Home /News /business /ભારે વૈશ્વિક દબાણ વચ્ચે પણ આજે ભારતીય બજારો નજીવા ઉછાળા સાથે ખૂલ્યા

ભારે વૈશ્વિક દબાણ વચ્ચે પણ આજે ભારતીય બજારો નજીવા ઉછાળા સાથે ખૂલ્યા

શેરબજાર ઘટશે કે વધશેની ચિંતા કરતાં રોકાણકારો માટો માટે નિષ્ણાતોએ કહી આશાની વાત.

BSE Sensex today: ભારતીય શેરબજાર બે છેલ્લા બે કારોબારી સત્રના ઘટાડાને પચાવીને આજે ફરી તેજી તરફ જવા માટે તૈયાર હોવાનું એક્સપર્ટ માને છે. નિષ્ણાતો મુજબ વૈશ્વિક દબાણને અવગણીને બજારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ આજે પોઝિટિવ રહી શકે છે.

    મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Share Market) છેલ્લા બે સત્રોથી સતત તૂટ્યા પછી આજે બજાર તેજીના મૂડમાં છે. ગ્લોબલ માર્કેટમાં સતત દબાણ છતાં આજે બજારમાં તેજીની શક્યતા દેખાઈ રહી છે. ચીનમાં કોરોના સંક્રમણ વધતા અને આકરા લોકડાઉનના કારણે છેલ્લા કારોબારી સત્રમાં બજારને ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે મંગળવારે સવારે ફરી તેજી બનાવવા માટે સફળ થઈ શકે છે.

    સેન્સેક્સમાં છેલ્લા સત્રમાં 519 અંકનો ઘટાડો નોંધાયો હતો અને તે 61,145 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 148 અંકના ઘટાડા સાથે 18,160 પર પહોંચી ગઈ હતી. એક્સપર્ટનું માનવું છે કે આજના કારોબારમાં રોકાણકારો પર વૈશ્વિક ઘટાડાની અસર તો દેખાશે પરંતુ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહી શકે છે. જેના કારણે તેઓ ફરી ખરીદી પર ભાર આપી શકે છે અને બજારને ગતિ મળી શકે છે. મહત્વનું છે કે ગત સપ્તાહમાં 62 હજાર તરફ મજબૂતીથી આગળ વધી રહેલું બજાર અચાનક આ સપ્તાહની શરુઆત સાથે તૂટી પડ્યું હતું અને હાલ 61 હજાર આસપાસ ટકેલું છે.

    આ પણ વાંચોઃ ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

    US માર્કેટમાં પણ કોરોનાનો ઓછાયો


    મંદી અને મોંઘવારી સામે ઝઝૂમી રહેલા અમેરિકાના શેરબજારમાં હવે કોરોનાનો ઓછાયો પણ ફરી જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચકતા અમેરિકન રોકાણકોરો બજારથી દૂર થઈ રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રમાં અમેરિકાના શેર બજારમાં વેચવાલી હાવી રહી હતી અને મોટાભાગના ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ડાઉ જોન્સ 0.13 ટકા તૂટીને બંધ થયો હતો તો S&P 500 0.39 ટકા ઘટાડા સાથે બંધ થયો હતો. આ ઉપરાંત નાસ્ડેક કમ્પોઝિટ પણ 1.09 ટકાના ઘાટાડા સાથે બંધ થયો હતો.

    આ પણ વાંચોઃ નોકરીમાં કરોડપતિ બનવાનું અશક્ય લાગે છે, તો અપનાવો આ રીત અને બની જાઓ ધનવાન

    યુરોપ પણ અમેરિકાના પગલે


    અમેરિકાના પગલે યુરોપના બજારો પણ છેલ્લા કારોબારી સત્ર દરમિયાન ઘટ્યા છે. યુરોપના તમામ પ્રમુખ શેરબજાર નુકસાની સાથે બંધ થયા છે. જર્મની સ્ટોક એક્સચેન્જ છેલ્લા કોરાબારી સત્ર દરમિયાન 0.36 ટકા ઘટીને બંધ થયા છે. જ્યારે ફ્રાંસનું શેર બજાર 0.15 ટકાના નુકસાન સાથે બંધ થયું છે. આ જ રીતે લંડનનું સ્ટોક એક્સચેન્જ 0.12 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું.

    આ શેર્સ પર રાખો નજર


    બજાર આજે દબાણ વચ્ચે જો તેજી તરફ જાય છે કે પછી દબાણમાં જ રહે છે બંને પરિસ્થિતિ વચ્ચે તમે નિષ્ણાતોએ સૂચવેલા કેટલાક શેર્સ પર નજર રાખીને તગડી કમાણી કરી શકો છો. આજે ડીલર્સની નજર પણ આ સ્ટોક્સ પર રહેશે. આવા સ્ટોક્સને હાઈ પર્સન્ટેજ સ્ટોક્સ કહેવાય છે. જેમાં આજે ICICI Lombard General Insurance Company, HDFC, ICICI Bank, Divis Laboratories અને NTPC જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Share market, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन