Home /News /business /Stock Market Today: શેરબજાર ચિત્તાની ચાલે દોડ્યું, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 17 હજારને પાર

Stock Market Today: શેરબજાર ચિત્તાની ચાલે દોડ્યું, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 17 હજારને પાર

શેરબજારમાં આજે ઊછાળાની શક્યતા આ છે તેની પાછળના કારણો

BSE Sensex Today's Update: અમેરિકા અને યુરોપ સહિત તમામ ગ્લોબલ માર્કેટ ઉછાળા સાથે બંધ થયા છે. જેના કારણે એશિયન માર્કેટ પોઝિટિવ નોટ પર ખૂલ્યા છે. આ સ્થિતિની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને કારોબારની શરુઆત વધારા સાથે થશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ  શેરબજારમાં આ ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં માર્કેટે 1000 પોઈન્ટ ઉછાળા સાથે સ્માર્ટ રિકવરી દર્શાવી હતી તો સોમવારે ધબાય નમઃ કરતાં પડી ભાંગ્યું હતું તેવામાં હવે આજે ફરી 1000 પોઈન્ટ ઉછાળા સાથે માર્કેટ કામ કરી રહ્યું છે. જાણકારોએ આજે સવારે જ બજાર પોઝિટીવ નોટ પર રહેવાની આગાહી કરી હતી.

  આજે સવારે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારના 7 દિવસના ઘટાડા પછી સ્માર્ટ રિબાઉન્ડ કર્યું હતું. જોકે સોમવારે ફરી એકવાર બજાર વેચાણના દબાણ હેઠળ બંધ થયું. નબળા વૈશ્વિક વલણો અને આર્થિક મંદીની આશંકાથી તમામ ક્ષેત્રોમાં વેચવાલીનું પ્રભુત્વ છે. તેના કારણે સેન્સેક્સ 638.11 પોઈન્ટ ઘટીને 56,788.81 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 207 પોઈન્ટ ઘટીને 16,887.30 પર બંધ થયો હતો. જો કે આજે સારા વૈશ્વિક ટ્રેન્ડને કારણે શેરબજાર પોઝીટીવ નોટ સાથે ખુલશે અને સતત ઘટાડો આજે અટકી શકે છે.

  આ પણ વાંચોઃ ટીશ્યુ પેપરનો બિઝનેસ કરીને થઈ શકે લાખોની કમાણી, સરકારથી પણ મળશે મદદ

  નિષ્ણાતો કહે છે કે અમેરિકા, યુરોપ સહિત તમામ વૈશ્વિક બજારોમાં છેલ્લા સત્રમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે આજે ભારતીય રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે અને આજે ઊછાશા સાથે બિઝનેસ શરૂ થઈ શકે છે. જોકે એશિયન બજારોના દબાણને કારણે બજારમાં વોલેટિલિટી ચાલુ રહી શકે છે.

  આ પણ વાંચોઃ વડોદરા રાજપરિવારની આ કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી, 4 મહિનામાં રુ.1 લાખને 45 લાખ કરી આપ્યા

  અમેરિકા અને યુરોપિયન બજારોની સ્થિતિ


  છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તમામ મોટા યુએસ શેરબજારો લીલા નિશાનમાં બંધ થયા છે. આર્થિક મંદીની આશંકા વચ્ચે બજાર સકારાત્મક નોંધ પર બંધ થયું છે. S&P 500 2.59 ટકા ઉછળીને બંધ થયો છે, જ્યારે NASDAQ 2.27 ટકા ઉપર છે. બીજી તરફ યુરોપિયન બજારો પણ આજે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. યુરોપના મુખ્ય શેરબજારમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ DAX 0.79ના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. ફ્રાંસનું શેરબજાર CAC 0.55 ટકાના વધારા સાથે અને લંડનનું સ્ટોક એક્સચેન્જ FTSE 0.22 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે.

  આ પણ વાંચોઃ Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

  શું છે એશિયન બજારોની સ્થિતિ?


  એશિયાના મોટાભાગના શેરબજારો પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે પોઝિટિવ ઝોનમાં ખુલીને 1.43 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જાપાનનો નિક્કી 2.66 ટકા પર ટ્રેડ કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 1.88 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2.37 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એશિયન બજારોના સંકેતો પરથી લાગે છે કે આજે ભારતીય શેરબજાર પણ ઉછાળા સાથે ખુલશે.

  આજે આ શેરો પર નજર રહેશે


  દબાણ વચ્ચે વૈશ્વિક બજારોમાં ગઈકાલના ઉછાળા કારણે સ્થાનિક શેરબજારમાં આજે ઉછાળો જોવા મળી શકે છે. તેવામાં એવા કેટલાક શેર્સ છે જેમાં રોકાણકારો દાવ લગાવીને કમાણી કરી શકે છે. આવા સ્ટોકને હાઈ ડિલિવરી પર્સન્ટેજ સ્ટોક કહેવામાં આવે છે. Abbott India, ICICI Lombard General Insurance, HDFC, Hindustan Unilever અને HDFC AMC જેવી કંપનીઓ આજના બિઝનેસમાં હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરોમાં સામેલ છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन