Home /News /business /Stock Market: બજાર આજે ફરી 60 હજાર નીચે જઈ શકે, કારણ અમેરિકન માર્કેટનું ધબાય નમઃ

Stock Market: બજાર આજે ફરી 60 હજાર નીચે જઈ શકે, કારણ અમેરિકન માર્કેટનું ધબાય નમઃ

અમેરિકન માર્કેટમાં બે વર્ષના સૌથી મોટા કડાકાના પગલે સેન્સેક્સ 60 હજાર નીચે જઈ શકે

BSE Sensex Today Update: સતત પાંચ કારોબારી સત્રથી તૂટી રહેલું ભારતીય બજાર આજે ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડને અનુસરતા દબાણ હેઠળ આવી શકે છે. અમેરિકન માર્કેટમાં છેલ્લા બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલ્યો છે. જેના પગલે વૈશ્વિક બજારોમાં અફરાતફરી જોવા મળી રહી છે તો છેલ્લા પાંચ દિવસની તગડી તેજીને ઘરભેગી કરવા માટે આજે રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી શકે છે. જેનાથી બજાર તૂટી શકે છે અને સેન્સેક્સ 60 હજાર નીચે પણ આવી શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર(Indian Stock market)માં સતત વધારાને આજે વિરામ લાગી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવેલા ઘટડાને પગલે ભારતીય રોકાણકારો પણ પ્રોફિટ બુકિંગ તરફ વળી શકે છે અને વચેવાલી કરી શકે છે. ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક પૈકી સેન્સેક્સ (BSE Sensex) તેના છેલ્લા કારોબારી સત્રમાં 456 અંકની તેજી સાથે વધીને 60,571 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી (Nifty50) 134 અંક ચઢીને 18,070 પર પહોંચી હતી. એક્સપર્ટનું કહેવું છે કે ગઈકાલે છેલ્લા કારોબારી સત્રમાં અમેરિકન શેરબજારમાં બ્લડ બાથ જોવા મળ્યો હતો અને તેના પગલે યુરોપિયન માર્કેટ પણ દબાણ હેઠળ તૂટી પડ્યા હતા. જેની અસર આજે એશિયન માર્કેટમાં પણ જોવા મળી રહી છે. મોટાભાગ એશિયન બજારો આજે નેગેટિવ ઝોનમાં ખૂલ્યા હતા અને હજુ પણ રેડ ઝોનમાં જ ટ્રેડિંગ કરી રહ્યા છે. જેની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી શકે છે અને બજારમાં પ્રોફિટ બુકિંગ શરું થઈ શકે છે. આ સાથે શક્યતા છે કે સેન્સેક્સ એકવાર ફરી 60 હજાર નીચે જઈ શકે છે.

  આ પણ વાંચોઃ  કાળા જામફળની ખેતીથી કરો અઢળક કમાણી, ઔષધીય ગુણથી ભરપૂર આ ફળની માંગ વધશે

  અમેરિકન વોલ સ્ટ્રીટમાં બ્લડ બાથ


  અમેરિકામાં છેલ્લા કારોબારી સત્રમાં તેની તેજી પર બ્રેક લાગી ગઈ હતી અને મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પહેલા રોકાણકારોને વ્યાજ દરોના વધારા અને રોજગારના આંકડાએ બજારથી દૂર રાખ્યા હતા અને ધીરે ધીરે જેમ રોકાણકારો બજાર તરફ વળ્યા કે મોંઘવારીના નવા આંકડાઓએ રોકાણકારોને ડરાવી દીધા અને તેમણે તરત જ અંતર બનાવી લીધું હતું. તમને જણાવી દઈએ કે ગઈકાલે ભારે વેચવાલી વચ્ચે અમેરિકન શેરબજારના મુખ્ય ઇન્ડેક્સોમાં સામેલ NASDAQ પર 5.16 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. છેલ્લા બે વર્ષમાં એક જ દિવસનો આ સૌથી ઘટાડો છે.

  આ પણ વાંચોઃ  હરણફાળ ભરી શકે છે ભારતીય શેરબજાર, જુલિયસ બેઅરના માર્ક મેથ્યુઝે કહી મોટી વાત

  યુરોપિયન માર્કેટ પણ કક્ડભુસ


  અમેરિકામાં આવેલા મોટા ઘટાડા પછી યુરોપિયન માર્કેટ પણ તેના પગલે તૂટી પડ્યું હતું. યુરોપના લગભગ તમામ માર્કેટમાં છેલ્લા કારોબારી સત્રમાં ઘટાડા નોંધાયા છે. યુરોપના મુખ્ય શેરબજારમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જ પર છેલ્લા સત્રમાં 1.59 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ફ્રાન્સનું શેરબજાર 1.39 ટકા તૂટીને બંધ થયું હતું. તો લંડન સ્ટોક એક્સચેન્જ પર પણ 1.17 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

  આ પણ વાંચોઃ  આ રીતે કરો તમારા રુ.1 લાખથી રુ.10 લાખનું રોકાણ, થશે તગડી કમાણી

  એશિયન માર્કેટ પણ લાલ નિશાનમાં


  અમેરિકા અને યુરોપના માર્કેટમાં આવેલા તીવ્ર ઘટાડાને પગલે મોટાભાગના એશિયન માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યા છે અને હજુ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 1.61 ટકાના નુકસા સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો જાપાનનું નિક્કેઈ 2.18 ટકાના ઘટાડા સાથે કામ કરી રહ્યું છે. જ્યારે હોંગકોંગનું શેરબજાર હેંગસેંગ 2.24 ટકાના ઘટાડા સાથે અને તાઈવાનનું શેરબજાર 1.46 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. આ ઉપરાંત કોરિયન શેરબજાર કોસ્પી 1.44 અને ચીનનું સંઘાઈ કોમ્પોઝિટ પણ 0.58 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

  આ પણ વાંચોઃ  Harsha Engineers IPO: આજે ખુલશે અમદાવાદની કંપનીનો ઈશ્યુ, જાણો ભરવો જોઈએ કે નહીં

  વિદેશી રોકાણકારોની સ્થિતિ શું?


  ગઈકાલે પણ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ સતત વધી રહ્યું છે. ગઈકાલે પણ કારોબારી સત્રમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ બજારમાં 1,956.98 કરોડ રુપિયાના શેર ખરીદ્યા હતા. જોકે આ દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 1,268.43 કરોડ રુપિયાના શેર વેચી દીધા છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Expert opinion, Nifty 50, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन