શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની શક્યતા દેખાઈ રહી છે.
BSE Sensex Today's Prediction: ભારતીય શેરબજાર સતત ચોથા દિવસે તેજી તરફ વધી શકે તેવી પૂરી શક્યતા છે. વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સેંકેતો અને સ્થાનિક બજારમાં તહેવારોની સીઝનના કારણે બજારમાં રોનક જોવા મળશે. તેવામાં આજે રોકાણકારો ક્યા શેર્સમાં રુપિયા લગાવી શકે છે અને કમાણી કરી શકે છે. આવો જાણીએ નિષ્ણાતો પાસેથી.
મુંબઈઃ ભારતીય શેરબજારમાં બુધવારે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાં ઉછાળાની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને બજારમાં ફરી ખરીદી વધશે. છેલ્લા ત્રણ સત્રમાં સેન્સેક્સમાં અત્યાર સુધીમાં 1,725 પોઈન્ટનો વધારો થયો છે અને અનુમાન છે કે આજે આ આંકડો 2,000ને પાર કરી જશે.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 550 પોઈન્ટ વધીને 58,961 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 175 પોઈન્ટ વધીને 17,487 પર પહોંચી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં પણ તેજીનું વાતાવરણ છે, જેની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળશે અને આજે શરૂઆતથી જ ખરીદીનું વાતાવરણ સર્જાઈ શકે છે. રોકાણકારોએ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનની તેજીમાંથી રૂ. 5 લાખ કરોડનો નફો કર્યો છે. જો આજે સેન્સેક્સમાં ઉછાળો આવે તો તે 59 હજારની ઉપર સ્થિર થઈ શકે છે. જ્યાંથી બજારને વધુ આગળ વધવા માટે સપોર્ટ મળી રહેશે.
અમેરિકામાં તાજેતરના આર્થિક ડેટાએ ઘણી રાહત આપી છે અને મોંઘવારી સામે ઝઝૂમી રહેલી સરકાર અને લોકોને રાહત મળશે તેવી આશા દેખાઈ રહી છે. કંપનીઓએ પણ વધુ સારા પરિણામો દર્શાવ્યા છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને તેઓ ફરીથી ખરીદી તરફ વળ્યા છે. યુએસના મુખ્ય શેરબજારોમાં સામેલ નાસ્ડેકમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.90 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
યુરોપિયન બજારોમાં વૃદ્ધિ
અમેરિકાના પગલે યુરોપના મોટાભાગના શેરબજારોમાં પણ છેલ્લા સત્ર દરમિયાન ઉછાળો જોવા મળ્યો છે. યુરોપના મુખ્ય બજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.92 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.44 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય લંડનના સ્ટોક એક્સચેન્જમાં પણ 0.24 ટકાનો વધારો થયો છે.
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોરના સ્ટોક એક્સચેન્જમાં 0.03 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જાપાનનો નિક્કેઈ 0.46 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 0.12 ટકા નીચે છે, પરંતુ દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.59 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી શરુ જ
ભારતીય મૂડી બજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા નાણાં ઉપાડવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ.153.40 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન રૂ. 2,084.71 કરોડના શેર ખરીદ્યા હતા, જેણે બજારને વેગ પકડવામાં મદદ કરી હતી.
આમ તો બજાર વધવાના સમયે રોકાણકારો મોટા ભાગના શેરો પર નફો કરે છે, પરંતુ નિષ્ણાતોના દૃષ્ટિકોણથી આજના કારોબારમાં કેટલાક શેરો એવા છે કે જેના પર દાવ રમીને સારું વળતર મળી શકે છે. આ હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરોમાં NTPC, ICICI Lombard General Insurance, HDFC, ITC અને Ipca Laboratories જેવી કંપનીઓના સ્ટોકનો સમાવેશ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર