Home /News /business /Stock Market: ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતને વધાવતા તેજી સાથે ખૂલ્યું બજાર, ચાર સત્રના ઘટાડને બ્રેક

Stock Market: ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતને વધાવતા તેજી સાથે ખૂલ્યું બજાર, ચાર સત્રના ઘટાડને બ્રેક

બજાર આજે તેજીની ચાલ ચાલે તેવા પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે.

BSE Sensex Today: ગુજરાત વિધાનાસભાના પરિણામો આવવાની શરુઆત થતાં જ ગઈકાલે માર્કેટમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ તૂટ્યો હતો અને તેજીનો ઝબકારો જોવા મળ્યો હતો. આજે તેમાં માર્કેટ આગળ વધતું જોવા મળી શકે છે.

  મુંબઈઃ ગ્લોબલ બજારમાંથી સારા સંકેત મળી રહ્યા છે. વાત કરીએ SGX Niftyની તો લગભગ 50 અંક ઉપર કારોબાર કરી રહી છે. તો બીજા એશિયન માર્કેટ્સમાં પણ તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ અમેરિક બજારો પણ મજબૂતાઈ સાથે બંધ થયા છે અને અમેરિકાના મુખ્ય બજારો પૈકી મહત્વનો ઈન્ડેક્સ S&Pમાં 5 દિવસના ઘટાડાને બ્રેક લાગી છે. ભારતમાં પણ ગઈકાલના સત્રમાં સેન્સેક્સ નિફ્ટી બંનેમાં 4 દિવસનો સતત ડાઉનવર્ડ ટ્રેન્ડ અટક્યો હતો. ગુરુવારે બજાર ઉછળીને બંધ થયું હતું અને સેન્સેક્સ 160 અંકના ઉછાળા સાથે 62570 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 50 48.85 અંકની તેજી સાથે 18609.35 પર બંધ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ Dharmaj Crop IPO રુપિયા લગાવનાર માલમાલ બન્યા, 12% પ્રીમિયમે લિસ્ટિંગ, આગળ શું કરવું?

   અમેરિકન બજારની સ્થિતિ


  અમેરિકન બજારમાં છેલ્લા કેટલાય દિવસોના ઘટાડા પછી આખરે ખરીદદારી વધી છે. જેના ભાગરુપે ડાઉ જોન્સ 184 અંકની તેજી સાથે બંધ થયો હતો જ્યારે S&P 500 0.75 ટકા ઉછળીને બંધ થયો હતો. આ જ રીતે નાસ્ડેક પણ 1.13 ટકાની તેજી સાથે બંધ થયો હતો. મહત્વનું છે કે અમેરિકન રોકાણકારોની નજર આગામી સપ્તાહમાં આવનાર મોંઘવારીના આંકડા પર છે તેમજ આગામી સપ્તાહમાં 13-14 ડિસેમ્બરના રોજ ફેડની બેઠક પણ યોજાશે. આ બંને વાતને લઈને રોકાણકારો હાલ પોઝિટિવ દેખાઈ રહ્યા છે.

  એશિયમ બજારો તેજીમાં


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.37 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 1.35 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનું શેરબજાર 0.87 ટકા અને તાઇવાનનું બજાર 1.11 ટકાનો વધારો દર્શાવે છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.68 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.18 ટકાના ઘટાડા સાથે કામ કરી રહ્યો છે.

  આ પણ વાંચોઃ PM Awas Yojana: પીએમ આવાસ યોજના 2022-23 નું નવું લિસ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ

   કેવી રહેશે આજે બજારની ચાલ


  HDFC Securitiesના નાગરાજ શેટ્ટીના જણાવ્યા અનુસાર નિફ્ટીમાં ગઈકાલે એક રેન્જમાં કામ જોવા મળ્યું હતું. જેને લઈને હાલ 18550-18500 ના ઈમીડિએટ સપોર્ટ પર કામ કરતી જોવા મળશે. ઓવરલઓલ ચાર્ટ પેટર્નમાં નીયર ટર્મમાં તમને મજબૂતી જોવા મળશ

  FII અને DII ના આંકડા


  ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપની બંપર જીત સાથે બજાર પણ ઝૂમી ઉઠ્યું હતું અને ચાર દિવસના સતત ઘટાડાને બ્રેક લાગી હતી. જોકે આ દરમિયાન 8 ડિસેમ્બરના દિવસે ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી સતત ચાલુ જ રહી હતી અને તેમણે 1132.67 કરોડ રુપિયાના શેર્સ વેચ્યા હતા. જ્યારે આ દિવસે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 772.29 કરોડ રુપિયાના શેર ખરીદ્યા હતા.

  આજે આ શેર્સ પર નજર રાખો


  HUL: કંપનીએ ન્યુટ્રિશનલેબમાં 19.8%ની ભાગીદારી માટે જોડાણ કર્યું છે. તેને હેલ્થ એન્ડ વેલબીઇંગ કેટેગરી માટે વ્યૂહાત્મક રોકાણ તરીકે જોવામાં આવે છે. કંપની તેના પર લગભગ 70 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

  અદાણી એન્ટરપ્રાઇઝ: કંપનીએ અદાણી ઇન્ફ્રા (ભારત) પાસેથી એલુવિયલ મિનરલ રિસોર્સિસમાં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. એલુવિયલ મિનરલ રિસોર્સ ખનીજ ખાણકામ અને તેના સંબંધિત કામગીરી કરે છે.

  આ પણ વાંચો:Farming Idea: ફક્ત 80 હજારમાં શરું કરો સર્પગંધાની ખેતી, 4 હજાર રુપિયા કિલો વેચાય છે તેના બીજ

  લ્યુપિન: કંપનીએ યુએસ જેનરિક બિઝનેસ માટે પ્રેસિડેન્ટ તરીકે સ્પિરો ગેવરિસની નિમણૂક કરી છે. Spiro Gavris અગાઉ Mallincrodt Pharmaceuticals માં કામ કરતા હતા.

  મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ: કંપનીએ મિત્સુઇ સુમિતોમી ઇન્શ્યોરન્સ પાસેથી મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સમાં બાકીનો 5.17% હિસ્સો હસ્તગત કર્યો છે. આ પછી મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સમાં કંપનીની ભાગીદારી વધીને 87% થઈ ગઈ છે.

  જ્યોતિ લેબ્સઃ કંપનીને ખાલવા માઇક્રો ઇરિગેશન પ્રોજેક્ટ માટે નવયુગ એન્જિનિયરિંગ તરફથી રૂ. 21.125 કરોડનો ઓર્ડર મળ્યો છે. આમાં, કંપનીએ મોટા પંપ અને એચટી મોટર્સની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઉત્પાદન, પરીક્ષણ અને સપ્લાય કરવાનું કામ કરવાનું રહેશે.

  સન ફાર્મા: હાલોલ ફેસેલિટી પર ઈમ્પોર્ટ એલર્ટની સ્પષ્ટતામાં વિશે કંપનીએ કહ્યું છે કે કંપની ચાલુ નાણાકીય વર્ષ માટે તેના કમાણીના માર્ગદર્શિકામાં સુધારો કરી રહી નથી. કંપનીની વિશેષતા આવક પર અસર કરશે નહીં. હાલોલમાંથી અમેરિકન સપ્લાયમાં લગભગ 3% હિસ્સો રહ્યો છે.

  Paytm: કંપનીએ બાયબેકના પ્રસ્તાવ માટે 13 ડિસેમ્બર 2022ના રોજ બોર્ડ મીટિંગ બોલાવી છે. કંપની પાસે રૂ. 9,182 કરોડની તરલતા છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन