચીશ'; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

  આજે આ શેરો પર નજર રહેશે


  આજના કારોબારમાં કેટલાક એવા શેર હશે જે બજાર પર દબાણ હોવા છતાં રોકાણકારોની પ્રથમ પસંદગી બની શકે છે. આવા શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે અને આજે આ કેટેગરીમાં Voltas, ICICI Lombard General Insurance, ICICI Bank, ICICI Prudential Life Insurance અને SBI Life Insurance જેવી કંપનીઓના સ્ટોકનો સમાવેશ થાય છે.

  વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો


  ભારતીય શેરબજાર પર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરતો જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારોએ આ સપ્તાહે પ્રથમ વખત ખરીદી કરી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 1,231.98 કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 235.66 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Invest in share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन