Home /News /business /Stock Market Today: બજાર ભારે 380 પોઇન્ટના કડાકા સાથે ખૂલ્યું, નિફ્ટી પણ 18000 નીચે

Stock Market Today: બજાર ભારે 380 પોઇન્ટના કડાકા સાથે ખૂલ્યું, નિફ્ટી પણ 18000 નીચે

આજે શેરબાજરમાં ભારે ઘટાડાની શક્યતા ધ્યાન રાખીને દાવ ખેલજો

BSE Sensex Today's Update: અમેરિકામાં વ્યાજ દરમાં ધરખમ વધારા અને તેના કારણે વૈશ્વિક દબાણ વચ્ચે ભારતીય શેરબજાર આજે તૂટી શકે છે. છેલ્લા કારોબારમાં પણ રોકાણકારો પ્રોફિટ બુકિંગ તરફ વધ્યા હતા જે ચાલ આજે પણ ચાલુ રહી શકે છે.

    મુંબઈઃ અમેરિકાની કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વએ ફરી એકવાર પોતાના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જેની અસર વૈશ્વિક બજારમાં ભારે દબાણ સ્વરુપે જોવા મળી રહી છે. તેની સાથે ભારતીય બજારમાં પણ આજે દબાણ જોવા મળી શકે છે. તે ઉપરાંત આજે આરબીઆઈ દ્વારા પણ પોતાની મોનિટરી પોલિસીની બેઠક બોલાવવામાં આવી છે તેવામાં એવી પણ શક્યતા જોવાઈ રહી છે કે ભારતમાં પણ કેન્દ્રિય બેંક મોંઘવારીને કાબૂમાં કરવા માટે આકરા પગલા ભરી શકે છે. તેવામાં આજના કારોબારમાં રોકાણકારો સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ અને વેચવાલી તરફ આગળ વધી શકે છે. આ પહેલા ત્રણ કારોબારી સત્રમાં તેજી બાદ બજાર છેલ્લા સત્રમાં ઘટીને બંધ થયું હતું.

    આ પણ વાંચોઃ અમેરિકામાં આ વર્ષમાં છઠ્ઠીવાર વ્યાજ દર વધ્યા, આજે RBIની બેઠક; તો શું ભારતમાં પણ વધશે?

    છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 215 પોઈન્ટના ઘટાડા સાથે 60,906 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 63 પોઈન્ટના ઘટાડા સાથે 18,083 પર પહોંચી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 75 બેસિસ પોઈન્ટના વધારાથી યુએસ શેરબજાર પર ભારે અસર પડી છે. આજે વિશ્વભરના રોકાણકારોએ આનો માર સહન કરવો પડશે. ભારતીય રોકાણકારોનું સેન્ટિમેન્ટ પહેલેથી જ નેગેટિવ છે અને આજે માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળી શકે છે.

    આ પણ વાંચોઃ Bikaji Foods IPO: 3 નવેમ્બરના દિવસે ખૂલશે, GMP દ્વારા મળી રહ્યા છે આ મોટા સંકેત

    યુએસ બજારોમાં કડાકો


    ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થતાં અમેરિકી શેરબજારોમાં વેચવાલી શરૂ થઈ અને રોકાણકારોએ નાણાં ઉપાડવાનું શરૂ કર્યું હતું. પ્રોફિટ-બુકિંગને કારણે યુએસના મુખ્ય શેરબજારોમાંથી એક નાસ્ડેકમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 3.39 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

    યુરોપમાં બજારની સ્થિતિ


    અમેરિકાની જેમ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં છેલ્લા સત્રમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.81 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું. આ સિવાય લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 0.58 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચોઃ તમારી હોમલોનના વ્યાજને ફ્રી કરી દેશે આ SIP, સમજો A to Z ગણતરી

    એશિયન બજારો પણ તૂટ્યા


    આજે સવારે એશિયાના મોટા ભાગના શેરબજારો ખોટમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.86 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનના નિક્કેઈ પર ટ્રેડિંગ શરૂ થયું નથી. આ સિવાય તાઈવાનના શેરબજારમાં 1.30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ 0.97 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.

    વિદેશી રોકાણકારોનું વલણ


    વિદેશી રોકાણકારો ઘટાડા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં ખરીદી ચાલુ રાખી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 1,436.30 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 1,378.12 કરોડના શેર વેચ્યા હતા, જેના કારણે બજારમાં ઘટાડો થયો હતો. જોકે આજે બજારમાં વિદેશી રોકાણકારો કઈ તરફ વધે છે તે ખૂબ જ મહત્વનું બની રહેશે.

    આ શેરો કમાણી કરી શકે છે


    નિષ્ણાતો કહે છે કે ઘટાડા અને દબાણ વચ્ચે પણ એવા ઘણા શેરો છે, જેનાથી તમે શેરબજારમાં કમાણી કરી શકો છો. આવા શેરોને હાઈ ડિલિવરી પર્સન્જેટ સ્ટોક કહેવામાં આવે છે અને આજના ટ્રેડિંગમાં શેરોની આ શ્રેણીમાં Biocon, Bosch, HDFC, TCS અને Power Grid Corporation of India જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन